મહેસાણા : 15 વર્ષના કિશોરની ઘરની પાસે જ છરી મારીને હત્યા કરાઈ - Sandesh
  • Home
  • Gujarat
  • મહેસાણા : 15 વર્ષના કિશોરની ઘરની પાસે જ છરી મારીને હત્યા કરાઈ

મહેસાણા : 15 વર્ષના કિશોરની ઘરની પાસે જ છરી મારીને હત્યા કરાઈ

 | 9:18 am IST

મહેસાણાના બલોલ ગામે ગત મોડી રાત્રે 15 વર્ષના કિશોરની હત્યા કરવામાં આવી છે. કિશોરની હત્યાને પગલે ગામમાં અરેરાટી અને ભયનો માહોલ પ્રસરી ગયો છે. જેથી પોલીસે આ હત્યા અંગેની તપાસ શરૂ કરી છે. 15 વર્ષના કિશોરની ગામ પાસે આવેલ ભવાની માતાના મંદિર પાસે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.

બલોલ ગામમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ર્કિતીભાઈ પટેલનો 17 વર્ષનો પુત્ર નીલ સોમવારે રાત્રે 9.30 કલાકે ઘરેથી વેફર લેવા જવાનું કહી પાર્લર ઉપર નીકળ્યો હતો. અડધો કલાક જેટલો સમય થવા છતાં નીલ પરત ન આવતા તેના પિતાએ તેને મોબાઈલ ફોન કર્યા હતા. પરંતુ પુત્ર ફોન ઉપાડતો ન હોય તેમને ટેન્શન થયુ હતુ. તેથી તેના પિતા તેને શોધવા નીકળ્યા હતા. ગામમાં આવેલા ભવાની માતાના મંદિર પાસેા જોષી માઢના નાકે તેમની નજર જમીન પર પડેલ એક વ્યક્તિ પર પડી હતી. તેની નજીક જતા તે તેમનો દીકરો નીલ નીકળ્યો હતો. નવજુવાન દીકરાના લાશ જોઈ તેઓ હેબતાઈ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. જેને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

નીલની હત્યા કોને અને કેમ કરી તે મુદેે ઉઠેલા રહસ્ય વચ્ચે સાંથોલ પોલીસની સાથો સાથ મહેસાણા એલસીબી, એસઓજી સહિતનો પોલીસનો કાફલો બનાવસ્થળે પહોંચી જઈ તપાસનો દોર લંબાવ્યો હતો.