150 sheeps die together in Kutch
  • Home
  • Bhuj
  • કચ્છમાં એક સાથે 150 ઘેંટા મોતને ભેટ્યાં, માલધારીઓમાં ફફળાટ

કચ્છમાં એક સાથે 150 ઘેંટા મોતને ભેટ્યાં, માલધારીઓમાં ફફળાટ

 | 8:54 pm IST

કચ્છથી સ્થળાંતર કરી ઘેંટા-બકરાને ઘાસચારો ખવડાવવા ફરતા કચ્છના માલધારી થોળ સીમમાં ચરાવતા હતા ત્યારે 150 ઘેંટા મરણ પામેલ છે. કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. ખોરાકી ઝેરની અસર અથવા તો દુષિત પાણીની અસર

કડી તાલુકાના થોળ ગામે છેલ્લા 4 દિવસમાં 150 ઘેટા સીમમાં જુદી જુદી જગ્યાએ મરણ ગયેલ છે. જેમાં મુખ્યત્વે એન.કે. તેલ બનાવતી કંપનીની બાજુમાં, સિમ્ફની કુલરની પાછળ ટ્રાયો કંપનીની પાછળ અને અન્ય જગ્યાએ ઘેટા મરણ ગયેલ છે.

થોળ ગામની અને ઝાલોરા ગામની સીમમાં છેલ્લા 7/8 દિવસથી જુદીજુદી જગ્યાએ વસવાટ કરતા કચ્છના માલધારીઓએ ઘેટાં બકરા સાથે પડાવ નાખ્યો હતો. જેમાં છેલ્લા4 દિવસથી 150 ઘેંટાના કરુણ મોત થયા છે. તેમના મોત નીપજતા માલધારીઓમાં ફફળાટ સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. તેઓએ સ્થાનિક પંચાયતના સભ્યને જાણ કરતા સમગ્ર ઘટના બહાર આવી છે. કચ્છમાં દુકાળને પગલે નવરાત્રિથી સ્થળાંતર કરી આવેલા કચ્છના માલધારીઓ મુખ્યત્વે (ઉ.ગુ.)ના ગામડામાં ચરાવવા માટે આવતા હોય છે.

માલધારી રબારી મેઘાભઈ ભગુભાઈ મું.કાનમેર તા.રાપર જિ.કચ્છ ભૂજ, નારણભાઈ વીરાભઈ, રામજીભાઈ લાખાભાઈ તમામ રહે.કાનમેર (કચ્છ)ના જણાવ્યા અનસાર રૃબરૃ વાતચીત કે અમો છેલ્લા 4 દિવસથી થોળની સીમમાં ઘેંટા બકરા ચરાવતા હતા તેમાં 23 તારીખના રોજ થોળની સીમમાં ઘેટા કંઈક ખોરાકી અસર થઈ હોય કે દૂષિત (તલાવડીનું) પાણી પીધું હોય તેમ જણાવેલ છે જેનાથી છેલ્લા 4 દિવસથી અંદર અમારા ત્રણેય ભાઈઓના કુલ 150થી વધારે ઘેંટા ટપ ટપ મરણ ગયેલ છે. નિઃસહાય માલધારી કોની પાસે જાય ? અમારા સઘડું લુંટાઈ ગયું છે. અમને આશરો કોનો કોઈને વાતચીત કરતા ડર ગભરૃ માલધારીઓએ થોળની સીમ છોળી દીધી છે. તેમના પરિવાર કલ્પાંત કરે છે. રૃ.9 લાખનો માલ અમારો મરણ ગયેલ છે. જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય તો માલધારીઓને રાહત થાય તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન