15 વર્ષની ઉંમરની આ છોકરીએ તોડ્યો સચિન તેંડુલકરનો 30 વર્ષ જુનો આ રેકોર્ડ

15 વર્ષની શેફાલી વર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાફ સેન્ચુરી ફટકારનાર ભારતની સૌથી યુવા ખેલાડી બની ગઈ છે. તેણે સચિન તેંડુલકરનો 30 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શેફાલીએ વેસ્ટ ઈન્ડીઝની સામે પહેલી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 49 બોલમાં 73 રનની પારી રમી હતી, જેનાથી ભારતીય ટીમે શનિવારે 84 રનથી જીત હાંસલ કરી હતી.
પોતાની પાંચમી ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી રહેલી શેફાલીએ પોતાની પારીમાં છ સિક્સ અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. શેફાલીએ આ ઉપલબ્ધિ 15 વર્ષ અને 285 દિવસની ઉંમરની હાંસલ કરી છે. આ રીતે તેણે મહાન ક્રિકેટર તેંડુલકરને પાછળ રાખી દીધો છે, તેણે પોતાની પહેલી ટેસ્ટ હાફ સેન્ચુરી 16 વર્ષ અને 214 દિવસની ઉંમરે બનાવી હતી.
The explosive 15-year-old Shafali Verma scored her maiden half-century in the first T20I against West Indies Women today in St Lucia. Shafali is the youngest Indian ever to score an int'l fifty👏🏾👏🏾 #TeamIndia pic.twitter.com/O2MfVdNBOv
— BCCI Women (@BCCIWomen) November 10, 2019
હરિયાણાની આ યુવા ખેલાડીએ ગત મહિને સુરતમાં દક્ષિણ આફ્રિકાની સામે પોતાના કેરિયરની બીજી ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 46 રનની પારી રમી હતી. ઉલ્લેખનીય છે કે, શેફાલી વર્મા (73) અને સ્મૃતિ મંધાના (67)ની સલામી જોડીએ હાફ સેન્ચુરી પારીને કારણે ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝ પર 84 રનથી સરળ જીત હાંસલ કરી હતી.
આ વીડિયો પણ જુઓઃ
ગુજરાતમાં રૂ.1900 કરોડના ખર્ચે બનશે CNG ટર્મિનલ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન