14th September Gujarati Top News Headlines Till 6 PM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected] 6PM: ચીનમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું, ગુજરાતના 8 મોટા શહેરોમાં રાત્રિ કફર્યૂ લંબાવાયો

[email protected] 6PM: ચીનમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું, ગુજરાતના 8 મોટા શહેરોમાં રાત્રિ કફર્યૂ લંબાવાયો

 | 5:47 pm IST
  • Share

રાજ્યના 8 મહાનગરોમાં આગામી 25 સપ્ટેમ્બર સુધી રાત્રિ કફર્યૂ લંબાવવામાં આવ્યો છે. નવા આદેશ મુજબ, રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર અને ભાવનગરમાં આગામી 25 સપ્ટેમ્બર સુધી રાત્રે 11 થી 6 વાગ્યા સુધી રાત્રિ કફર્યૂ અમલમાં રહેશે.

આખા દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધી રહી છે. જેના કારણે સામાન્ય માણસ પિસાઇ રહ્યો છે. જોકે આ દરમિયાન તમને જણાવી દઇએ કે, મંગળવારે 14 સપ્ટેમ્બર 2021 કિંમતો સત્ત નવમાં દિવસે સ્થિર છે. તે છતા રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 101.19 પૈસા પ્રતિ લીટર પર છે. ત્યાં જ ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર છે. સહિત સાંજે 6 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: ભાજપ ખુરશી બદલો પાર્ટી, મુખ્યમંત્રી બદલવાથી પાપ નહીં ભૂલાય: કોંગ્રેસ

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ગઈકાલે શપથ લઈ લીધા છે. વિધાનસભા ચૂંટણી પહેલા વિજય રૂપાણીએ અચાનક મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, ત્યારે કોંગ્રેસ સહિત ભાજપના પણ અનેક નેતાઓને નવાઈ લાગી હતી. એવામાં કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ મોટું નિવેદન આપ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: CM ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત સૌરાષ્ટ્રની મુલાકાતે, જામનગરમાં અસરગ્રસ્તો સાથે કરી વાત

ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના બીજા જ દિવસે ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે. CM ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી સૌથી વધુ  અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે વરસાદથી ગ્રામજનોને થયેલા નુક્સાનની વિગતો મેળવી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-3: પાકિસ્તાને વધુ એક વખત જૂનાગઢની આઝાદીનો રાગ આલાપ્યો, ISIના પિઠ્ઠુ નવાબે ઇમરાનને કરી અપીલ

પંજાબ અને કાશ્મીરમાં અલગાવવાદને ઉશ્કેર્યા બાદ પાકિસ્તાનની બદનામ એજન્સી આઈએસઆઇને ગુજરાતના જૂનાગઢનો રાગ આલાપ્યો છે. આઇએસઆઇના પિટ્ઠુ અને જૂનાગઢના કથિત નવાબ મોહમ્મદ જહાંગીર ખાંઝીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને અપીલ કરી છે કે, તે કાશ્મીર માફક જૂનાગઢના ‘દૂત’ બને.

વધુ વાંચવા કરો ક્લિક-4: ચીનમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, આ શહેરને કરવામાં આવ્યું સીલ

ચીનના વૂહાન શહેરમાંથી શરૂ થયેલો કોરોનાનો કહેર હવે વિશ્વના મોટા ભાગના દેશને હંફાવી રહ્યો છે. જો કે વચ્ચે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે ચીનમાં બધુ પૂર્વરત થઈ ગયું અને લોકો સામાન્ય જીવન જીવવા લાગ્યા. પરંતુ હવે ચીનના દક્ષિણપૂર્વી ફૂજિયાન(Fujian) ના એક શહેરમાં સિનેમાઘર, જિમ અને હાઈવે બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઇ સામાન્ય પ્રજાને મળી શકે છે રાહત, સરકાર લઇ શકે છે ખાસ નિર્ણય

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઇ સામાન્ય જનતાને રાહત મળી શકે છે. મંત્રીઓની એક પેનલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પર સિંગલ નેશનલ રેટ અંતર્ગત પેટ્રોલિયમ ઉત્પાદો પર ટેક્સ લગાવવાને લઇ વિચાર વિમશ કરી રહી છે. આ મામલે જાણકારી રાખનારાઓ અનુસાર, કંઝ્યૂમર પ્રાઇસ અને સરાકારી સ્વરાજમાં સંભવિત મોટા બદલાવને લઇ મહત્ત્વના પગલા લેવાઇ શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: કરીના કપૂર ખાન નહીં, કંગના રનૌત બનશે ‘સીતા’, અભિનેત્રીએ પોસ્ટ શેર કરી આપી જાણકારી

બોલિવૂડની ‘ક્વીન’ કંગના રનૌત આજકાલ પોતાની ફિલ્મ ‘થલાઇવી’ માટે ઘણી ચર્ચોમાં છે. ત્યારે હવે કંગના રનૌતના હાથે બીજી મોટી ફિલ્મ લાગી છે. જયલલિતાની ભૂમિકા બાદ હવે કંગના ટૂંક સમયમાં ‘માતા સીતા’ની ભૂમિકા ભજવતી જોવા મળશે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન