15 february 2020 top headline news till the 06 pm
  • Home
  • Featured
  • [email protected]: સૂર્યા મરાઠી હત્યાકાંડમાં મોટું રહસ્ય ખુલ્યું, શાહીનબાગને લઈ આવ્યા મોટા સમાચાર

[email protected]: સૂર્યા મરાઠી હત્યાકાંડમાં મોટું રહસ્ય ખુલ્યું, શાહીનબાગને લઈ આવ્યા મોટા સમાચાર

 | 5:59 pm IST

અમેરિકાના પ્રેસિડેન્ટ ડ્રોનાલ્ટ ટ્રમ્પનું સ્વાગત બનાસકાંઠાના દેશીઢોલ વગાડીને, સૌરાષ્ટ્રના શંખનાદથી થશે. સૂર્યા મરાઠી હત્યાકાંડ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. શાહીનબાગમાં છેલ્લા ઘણા સમયથી CAA અને NRCને લઈ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સંયુક્ત અરબ અમીરાત(યુએઈ) ની રાજધાની અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઈસી)ની લાભાર્થી ગર્ભવતી મહિલાઓને એક મોટી ભેટ આપી છે. અંડર -19 વર્લ્ડ કપમાં ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ રહી ચૂકેલા ભારતના યશસ્વી જયસ્વાલે તેની સફળતાનું રાજ ખોલ્યું છે. સહિતના મહત્વના સમાચાર એક ક્લિકે…. 

વધુ વાંચવા ક્લિક કરો-1: બનાસકાંઠાના દેશી ઢોલે ડોનાલ્ડ ટ્રમ્પનું જાણો કેવું કરાશે સામૈયું, હરકદમ પર ચકાચૌંધ રોશનીનો ભવ્ય નજારો 

અમેરિકાના પ્રેસિડેન્ટ ડ્રોનાલ્ટ ટ્રમ્પનું સ્વાગત બનાસકાંઠાના દેશીઢોલ વગાડીને, સૌરાષ્ટ્રના શંખનાદથી થશે. રાજ્ય સરકારે અમદાવાદ એરપોર્ટ પર અને એરપોર્ટથી ઉમેદ સર્કલ સુધીના રસ્તાની બંને તરફ ટ્રમ્પનું સ્વાગત કરવા 700 જેટલા કલાકારો, ઢોલીઓને પસંદ કરવામાં આવ્યા છે. 

વધુ વાંચવા ક્લિક કરો-2: સુરતમાં સૂર્યા મરાઠી હત્યાકાંડમાં મોટું રહસ્ય ખુલ્યું, હાર્દિકે છરીના 50 ઘા ઝીંકી કેમ કરી હતી કરપીણ હત્યા

સૂર્યા મરાઠી હત્યાકાંડ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજકારણીઓથી માંડી બિલ્ડરો સુધી ઘરોબો ધરાવાતાં સૂર્યાનું કાસળ કાઢવા તેના જ અંગત અને વિશ્વાસુ સાથીદારોને ઢાલ બનાવવામાં આવ્યા હતા. સુરતમાં સૂર્યા મરાઠીની હત્યા મામલે વધુ 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: શાહીનબાગને લઈ આવ્યા મોટા સમાચાર, પ્રદર્શનકારીઓ મહિલાઓએ લીધો મસમોટો નિર્ણય

શાહીનબાગમાં છેલ્લા ઘણા સમયથી CAA અને NRCને લઈ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે દિલ્હીના શાહીનબાગ પ્રદર્શનને લઈ એક મોટા સમાચાર આવ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-4: ભડકાઉ નિવેદનો પર BJPની લાલ આંખ! કેન્દ્રીય મંત્રી ગિરિરાજને ભાજપ અધ્યક્ષે આપી ચેતવણી

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને કાર્યાલય બોલાવ્યા છે. જેપી નડ્ડાએ ગિરિરાજ સિંહના વિવાદિત નિવેદનોને લઈ તેમનાથી સવાલ પૂછ્યા છે. સૂત્રોના હવાલેથી જેપી નડ્ડાએ ગિરિરાજ સિંહને કારણ વગર નિવેદન આપવાથી બચવાની સલાહ આપી છે. 

