સાઉદીમાં ભારતીયો માટે 15 હજાર કિલો ભોજન સામગ્રીનું વિતરણ - Sandesh
  • Home
  • NRI
  • સાઉદીમાં ભારતીયો માટે 15 હજાર કિલો ભોજન સામગ્રીનું વિતરણ

સાઉદીમાં ભારતીયો માટે 15 હજાર કિલો ભોજન સામગ્રીનું વિતરણ

 | 5:14 pm IST

સાઉદી અરેબિયામાં ભારતીય કામદારોને મહિનાઓથી પગાર નહીં ચૂકવાતા તેઓ કફોડી સ્‍થિતિમાં મુકાઈ ગયા છે. આ અંગેના અહેવાલ મળતાં જ ભારતથી અધિકારીઓ દોડી ગયા છે. તથા કોન્‍સ્‍યુલ જનરલ ઓફિસ દ્વારા જરૂરિયાતમંદ ભારતીયોને ફુડ વિતરણ શરૂ કરી દેવાયુ છે. અત્યાર સુધી આ રીતે ૧૫ હજાર કિ.ગ્રા. જેટલી ભોજન સામગ્રીનું વિતરણ કરાયું છે.

ભારતના રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વિજયકુમાર સિંઘએ પણ સ્‍થાનિક શ્રમ મંત્રાલય સહિતના સત્તાધીશો સાથે ચર્ચા વિચારણા કરી હતી. ભારતીય કામદારોને પગાર ચૂકવવાની તથા વીઝા રીન્‍યુ કરવાની અથવા એક્‍ઝીટ વીઝા વિના મૂલ્‍યે પરા પાડવાની વ્‍યવસ્‍થા કરવાનું આયોજન ગોઠવ્‍યું છે.

સાઉદી અરેબિયામાં ૧૦ મિલીયન જેટલા એશિયન કામદારો કન્‍સ્‍ટ્રકશન મજુરો, ડ્રાઈવર, કિલનર, સહિતની નોકરીઓમાં રોકાયેલા છે. પરંતુ છેલ્લા થોડા સમયથી ક્રૂડના ભાવો ઘટતા મંદી પ્રવર્તતી હોવાથી કન્‍સટ્રકશન સહિતના ધંધા-રોજગારમાં પણ મંદી આવી ગઈ છે. આથી કામદારો કફોડી સ્‍થિતિમાં મુકાયા છે. આ કામદારોને પગાર પણ મળતા નથી તેમજ વતનમાં પાછા ફરવાનો ઓબ્‍જેકશન સર્ટિફિકેટ પણ મળતું નથી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન