14th February 2020: News Brief In 9 AM
  • Home
  • Featured
  • ન્યૂઝ ઇન બ્રિફ @ 9 AM : ટૂંકમાં જાણો આજના મહત્વના સમાચારો

ન્યૂઝ ઇન બ્રિફ @ 9 AM : ટૂંકમાં જાણો આજના મહત્વના સમાચારો

 | 8:56 am IST

પાકિસ્તાનની નાપાક કરતૂતના લીધે આજના જ દિવસે ગયા વર્ષે આપણે આપણા 40 જવાનોને ગુમાવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાની આજે પહેલી વરસી છે અને દેશ શહીદ જવાનોને સલામ કરી રહ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા માટે AMCના શાસકો થનગની રહ્યા છે. પ્રખ્યાત સક્રીનરાઇટર અને લેખક જાવેદ અખ્તર મોદી સરકારની આલોચના કરતા રહ્યા છે પરંતુ પોતાના તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે સહિતના સમાચાર

રાજ્યના સમાચાર

ટ્રમ્પને કારણે અ’વાદને મળશે ભેટ, જ્યાંથી પસાર થશે એ માર્ગ લીલીછમ્મ હરિયાળીથી હરખાઈ ઊઠશે

ટ્રમ્પ હાંસોલ વિમાનીમથકે પગ મૂકીને જે જે માર્ગોથી નિશ્ચિત કાર્યક્રમોમાં ભાગ લેવા જાય તે તમામ ૧૩થી ૧૪ કિ.મી.ના માર્ગને આંખ અને આંતરડી ઠારે તેવી લીલીછમ્મ હરિયાળી ઊભી કરવાનો AMCએ નિર્ણય કર્યો છે.

વિસ્મય BMW કાંડ : બેફામ ચલાવી જીવ લે છે, હવે વળતર આપી સમાધાન

વિસ્મય હીટ એન્ડ રન કેસમાં મૃતક યુવક રાહુલના પરિવારના વકીલે ગુજરાત હાઈકોર્ર્ટમાં વળતરની રકમ અંગે સીલબંધ કવરમાં તેનો રિપોર્ટ રજૂ કર્યો છે.

રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર

પુલવામા હુમલાની પહેલી વરસી: શહીદોને CRPFની સલામ, ‘અમે ભૂલ્યા નથી, અમે છોડીશું નહીં’

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાની આજે પહેલી વરસી છે અને દેશ શહીદ જવાનોને સલામ કરી રહ્યું છે.

પુલવામા હુમલાને એક વર્ષ : પરિવારજનોમાં નારાજગી યથાવત્ 

શહીદોના પરિવારજનોને મદદ કરવાની, શહીદોની યાદગીરી માટે કામ કરવાની મોટી મોટી બાંગો પોકારવામાં આવી હતી પણ આ બાંગો સાવ પોકળ હતી. 

PM મોદી ફાસીવાદી, આવા લોકોના માથે શિંગડા થોડી ના હોય: જાવેદ અખ્તર

પ્રખ્યાત સક્રીનરાઇટર અને લેખક જાવેદ અખ્તર મોદી સરકારની આલોચના કરતા રહ્યા છે પરંતુ પોતાના તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે.

ફફડી ઉઠેલા પાકિસ્તાનને ફરીથી ડર, ભારત કરી શકે છે મોટી કાર્યવાહી!

ભારતે શું અમેરિકા સાથે ડિફેન્સ સિસ્ટમ માટે ડીલ કર્યાના રિપોર્ટ સામે આવ્યા કે પાકિસ્તાનને બળતરા થઇ રહ્યા છે.

સ્પોર્ટસ સમાચાર

પોંટિંગનો મોટો ખુલાસો, આ કારણે ડેવિડ વોર્નરે બોલ ટેમ્પરિંગનું ષડયંત્ર રચ્યુ હતું

લગભગ બે વર્ષ પહેલા સાઉથ આફ્રિકા વિરૂદ્ધ કેપટાઉન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના તત્કાલિન કેપ્ટન સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કૈમરૂન બેનક્રોફ્ટના બોલ ટેમ્પરિંગમાં સપડાતા સમગ્ર ક્રિકેટ જગત દંગ રહી ગયુ હતું.

જ્યોતિષ ધર્મના સમાચાર

117 વર્ષ બાદ મહાશિવરાત્રી પર શનિ અને શુક્રનો દુર્લભ સંયોગ, 21 ફેબ્રુઆરીએ સૂર્ય કુંભ રાશિમાં

આ વખતે 21 ફેબ્રુઆરીએ છે ઉલ્લેખનીય છે કે આ વખતે 117 વર્ષ બાદ શનિ અને શુક્રનો દુર્લભ યોગ બની રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન