ઘોર કળિયુગ: 15 વર્ષ ના કિશોરનો સાડાચાર વર્ષની બાળકી પર બળાત્કાર - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • ઘોર કળિયુગ: 15 વર્ષ ના કિશોરનો સાડાચાર વર્ષની બાળકી પર બળાત્કાર

ઘોર કળિયુગ: 15 વર્ષ ના કિશોરનો સાડાચાર વર્ષની બાળકી પર બળાત્કાર

 | 9:36 pm IST

બોડેલી નજીક એક ગામમાં 15 વર્ષના કિશોરે કેરી ખવડાવવાની લાલચ આપીને સાડાચાર વર્ષની બાળાને ખેતરે લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હોવાનું બહાર આવતા બોડેલી પોલીસે બાળાનું મેડિકલ કરાવીને વડોદરા રીફર કરાવી હતી. જ્યારે કિશોરને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવાયો હતો.

બોડેલી નજીકના એક ગામમાં 15 વર્ષના કિશોરે સાડાચાર વર્ષની બાળાને કેરી ખવડાવવાના બહાને ખેતર લઈ ગયો હતો અને બાળકી પર બળાત્કાર કર્યો હતો. ઘરે જઈને બાળકીએ ગુપ્ત ભાગે દુખાવાની ફરિયાદ કરતાં તેને બોડેલીના દવાખાને લઈ જવાઈ હતી. જ્યાં ડોકટરે તપાસતા બળાત્કાર થયાનું કહેતા જ માતા પિતા ચોકી ઉઠયા હતા. બોડેલી પોલીસને બનાવની જાણ કરાઈ હતી, જેથી મેડિકલ કરાવીને બાળકીને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરી હતી જ્યારે દુષ્કર્મ આચરનારા કિશોરને પકડી લાવીને બોડેલી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી. આ બનાવને લઈને બોડેલી વિસ્તારમાં કિશોર સામે ફિટકારની લાગણી ઉભી થઈ છે.