bhavnagar 15 days newborn child murder by aunty and throw in water tank
  • Home
  • Bhavnagar
  • ભાવનગરઃ 15 દિવસના બાળકની હત્યામાં થયો ચોંકાવનારો ખુલાસો

ભાવનગરઃ 15 દિવસના બાળકની હત્યામાં થયો ચોંકાવનારો ખુલાસો

 | 6:02 pm IST

ભાવનગરમાં 15 દિવસના બાળકની હત્યાનો મામલો સામે આવ્યો હતો. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ માસૂમની હત્યા તેના કાકીએ જ કરી હતી.ગઈ કાલે શહેરના કુંભારવાડામાં બાળકના અપહરણ અને હત્યાના સમાચારને કારણે ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. બાવા બાળકનું અપહરણ કરી ગયાની વાત ફેલાતાં ઘટના સ્થળે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પછી બાળકની લાશ ઘરની જ ટાંકીમાંથી મળી આવી હતી, ત્યારે આ હત્યા પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

કુંભારવાડા વિસ્તારમાં સર્કલ નજીક આવેલ કબ્રસ્તાનની સામેનાં મારુતીનગરમાં રહેતા અનિલભાઇ દિનેશભાઇ પરમારના ઘરે ગઈ કાલે સવારે 9-30 વાગ્યે ત્રણ બાવા બાળકનું અપહરણ કરી ગયાની વાત ફેલાતા હડકંપ મચી ગયો હતો. પોલીસે થોડીવારમાં જ બાવાઓને પકડી લીધા હતા. તેમજ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન બાળકની લાશ ઘરની જ ટાંકીમાંથી મળી આવી હતી. જોકે, બાવાઓએ હત્યા કે અપહરણ કર્યાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ પોલીસે પણ ઝીણવટથી તપાસ કરતાં માતાની જેઠાણીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા થોડા દિવસથી બંને વચ્ચે ઝઘડા થઈ રહ્યા હતા. આ કંકાસમાં જેઠાણી લીલાબેને ભત્રીજાની હત્યા કરીને લાશ પાણીના ટાંકામાં ફેંકી દીધી હતી.

બાળક ગુમ થયું ત્યારે માતા તબીબોની સૂચના પ્રમાણે આરામ પર હતા. માતાને સિઝેરિયન હોવાથી ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી હતી. બાવા ભીક્ષામાંગીને ગયા પછી લીલાબેને પારણામાં સૂતેલા ભત્રીજાને ટાંકીમાં નાંખી દીધો હતો. આ પછી તેમણે ભત્રીજાને બાવા ઉઠાવી ગયા હોવાની વાત ફેલાવી હતી.

ઉલ્લેખનિય છે કે પરિવારનો આંતરિત કલેહ આ બાળકની મોતનું કારણ બન્યો છે. ઘરમાં જેઠાણીને દેરાણી ગમતી ન હતી. દેરાણી સાથે બદલો લેવાની ભાવના સાથે જેઠાણીએ કાવતરૂ
રચીને બાળકની હત્યા કરી નાંખી હતી.