14-year-old Sagira exposes stepfather's brutality At Surat kamrej
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • 14 વર્ષની સગીરાએ સાવકા પિતાની હેવાનિયતનો કર્યો પર્દાફાશ, હકીકત સાંભળી માતા હચમચી ગઇ

14 વર્ષની સગીરાએ સાવકા પિતાની હેવાનિયતનો કર્યો પર્દાફાશ, હકીકત સાંભળી માતા હચમચી ગઇ

 | 10:13 pm IST
  • Share

કામરેજનાં દાદા ભગવાન મંદિર પાસે રહેતી અને મૂળ મહારાષ્ટ્રના ધુલિયાની રહીશ નરગીસનાં લગ્ન 2005ની સાલમાં લિંબાયતનાં રમજાન લતીફ મન્સુરી સાથે થયા હતા. જે લગ્ન જીવન દરમિયાન નરગીસને બે પુત્રી અને એક પુત્ર મળી 3 સંતાનની માતાને 2013 ની સાલમાં પતિ રમજાને તલાક આપી દીધા હતા. ત્યારબાદ નરગીસ ઉનમાં રહેતા રઇશ સાથે પ્રેમલગ્ન કરી કામરેજ ચોકડી પાસે રહેવા માંડી હતી. મૂળ રાજસ્થાનના પાલી વતનવી રઇશ લોકડાઉન દરમિયાન વતન ફસાઇ જતા બાળકો સાથે એકલી રહેતી નરગીસ આંબોલી રહેવા માટે ગઇ હતી. ત્યારબાદ મે મહીનામાં રઇશ ગામથી પરત આવી ગયો હતો.

ગત તા. 24-6-2020નાં રોજ નરગીસે પથરીની બીમારીના ઇલાજ માટે બે ચાર દિવસ કુકરમુંડા જવાની વાત કરતાં તેની 14 વર્ષીય પૂત્રી ગભરાઇ ગઇ હતી. એકલી નહીં રહેવાનું જણાવી સાથે લઇ જવાની જીદ કરતા નરગીસેે જે અંગે કરેલી પૂછપરછમાં સગીરાએ પિતાની હેવાનિયતનો પર્દાફાશ કર્યો હતો. તેણીએ કહ્યું કે ગત 19 જુને નરગીસ ભાવનગર દવા લેવા માટે ગઇ હતી. જે દરમિયાન રાતના સમયે સાવકા પિતએ બળજબરીપૂર્વક સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પરિસ્થિતિ પામી ગયેલા કામાંધ રઇશખાન લોકડાઉનનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો.

પુત્રી સાથે થયેલા દુષ્કર્મથી અકળાયેલી માતાએ વારંવાર ફોન કર્યા બાદ અંતે પતિએ નફફટાઇપૂર્વક મેં મારું કરી લીધું છે, તું જાણે અને તારું કામ જાણે, હવે તું તારી જિંદગી જીવી લેજે નું જણાવ્યા બાદ અનેક ફોન કર્યા બાદ પણ પરત નહીં ફરેલા પતિનાં કરતુતની અંતે કામરેજ પોલીસને જાણ કરતા પોલીસે સગીર વયની પુત્રીને ડરાવી ધમકાવી મારી નાંખવાની ધમકી આપી બળજબરીપૂર્વક અવારનવાર શરીર સંબંધ બાંધી ભાગી છૂટયો હોવાની ફરિયાદ આધારે પોલીસે સાવકા બાપ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આ વીડિયો પણ જુઓ: ચીને ફરીથી આપ્યું ભડકાઉ નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન