૧૫ જુલાઈએ ચંદ્રયાન-૨ મિશન લોન્ચ કરવામાં આવશે : ઈસરોની જાહેરાત - Sandesh
  • Home
  • India
  • ૧૫ જુલાઈએ ચંદ્રયાન-૨ મિશન લોન્ચ કરવામાં આવશે : ઈસરોની જાહેરાત

૧૫ જુલાઈએ ચંદ્રયાન-૨ મિશન લોન્ચ કરવામાં આવશે : ઈસરોની જાહેરાત

 | 3:02 am IST

। નવી દિલ્હી ।

ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર ભારતનું બીજું પગલું રાખવાની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. ઈસરોના ચેરમેન ડો. કે સિવાને સત્તાવાર જાહેરાત કરી કે ૧૫ જુલાઈએ ચંદ્રયાન-૨ લોન્ચ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે ૧૫ જુલાઈના રાતના ૨ વાગ્યે અને ૫૧ મિનિટે ચંદ્રયાન-૨ ને લોન્ચ કરવામાં આવશે. સિવાને બેંગ્લુરૂમાં આ મિશન સાથે જોડાયેલી એક વેબસાઈટ પણ લોન્ચ કરી હતી. સિવાને કહ્યું કે ચંદ્રયાનના-૩ હિસ્સા હશે જેમાં લેન્ડર, રોવર અને ઓર્બિટર સામેલ છે. રોવર એક રોબોટિક આર્િટકલ છે જેનું વજન ૨૭ કિલો અને લંબાઈ ૧ મીટર છે. લેન્ડરનું વજન ૧.૪ ટન અને લંબાઈ ૩.૫ મિટર છે. ઓર્બિટરનું વજન ૨.૪ ટન અને લંબાઈ ૨.૫ મીટર છે.

ચંદ્રયાન-૨ આવી રીતે ચંદ્રની સપાટીનો સ્પર્શ કરશે

સિવાને કહ્યું કે લેન્ડરને ઓર્બિટરની ઉપર રાખવામાં આવશે. લેન્ડર, રોવર અને ઓર્બિટરને એકીસાથે કંપોઝીટ બોડી કહેવાય છે. આ કંપોઝીટ બોડીને જીએસએલવી મેક-૩ લોન્ચ વ્હીકલમાં રાખવામાં આવશે. ૧૫ જુલાઈના લોન્ચની ૧૫ મિનિટ બાદ  જીએસએલવી સાથે કમ્પોઝીટ બોડીને ઈજેક્ટ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે પ્રોપલ્શન સિસ્ટમ સળગતા કમ્પોઝીટ બોડી ચંદ્ર તરફ આગળ વધશે. ચંદ્રયાન-૨ના ત્રણ  હિસ્સા છે જેમાં ઓર્બિટર ચંદ્રની કક્ષામાં પરિક્રમા કરશે, લેન્ડર  (વિક્રમ) ચંદ્રની ધરતી પર ઊતરશે અને રોવર (પ્રજ્ઞા।ન) ચંદ્રની  ધરતી પર વિવિધ પરીક્ષણ કરશે. વિક્રમ અને રોવર ૯મી સપ્ટેમ્બરે  ચંદ્ર પર ઊતરે એવી શક્યતા છે. રોવરને લેન્ડરની અંદર રાખવામાં  આવશે. ઓર્બિટર અને લેન્ડર મોડયૂલને GSLV MK-III લોન્ચ વિહિકલ  દ્વારા ધરતી પરથી પ્રક્ષેપિત કરાશે. લેન્ડર વિક્રમને ટેસ્ટ વખતે  ક્ષતિ પહોંચી છે તેથી હવે મોડયૂલની ડિઝાઇનમાં પણ ફેરફાર  કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન