15 students of this university will go abroad for training
  • Home
  • Gujarat
  • ગુજરાતની આ યુનિ.ના 15 વિદ્યાર્થીઓ ટ્રેનીંગ માટે વિદેશ જશે

ગુજરાતની આ યુનિ.ના 15 વિદ્યાર્થીઓ ટ્રેનીંગ માટે વિદેશ જશે

 | 12:37 pm IST
  • Share

  • તાલીમ માટે દુબઇ, થાઇલેન્ડ, અમેરિકા જશે

  • તમામ ખર્ચ કૃષિ યુનિ. દ્વારા આપવામાં આવશે

     

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 15 વિદ્યાર્થીઓને ખેતી માટેની વિવિધ ટેકનોલોજીનો અભ્યાસ કરવા 3 મહિના માટે વિદેશ મોકલવામાં આવશે. જેમાં વર્લ્ડ બેન્ક, આઇસીએઆર ન્યૂ દિલ્હી અને જૂનાગઢ કૃષિ યુનિ.ના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રિય ટ્રેનીંગનું આયોજન કરાયું છે.

5 વિદ્યાર્થીઓને અમેરિકા મોકલવામાં આવશે

કૃષિ યુનિવર્સિટીના 15 વિદ્યાર્થીઓ ખેતીમાં ટેક્નોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે માટે વિદેશ અભ્યાસ માટે મોકલવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત 15 વિદ્યાર્થીઓ ત્રણ મહિના માટે વિદેશ જઇ ટ્રેનીંગ મેળવશે. આ ટ્રેનીંગમાં 4 વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર બાયોસલાઇન એગ્રીકલ્ચર દુબઇ ખાતે, 5 વિદ્યાર્થીઓને એશિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી થાઇલેન્ડ ખાતે, 1 વિદ્યાર્થીને હર્બ્રુ યુનિવર્સિટી ઓફ જેરૂસલેમ ઇઝરાઇલ અને 5 વિદ્યાર્થીઓને યુનિ.ઓફ કેલીફોર્નિયા, યુસી ડેવીસ અમેરિકા ખાતે મોકલવામાં આવશે.

તમામ ખર્ચ જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા આપવામાં આવશે

આંતરારાષ્ટ્રિય ટ્રેનીંગમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને ગ્રીનહાઉસ ટેકનોલોજી, કૃષિમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ, ખારાસ વાળી જમીનમાં ખેતીની નવી પદ્ધતિઓ, કૃષિ ક્ષેત્રમાં ખાતર અને પિયતનું આયોજન, ખેતી પાકોમાં આવતા વિવિધ જીવ જંતુ અને ફૂગને અટકાવવાના ઉપાયો તેમજ નર્સરીમાં બાગાયતી પાકોનું આયોજન જેવા વિષયો પર તાલીમ પ્રાપ્ત કરશે. આમ આ ટ્રેનીંગ માટેનો તમામ ખર્ચ જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા આપવામાં આવશે. અગાઉ 2018-19 અને 2019-20માં 24 વિદ્યાર્થીઓને ટ્રેનીંગ માટે મોકલવામાં આવ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો