15 Million Android Devices in India Infected by Newly Discovered Malware
  • Home
  • Technology
  • એન્ડ્રોઈડ યૂઝર્સ સાવધાન, ભારતમાં થઈ રહ્યો છે મેલવેરનો એટેક

એન્ડ્રોઈડ યૂઝર્સ સાવધાન, ભારતમાં થઈ રહ્યો છે મેલવેરનો એટેક

 | 3:26 pm IST

એન્ડ્રોઇડ સ્માર્ટફોન હાલના દિવસોમાં મેલવેરનો શિકાર થઈ રહ્યાં છે. એક વાર ફરીથી કેટલાક રિસર્ચર્સે નવો મેલવેયર શોધ્યો છે. આ મેલવેયર એન્ડ્રોઇડની એપ્સને પોતાના કોડથી રિપ્લેસ કરે છે. આ Agent Smith નામના મેલવેરથી દુનિયાભરના લગભગ 25 મિલિયન એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ પ્રભાવિત થયા છે.

સૂત્રો અનુસાર આશરે 1.5 કરોડ એન્ડ્રોઇડ ડિવાઇસ આ મેલવેયરથી પ્રભાવિત છે. સિક્યોરિટી ફર્મ ચેક પોઈન્ટે Agent Smith મેલવેયરને શોધ્યો છે. આ મેલવેયર એન્ડ્રોઇડ OSની નબળાઇનો ફાયદો ઊઠાવી સ્માર્ટફોનમાં એપ્સને ખતરનાક વર્ઝનની એપ્સથી રિપ્લેસ કરી દે છે.

મહત્વની વાત એ છે કે આ મેલવેર યૂઝરની પરમિશન વગર જ એપને ખતરનાક કોડથી રિપ્લેસ કરી લે છે. ચેક પોઈન્ટના મોબાઇલ થ્રેડ ડિટેક્શન રિસર્ચ હેડ Jonathan Schimonovich એ જણાવ્યું કે, ‘આ મેલવેયર ખાનગી રીતે યૂઝર્સ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવેલી એપ્સને અટેક કરે છે અને આ સામાન્ય એન્ડ્રોઇડ યૂઝર્સ માટે શોધવું અશક્ય બની જાય છે.’

આ Agent Smith મેલવેયર ડિવાઇસમાં બ્રોડ એક્સેસ લઇને યૂઝર્સને છેતરપિંડીની જાહેરાત દેખાડે છે, જો કે આ મેલવેયર કોઈ મોટા હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. સૂત્રો પ્રમાણે આ મેલવેયરથી બેંકિંગ રિલેટેડ જાણકારીઓ ચોરી થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન