14th October 2021: Gujarati Top News Headlines Till 12 PM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિવાળી બાદ સ્કૂલ વાન શરૂ થવાના એંધાણ સહિતના મહત્ત્વના સમાચાર

દિવાળી બાદ સ્કૂલ વાન શરૂ થવાના એંધાણ સહિતના મહત્ત્વના સમાચાર

 | 11:56 am IST
  • Share

રાજ્યમાં ધોરણ 1થી 5ની શાળાઓ દિવાળી બાદ ફરીથી શરૂ કરવાની વિચારણાના પગલે હવે બાળકોને માટે ફરીથી સ્કૂલ વાન, બસ શરૂ કરવા માટેની મંજૂરી પણ અપાઇ શકે છે. તો પુત્રીઓને જન્મ આપવાના મોરચે છત્તીસગઢે દેશના તમામ રાજ્યોને પાછળ છોડી દીધા છે. જો કે સમૃદ્ધિના મોરચે અગ્રેસર ગણાત ગુજરાત આ મોરચે હજું પણ ઘણું પછાત રહ્યું છે. લદાખમાં LAC પર ચાલી રહેલા ઘર્ષણનો ઉકેલ લાવવા માટે તાજેતરમાં ભારત અને ચીનના કોર્પસ કમાન્ડરો વચ્ચે યોજાયેલી 13મા રાઉન્ડની મંત્રણામાં હોટ સ્પ્રિંગ સેક્ટર મામલે ભારતે દર્શાવેલા મક્કમ વલણથી દાઝેલા ચીને હવે અરુણાચલપ્રદેશના મામલે આડોડાઇ શરૂ કરી દીધી છે સહિતના અત્યાર સુધીના મહત્ત્વના સમાચાર

વધુ વાંચો- દિવાળી બાદ સ્કૂલ વાન, બસ શરૂ કરવા SOP નક્કી કરવાની વિચારણા

મળતી માહિતી અનુસાર ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એક બેઠક મળી હતી. જેમાં ધોરણ 1-5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાની વિચારણા કરાઈ હતી.

વધુ વાંચો- સમૃદ્ધ ગુજરાતમાં હજુ દીકરીઓ પ્રત્યે સૂગ દીકરીના જન્મદરમાં વધુ ઘટાડો નોંધાયો

નીતિ આયોગે વિશ્વ બેન્કના એક રિપોર્ટને પ્રસિદ્ધ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે દેશના 21 મોટા રાજ્યોમાંથી ફક્ત છત્તીસગઢ અને કેરળમાં દરેક 1000 દીકરાના જન્મ સામે 950 દીકરીઓનો જન્મ થાય છે.

વધુ વાંચો- વેંકૈયા અરુણાચલ જતાં ચીનનાં પેટમાં તેલ રેડાયું

ચીને તાજેતરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની અરુણાચલપ્રદેશની મુલાકાતનો વિરોધ કરતા ભારતે સણસણતો જવાબ આપ્યો છે

વધુ વાંચો- ભારતને તેવર દેખાડવા ભારે પડ્યા, પાકિસ્તાનમાં ચાનો સ્વાદ ફિક્કો

પાકિસ્તાનમાં કમરતોડ મોંઘવારીના લીધે લોકોનું જીવવું મુશ્કેલ થઇ ગયું છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે.

વધુ વાંચો- મેચ હારતા દિલ્હીના ખેલાડીઓ થયા ભાવુક, પૃથ્વી શો, પંત રડી પડ્યા

કોલકાતા સામેની હાર બાદ દિલ્હીનો ઓપનર પૃથ્વી શો સહિતના ખેલાડીઓ દુઃખી થયા હતા. પૃથ્વી શો, રિષભ પંત સહિતા કેટલાક ખેલાડીઓ રડી પડ્યા હતા.

વધુ વાંચો- જ્યારે જ્યારે કોલકાતા ફાઈનલમાં પહોંચે છે એ જીતે જ છે, ચેન્નાઈની મુશ્કેલી વધશે

કોલકાતા નાઇટ રાઇડર્સે બુધવારે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. આ સાથે કોલકાતાની ટીમ IPL 2021ની ફાઇનલમાં પહોંચી ગઈ છે

વધુ વાંચો- સામાન્ય માણસને વધુ એક ઝટકો, આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે 35-35 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. ત્યારબાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર 104.79 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લિટર થયું છે.

વધુ વાંચો- શેરમાર્કેટ રેકોર્ડબ્રેક ઉંચાઈએ, સેન્સેક્સ પહેલી વખત 61,000ને પાર

ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી રહ્યી છે. નિફ્ટી અને સેન્સેક્સ આજે ફરી વિક્રમી ઉંચાઈએ પહોંચ્યા છે. સેન્સેક્સ 61,000ને પાર કરી ગયો છે

વધુ વાંચો- ડ્રગ્સ મામલે જેલની હવા ખાઇ આવેલી રિયાએ એવી પોસ્ટ કરી કે…

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો ડ્રગ્સ કેસ મામલો હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે.

વધુ વાંચો- ચારેયકોર મૌની રોયની ચર્ચા, દુર્ગા પંડાલની તસવીરો આવી સામે

બોલીવુડ સ્ટાર્સ (Bollywood Stars)પણ ધામધૂમથી નવરાત્રિ (Navratri 2021) ઉજવે છે. જ્યારે આઠમના આ ખાસ પ્રસંગે અભિનેત્રી મૌની રોય (Mouni Roy)મા દુર્ગાના પંડાલમાં પહોંચી હતી, 

વધુ વાંચો- ડેટાની હરાજી : ક્રેડિટકાર્ડ ડેટાનો ભાવ 25 ડોલર તો જી-મેલ ડેટાનો ભાવ 80 ડોલર

તમને ક્યારેક આશ્ચર્ય થતું હશે કે, હેકર્સ દ્વારા ચોરાયેલો ડેટા ઓનલાઇન કઈ રીતે વેચાતો હશે અને તેની કિંમત શું હશે? ડાર્ક વેબ પર તેનું બજાર ચાલે છે.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો