15th February 2019 12 pm headline news
  • Home
  • Gujarat
  • News @12 PM: J&K હુમલા મામલે CCS બેઠક પૂર્ણ, બે મોરચે લડશે મોદી સરકાર સહિતના ન્યૂઝ

News @12 PM: J&K હુમલા મામલે CCS બેઠક પૂર્ણ, બે મોરચે લડશે મોદી સરકાર સહિતના ન્યૂઝ

 | 11:56 am IST

પુલવામા હુમલાને લઇને CCS બેઠક પૂર્ણ, બે મોરચે લડશે મોદી સરકાર તથા દેશની રક્ષા કરતા શહીદ થયેલા 37 જવાનોમાંથી 12 ઉત્તર પ્રદેશનાં સૂપત તેમજ પુલવામામાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને યુરોપની વિમાન બનાવતી દિગ્ગજ કંપની એરબસે તેનાં જંબો જેટ A380નું પ્રોડક્શન બંધ કરવાની જાહેરાત કરી તથા સિનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વર્તમાન ચેમ્પિયન સાઇના નેહવાલે કોર્ટને ખરાબ જોઈ પોતાની સિંગલ્સની મેચ રમવાનો ઇનકાર કરી દેતાં વિવાદ સર્જાયો  સહિતના મહત્વનાં સમાચાર એક ક્લિકે…

વધુ વાંચવા ક્લિક કરો-1: LIVE: પુલવામા હુમલાને લઇને CSS બેઠક પૂર્ણ, બે મોરચે લડશે મોદી સરકાર

જમ્મુ-કાશ્મીરનાં પુલવામાનાં અવંતિપોરામાં CRPF જવાનો પર થયેલા આતંકવાદી હુમલાને લઇને પ્રધાનમંત્રી આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટીની મહત્વની બેઠક ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં થઇ રહેલી આ બેઠકમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, એનએસએ અજીત ડોભાલ, સુરક્ષા એજન્સીઓનાં અધિકારીઓ ઉપરાંત ત્રણેય સેનાનાં અધ્યક્ષ પણ સામેલ છે.  

વધુ વાંચવા ક્લિક કરો-2: પુલવામામાં શહીદ દેશનાં 37 સપૂતોમાંથી 12 તો આ રાજ્યનાં લાલ

જમ્મૂ-કાશ્મીરનાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં CRPFનાં અત્યાર સુધી 37 જવાનો શહીદ થઇ ચુક્યા છે. આ ઉપરાંત ઘણા ઘાયલ છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. જે આતંકીએ આ હુમલાને અંજામ આપ્યો તે આતંકી આદિલ અહમદ ડાર છે. દેશની રક્ષા કરતા શહીદ થયેલા 37 જવાનોમાંથી 12 ઉત્તર પ્રદેશનાં સૂપત હતા. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોમાં બે બિહારનાં અને ત્રણ રાજસ્થાનનાં લાલ હતા.

વધુ વાંચવા ક્લિક કરો-3: પુલવામા હુમલો: અસફળ રહી સુરક્ષા એજન્સીઓ કે ભારે પડી સુરક્ષાબળોની આ મોટી ભૂલ?

પાકિસ્તાનમાં બેઠેલા જૈશ-એ-મોહમ્મદનાં આતંકી મસૂદ અજહરનાં ઇશારે પુલવામામાં એવો આતંવાદી હુમલો થયો છે જેણે સમગ્ર દેશને હલાવી દીધો છે. આ આતંવાદી હુમલા બાદ જૈશને જડમૂળથી નષ્ટ કરવાનો અવાજ ઉઠી રહ્યો છે, પરંતુ એ પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે સુરક્ષા એજન્સીઓનાં એલર્ટને કોણે અવગણ્યું? પુલવામા હુમલાથી સમગ્ર દેશ સ્તબ્ધ છે, દુ:ખી છે અને આક્રોશિત છે. ગુરૂવારે થયેલા આ આતંકી હુમલામાં અત્યાર સુધી 37 CRPFનાં જવાનો શહીદ થયા છે.

વધુ વાંચવા ક્લિક કરો-4:J&Kમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર, BJPનાં તમામ કાર્યક્રમો રદ

પુલવામામાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IBના એલર્ટ બાદ સુરક્ષાના ભાગરૂપે ચેકિંગ શરૂ કરાયું છે. જેમાં રાજ્યભરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપાસ શરૂ કરાઇ છે. તેમજ પોલીસ, ડૉગ સ્ક્વોર્ડ, બોમ્બ સ્ક્વોર્ડ દ્ગારા તપાસ થઇ રહી છે. રેલવે સ્ટેશન, મોલ મલ્ટીપ્લેક્સ સહિત તમામ સ્થળોએ ચેકિંગ તથા પોલીસ દ્ગારા વાહનો રોકીને તપાસ હાથ ઘરાઇ છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને પગલે આક્રોશની આગ ફાટી નિકળી, ઠેર ઠેર રેલી દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલી

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને પગલે દેશ ભરમાં આક્રોશની આગ ફાટી નિકળી છે. ત્યારે ગુજરાતાં પણ ઠેર ઠેર રેલીઓ યોજીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપવા લોકો ઉમટી પડ્યા છે. રાજ્યભરમાં રાજકોટ, મોરબી, સુરત, વડોદરા, અમદાવાદ અને દાહોદ સહિતની જગ્યાઓએ સ્થાનિકઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે રેલી યોજી હતી.

વધુ વાંચવા ક્લિક કરો-6:