Ahmedabad Jagannath Rathyatra
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • “જય રણછોડ, માખણચોર”ના ગગનભેદી નારા વચ્ચે રથયાત્રા પર્વ સંપન્ન

“જય રણછોડ, માખણચોર”ના ગગનભેદી નારા વચ્ચે રથયાત્રા પર્વ સંપન્ન

 | 4:06 am IST

અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરેથી આજે ‘જય રણછોડ માખણચોર’ના નાદ વચ્ચે 141મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા છે. સવારે સાત વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે મંગળા આરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.

જાણો પળેપળની અપડેટ

ભગવાન બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નીજ મંદિર પરત ફર્યા

મંદિરમાં ભજન-કિર્તનની રમઝટ

ભગવાનનો રથ ઘી કાંટાથી નીકળી નીજ મંદિર પરત ફરવા રવાના

ભગવાનનો રથ રંગીલા પોલીસ ચોકીથી નીકળ્યો

સંત દિલીપદાસ અને મુસ્લિમ આગેવાને સાથે જ સફેદ કબૂતર કે જે શાંતિના દૂત કહેવાય છે તે ઉડાડી શાંતિનો સંદેશો આપ્યો

મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા મહંત દિલીપદાસનું સ્વાગત કરાયું

રંગીલા ચોક પહોંચ્યો રથ, અહીં એકતાનું પ્રતિક જોવા મળ્યુ, હિન્દુ-મુસ્લિમ કરી રહ્યા છે જગન્નાથના દર્શન

ગજરાજ નીજ મંદિર પરત ફર્યા, ભગવાન ભકતોને દર્શન આપવા શાહપુર પહોંચ્યા

ત્રણેય રથ શાહપુર પહોંચ્યા

ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા ભગવાન જગન્નાથનાં દર્શન કરવા પહોંચ્યા

અખાડા શાહપુર પહોંચ્યા, ત્રણેય રથો પ્રેમ દરવાજા પહોંચ્યા, ગજરાજ ઘી-કાંટા પહોંચ્યા

ટેમ્લો રંગીલા ચોરી પહોંચ્યા

ત્રણેય રથો કાલપુર પહોંચ્યા

ટેમ્બલો શાહપુર પહોંચ્યા

ગજરાજ શાહપુર દરવાજા પહોંચ્યા

ટ્રક અને ટેમ્બો તંબુ ચોકી પહોંચ્યા

ગજરાજ તંબુચોકી પહોંચ્યા

ત્રણેય રથો સરસપુરથી રવાના

18 ગજરાજ ભગવાનના રથની કરી રહ્યા છે આગેવાની

ગજરાજની સવારી કાલપુર સર્કલ પહોંચી

ગજરાજની સવારી નીજ મંદિર તરફ રવાના

સરસપુરમાં દોઢ કલાક સુધી વિશ્રામ કરશે

બપોરે 2 વાગ્યે કાલુપુર સર્કલ પહોંચશે

બપોરે 2.30 કલાકે પ્રેમદરવાજા પહોંચશે

બપોરે 3.15 કલાકે દિલ્હી ચકલા પહોંચશે

બપોરે 4.30 વાગ્યે આર.સી.હાઇસ્કૂલ પહોંચશે

સાંજે 5 વાગ્યે પીપળીયા મહાદેવ પહોંચશે

સાંજે 5.45 વાગ્યે પાનકોર નાકા પહોંચશે

સાંજે 6.30 વાગ્યે માણેકચોક પહોંચશે

સાંજે 8.30 વાગ્યે નીજમંદિર પહોંચશે

મામાના ઘરે પહોંચ્યા ભગવાન જગન્નાથ, ત્રણેય રથ પહોંચ્યા સરસપુર.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથને મોકલ્યો પ્રસાદ.

વરસતા વરસાદ વચ્ચે પણ ભગવાનના દર્શન માટે લોકોમાં હરખની હેલી, હૈયે હેયું દળાયું.

રથયાત્રા પર થતો વરસાદ શુકનવંતો માનવામાં આવે છે, વર્ષ સારૂ રહે છે.

વરસી રહેલા વરસાદ વચ્ચે પણ મોસાળ સરસપુરમાં જગનતા નાથનું સ્વાગત

રાયપુર ચકલા પાસે થયો વરસાદ.

ભગવાન જગન્નાથની કૃપા, સરસપુરમાં થયા અમીછાંટણા.

ગજરાજની સવારી ભગવાન્નના મોસાળ સરસપુર આવી પહોંચી, લોકોમાં ભારે ઉત્સુકતા

કાલુપુર પહોંચ્યા ભગવાન જગન્નાથના રથ, દર્શનાર્થે ઉમટ્યું માનવ મહેરામણ.

સંગીતના તાલે નાચતા ભજનમંડળીના ભક્તો

શણગારેલી જાંખીઓ રાયપુર ચકલા પાસે પહોંચી, લોકોના આકર્ષણનું કેન્દ્ર

300 કિલો કેરી અને 400 કિલો કાંકડીના પ્રસાદની પણ વહેંચણી.

30 અખાડા અને 3 બેન્ડવાજા રથયાત્રામાં જોડાયા.