વધુ વાંચવા ક્લિક કરો-5: મુસ્લિમ દેશમાં PM નરેન્દ્ર મોદીના સપનાનું મંદિર, શ્રદ્ધાળુઓ માટે આવ્યા સારા સમાચાર

સંયુક્ત અરબ અમીરાત(યુએઈ) ની રાજધાની અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ તબક્કાને પાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ મંદિરના નિર્માણ માટે ઇકો-ફ્રેન્ડલી રીત પર ભાર મૂકવામાં આવ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: ગર્ભવતી મહિલાઓને મોદી સરકારની ભેટ, સારવાર માટે મળશે આટલા વધુ પૈસા

નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઈસી)ની લાભાર્થી ગર્ભવતી મહિલાઓને એક મોટી ભેટ આપી છે. આ અંતર્ગત હવે સરકારની ઇ.એસ.આઈ.સી. નેટવર્કની બહારની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલી લાભાર્થી મહિલાઓને 50% વધુ ચૂકવશે.

વધુ વાંચવા ક્લિક કરો-7: અંડર -19 વર્લ્ડ કપમાં ધમાલ કરનાર આ ખેલાડીએ સફળતાનો મંત્ર જણાવ્યો

અંડર -19 વર્લ્ડ કપમાં ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ રહી ચૂકેલા ભારતના યશસ્વી જયસ્વાલે તેની સફળતાનું રાજ ખોલ્યું છે. યશસ્વીએ કહ્યું કે એસ્ટ્રો ટર્ફ પીચમાં પ્રેક્ટિસ કરવાથી તેને દક્ષિણ આફ્રિકાની ઉછાળવાળી પીચો પર રમત રમવા માટે મદદ મળી. જયસ્વાલે ટૂર્નામેન્ટની છ ઇનિંગ્સમાં 400 રન બનાવ્યા હતા. 

વધુ વાંચવા ક્લિક કરો-8: બાપ રે! 2020માં બેસ્ટ ફિલ્મનો ઓસ્કર જીતેલી મુવીની સ્ટોરી કોપી કરેલી છે, લાગ્યો મોટો આરોપ

દક્ષિણ કોરિયન ફિલ્મ પેરાસાઈટએ 2020 ઓસ્કારમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો. ત્યારબાદથી આ ફિલ્મની બધે જ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન તમિલ નિર્માતાએ દાવો કર્યો કે, આ ફિલ્મ તેમની વિજય સ્ટારર ફિલ્મ મિનસારા કન્નાની કોપી છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: આવી રહ્યો છે 2 સેલ્ફી કેમેરાવાળો દુનિયાનો પહેલો ફોન, જાણો ક્યારે થશે લોન્ચ

ચીનની સ્માર્ટફોન કંપની ઓપ્પો ભારતમાં 2 માર્ચે Oppo Reno 3 Pro સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીએ આ ફોનનો 15 સેંકન્ડનો ટીઝર વીડિયો યૂટ્યુબ પર શેર કર્યો છે. આ ફોનને ગયા વર્ષે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ચીનમાં લોન્ચ થયેલ ફોનમાં એક જ સેલ્ફી કેમેરા આપવામાં આવેલ છે.

વધુ વાંચવા ક્લિક કરો-10: PHOTOS: સલમાન ખાન ફરી બોલિવૂડમાં વિદેશમાંથી એક ચહેરો લાવ્યો, ફેન્સ ગાંડાતૂર બન્યા

‘હું મને ભાગ્યશાળી સમજુ છું કે સલમાન જેવા મોટા સ્ટાર સાથે મને કામ કરવા મળ્યું’ આ શબ્દો છે વિદેશી અભિનેત્રી લૈરિસા બોન્સી. આ એક બ્રાઝીલ મોડેલ છ. સલમાન ખાને બોલિવૂડમાં વધુ એક નવા ચહેરાને લોન્ચ કર્યો છે. આમ પણ સલમાન નવી નવી અભિનેત્રીને લોન્ચ કરવા માટે જાણીતો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન