14-yrs-indian-american-kid-graduates-as-engineer-in-usa
  • Home
  • Nri
  • 14 વર્ષના ભારતીય બાળકે કેલિફૉર્નિયામાં વગાડ્યો ડંકો, ભારતને થશે ગર્વ

14 વર્ષના ભારતીય બાળકે કેલિફૉર્નિયામાં વગાડ્યો ડંકો, ભારતને થશે ગર્વ

 | 12:40 pm IST

14 વર્ષની ઉંમરમાં મૂળ ભારતીય અમેરિકીના કેલિફૉર્નિયા યૂનિવર્સિટીથી બાયો-મેડિકલમાં એન્જિનિયરિંગ કરી અમેરિકામાં ભારતનો ડંકો વગાડી દીધો છે. તમને જણાવી દઈએ કે, ત્રણ વર્ષ પહેલા એક અંગ્રેજી અખબારે એવા અહેવાલ પ્રકાશિત કર્યા હતા કે,11 વર્ષનો બાળક તનિષ્ક અબ્રાહમ કેલિફોર્નિયા કમ્યુનિટી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો. હવે આ બાળકે યૂનિવર્સિટીના યૂસી ડેવિસ કોલેજમાંથી 14 વર્ષની ઉંમરમાં ગ્રેજ્યુએશન પુરું કરી દીધું છે. હવે તે આ વિષયમાં પીએચડી કરી રહ્યો છે.

તનિષ્કને આ ડિગ્રી તેના જન્મદિવસના થોડાક દિવસ પહેલા ફાધર્સ ડે પર મળી હતી, જે નિશ્ચિત રૂપથી તેના પિતા માટે એક ભેટ હતી. તનિષ્કે ગ્રેજ્યુએશનનો તાજ પહેરી રાખ્યો હતો, જેમાં લખ્યું હતું કે, 12 વર્ષની ઉંમરમાં શરૂ કર્યું અને 14માં પુરું કર્યું, મારો ભરોસો કરો હું એક એન્જિનિયર છું.

તેની માતા તાજી અબ્રાહમે કહ્યું, આ મારા પતિ અને પિતા બન્ને માટે શ્રેષ્ઠ ફાધર્સ ડે ગીફ્ટ છે. તાજી પોતે પશુ વિજ્ઞાનની ડૉક્ટર છે અને તેનો પતિ સોફ્ટવેયર એન્જિનિયર છે. તાજીએ કહ્યું, તેના ગ્રેડ પરેન્ટ્સ જે હાર્ટ પેશેન્ટ છે તેમને બાયોમેડિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લેતા અને તે વિષયમાં પીએચડી કરતા જોઈ શક્યા. ગ્રેન્ડ પેરેન્ટ્સ પણ પશુ વિજ્ઞાનમાં પીએચડી છે.

ડિગ્રી મેળવ્યા બાદ તનિષ્ક અને તેની ટીમે યૂસી ડેવિસ મેડિકલ સેન્ટરમાં સીનિયર ડિઝાઈન પ્રોજેક્ટ રજૂ કર્યો છે. થોડાક દિવસો બાદ, તે દક્ષિણ કેલિફૉર્નિયા બાયોમેડિકલ એન્જિનિયરિંગ કોન્ફરન્સમાં પહોંચ્યા હતા, જ્યાં તનિષ્કે પોતાના એન્જિનિયરિંગની સીનિયર ડિઝાઈન પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.