TopHeadline: 15 april 2019 til 12 pm National Gujarat
  • Home
  • Gujarat
  • [email protected] PM: સુષ્માનું ટ્વીટ, રામપુરમાં થઈ રહ્યુ છે દ્રૌપદીનું વસ્ત્રાહરણ સહિતના સમાચાર

[email protected] PM: સુષ્માનું ટ્વીટ, રામપુરમાં થઈ રહ્યુ છે દ્રૌપદીનું વસ્ત્રાહરણ સહિતના સમાચાર

 | 11:55 am IST

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ અને રામપુરના ઉમેદવાર આઝમ ખાનના નિવેદનથી વિવાદનો મધપુડો છંછેડાયો તથા હાલમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેમાં કઈ પાર્ટી પાસે કેટલું ભંડોળ છે તે દર્શાવવામાં આવ્યુ તેમજ અગામી બે દિવસ રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા અને 14 એપ્રિલના રોજ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યૂ કરી 8 ફિશરમેનોને બચાવી લેવામાં આવ્યા તથા રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઇમનો રેસિયો વધી રહ્યો છે અને ગંભીર કટોકટીનો સામનો કરી રહેલ જેટ એરવેઝ માટે રાહતના સમાચાર આવી ગયા સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: સુષ્માનું ટ્વીટ, રામપુરમાં થઈ રહ્યુ છે દ્રૌપદીનું વસ્ત્રાહરણ, ભીષ્મની જેમ મૌન કેમ છે મુલાયમ?

લોકસભા ચૂંટણી પ્રચારમાં રાજનીતિક જંગ તેઝ થઈ ગયો છે. સમાજવાદી પાર્ટીના દિગ્ગજ અને રામપુરના ઉમેદવાર આઝમ ખાનના નિવેદનથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. પહેલા મહિલા આયોગે આઝમ ખાન પાસે તેના વિવાદિત નિવેદન પર જવાબ માંગ્યો હતો. હવે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ મામલે આઝમ ખાનને બરાબરનો ઘેર્યો છે. સુષ્માએ ટ્વીટ કરીને કહ્યુ કે રામપુરમાં દ્રૌપદીનું ચીર હરણ થઈ રહ્યુ છે, મુલાયમ સિંહે મૌન ધારણ કરવાની ભુલ ન કરવી જોઈએ.

વધુ વાંચવા કરો ક્લિક-2: BJP નહીં, આ પાર્ટી પાસે છે સૌથી મોટું બેન્ક બેલેન્સ, જાણો કઈ પાર્ટી પાસે છે કેટલું બેલેન્સ

લોકસભા ચૂંટણી પર તમામ દિગ્ગજ પાર્ટીઓ પાસે કેટલું ભંડોળ છે તેણે કેટલી રકમ ખર્ચ કરી તે દર્શાવવું જરૂરી છે. હાલમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેમાં કઈ પાર્ટી પાસે કેટલું ભંડોળ છે તે દર્શાવવામાં આવ્યુ છે આ રિપોર્ટ અનુસાર બેન્કમાં રહેલ બેલેન્સના મામલે BSP સૌથી અમીર પાર્ટી છે, જ્યારે ભાજપ આ યાદીમાં 5માં સ્થાન પર છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: જયા પ્રદા પર કરેલ ટીપ્પણીથી પલટ્યાં આઝમ ખાન, કહ્યુ જો સાબિત થશે તો ચૂંટણી નહી લડું

ઉત્તર પ્રદેશની રામપુર લોકસભા બેઠકથી સમાજવાદી પાર્ટી(સપા)ના ઉમેદવાર અને સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન પોતાના નિવેદનથી વિવાદ થતાં પલટી મારી છે. રવિવારે આઝમ ખાને કહ્યું કે મે મારા નિવેદવમાં કોઈનું નામ લીધુ નથી. જો કોઈ સાબિત કરી આપશે કે મે કોઈનું નામ લીધુ છે અને કોઈનું અપમાન કર્યુ છે, તો હું ચૂંટણી નહીં લડુ.