સારંગપુર મંદિર ખાતે મામેરૂ પાંથરવામાં આવ્યું.

ભક્તોને વહેંચાઈ રહ્યો છે મગ, જાંબુનો પ્રસાદ.

શણગારેલા ગજરાજ ખાડિયા પહોંચ્યા.

અખાડાઓ એન ભજાનમંડળીઓ બની આકર્ષણનું કેન્દ્ર.

ભક્તોને વહેંચાઈ રહ્યો છે મગ, જાંબુનો પ્રસાદ.

રથયાત્રામાં વિવિધ સામાજીક સંદેશ પાઠવતા ટેબ્લો બન્યા આકર્ષણનું કેન્દ્ર.

રથયાત્રાના પર્વએ વરૂણદેવે કૃપા વરસાવી, ગુરૂકુળ વિસ્તારમાં વરસાદ

ટ્રકો AMC ખાતે પહોંચી, હેરીટેજ થીમ પર સજાવવામાં આવી છે ટ્રકો

ટ્રકો AMC ખાતે પહોંચી, જગન્નાથના દર્શન માટે જાણે કિડિયારૂ ઉભરાયું

18 ગજરાજ ભગવાનના રથની આગેવાની કરી રહ્યાં છે.

ગજરાજ AMC પહોંચી ચુક્યા છે, શણગારેલા ગજરાજ રથયાત્રાની શોભામાં વધારો કરશે.

ગુજરાતની સુરક્ષા, વિકાસની યાત્રા આગળ વધારે તેવી જગન્નાથ ભગવાનને પ્રાર્થના : રૂપાણી

ગુજરાતના તમામ લોકોને રથયાત્રાની શુભેચ્છા : રૂપાણી

આ સાથે જ જગતનો નાથ બહેન અને ભાઈ સાથે નગરચર્યાએ નિકળ્યો

વિજય રૂપાણી અને નીતીન પટેલે દોરડું ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો

પહિંદ વિધિ સંપન્ન, ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોનાની સાવરણીથી કરી પહિંદ વિધિ

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને DyCM નીતીન પટેલએ માથે સાફો પહેર્યો

પહિંદ વિધિ સંપન્ન થયા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ રથયાત્રા માટે પ્રસ્થાન કરશે

વિજય રૂપાણી ટૂંક સમયમાં જ પહિંદ વિધિ કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા જગન્નાથ મંદિરે.

ભગવાનની આ યાત્રા લાખો લોકોને દર્શન આપશે : નીતીન પટેલ

બાળકોથી માંડીને વૃદ્ધો સુધી તમામ લોકો રથયાત્રામાં ભાગ લેશે : DyCM નીતીન પટેલ

ઉપમુખ્યમંત્રી નીતીન પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા

અમદાવાદના મેયર બિજલબેન પટેલ મંદિર પહોંચ્યા.

ભીખુ દલસાણીયા પણ પહોંચ્યા જગન્નાથ મંદિર.

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા જગન્નાથ મંદિર પહોંચ્યા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતીન પટેલ જગન્નાથ મંદિર તરફ રવાના

જગતનો નાથ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે રથમાં બિરાજમાન

તાલધ્વજ રથમાં બિરાજમાન થયા ભાઈ બલભદ્ર

કલ્પધ્વજ રથમાં બિરાજમાન થયા બહેન સુભદ્રા

નંદીઘોષ રથમાં ભગવાન જગન્નાથ બિરાજમાન

નૃત્ય સાથે ભગવાનનું સ્વાગત કરવા ભક્તોમાં થનગનાટ

ભગવાનના વાઘા બદલાયા, રજવાડી વાઘા ધારણ કર્યા

30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી-દાડમનો પ્રસાદ.

ભગવાનની અમી દ્રષ્ટિ ભક્તો પર પડી

ભગવાનની આંખેથી પાટા ખોલવામાં આવ્યાં

ભગવાનની અમી દ્રષ્ટિ માટે લોકોમાં પડાપડી

સોનાની સાવારણીથી ભગવાનનો રસ્તો સાફ કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ સવારે 7 વાગ્યે પહિંદવિધિ કરશે

મંદિરના મહંત દ્વારા કરાયું અમિત શાહનું સ્વાગત

ભગવાન જગન્નાથ 6 વાગ્યે નીજરથમાં બિરાજશે

જ્ય રણછોડ, માખણચોરના નારા સાથે ગુંજી ઉઠ્યું જગન્નાથ મંદિર

મંગળા આરતી માટે ખીચડાનો પ્રશાદ તૈયાર કરાયો.

અમિત શાહે પરિવાર સહિત લીધો મંગળા આરતીનો લાભ.

મંગળા આરતી શરૂ.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ જગન્નાથ મંદિર પહોંચ્યા.

મંદિરના દ્વાર ખુલવાની રાહ જોતા ભક્તો.

મોટી સંખ્યામાં ભક્યો મંદિર પર હાજર.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ જગન્નાથ મંદિર પહોંચ્યા.

મંદિરના દ્વાર ખુલવાની રાહ જોતા ભક્તો.

મોટી સંખ્યામાં ભક્યો મંદિર પર હાજર.