વધુ વાંચવા કરો ક્લિક-4: જખૌના દરિયામાં એક બાર્જ ડૂબ્યું, 7 ક્રુ મેમ્બરને બચાવાયા 1 ગુમ

અગામી બે દિવસ રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે કચ્છનાં અરબી સમુદ્રમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલ ગુજરાતના જખૌનાં દરિયામાં ખરાબ વાતાવરણને કારણે એક બાર્જ ડૂબી ગયાનાં સમાચાર મળ્યાં છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: પોરબંદર: ઈન્ડિયન કોસ્ટગાર્ડે મધ્યરાત્રિએ કર્યું રેસ્ક્યૂ ઓપરેશન, 8 માછીમારોને બચાવ્યા

14 એપ્રિલના રોજ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યૂ કરી 8 ફિશરમેનોને બચાવી લેવામાં આવ્યા હતા. ગઇકાલે મધ્યરાત્રિએ પોરબંદર કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. દીવની પ્રભુ સાગર નામની બોટે માંગરોળથી 35 નોટિકલ માઈલ દૂર દરિયામાં જલસમાધિ લેતા તેમાં સવાર માછીમારોના જીવ જોખમમાં મુકાયા હતા. બોટમાં પાટિયા તૂટી જવાના લીધે પાણી ભરવા લાગ્યું અને ડૂબવા લાગી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-6: સુરતમાં 16 વર્ષના બાળકની આંખમાં દુકાનેદારે નિર્દયી રીતે ડિસમિસ ખોચ્યું, ડોક્ટરો પણ ચોંક્યા

રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઇમનો રેસિયો વધી રહ્યો છે. બીજી બાજુ પોલીસ પણ આવા આરોપીઓને પકડવામાં અસફળ રહેતા તેઓને છુટો દોર મળી રહ્યો છે. આજે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એવી વિચિત્ર ઘટના સામે આવી છે, જેને સાંભળી કે વાંચીને કોઇને પણ ખિન્ન આવી શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: જેટ એરવેઝના પાયલટોએ વિમાન નહીં ઉડાવવાના નિર્ણયને મોકૂફ રાખ્યો

ગંભીર કટોકટીનો સામનો કરી રહેલ જેટ એરવેઝ માટે રાહતના સમાચાર આવી ગયા છે. કંપનીના પાયલોટના સંગઠન નેશનલ એવિએટર્સ ગીલ્ડ (એનએજી) એ આજથી એરક્રાફ્ટ ઉડાન નહી લેવાના નિર્ણયને મોકૂફ રાખ્યો છે. એનએજીના સભ્યોએ એક ઓપન મીટિંગ દરમિયાન આ નિર્ણય લીધો છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: દુનિયાના સૌથી મોટા વિમાને ભરી સફળ ઉડાન, જાણો તેની ખાસિયતો

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક પૌલ એલેનના વિશાળ કરિશ્માએ શનિવારે [13 એપ્રિલ] ના રોજ પ્રથમ વખત આકાશમાં ઉડાન ભરી ઇતિહાસ બનાવ્યો છે. આપણે વાત કરી રહ્યાં છીએ વિશ્વના સૌથી મોટા વિમાન વિશે જેની શરૂઆત વર્ષ 2011માં થઇ હતી.

વધુ વાંચવા કરો ક્લિક-9:ICC વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, જાણો ટીમમાં કોને કોને મળ્યું સ્થાન

ગત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમે આઈસીસી વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 15 સભ્યોની ટીમમાં બેટ્સમેન પીટર હેંડ્સકોમ્બ અને ઝડપી બોલર જોશ હેજલવુડને બહાર રાખવામાં આવ્યા છે, જ્યારે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ટીમમાં વાપસી કરવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: આજે ભારતીય ટીમમાં ચોથા સ્થાન માટે નક્કી થશે ખેલાડી, જાણો કોણ છે પ્રબળ દાવેદારો!

ક્રિકેટના મહાકુંભનો આગામી ૩૦મી મેના રોજથી ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. વર્લ્ડ કપ માટે આજે ૧૫ સભ્યોવાળી ભારતીય ટીમ જાહેર થશે ત્યારે પસંદગીકારો માટે મુખ્ય મુદ્દો બીજા વિકેટકીપર અને ચોથો ક્રમ પર ખાસ ચર્ચા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન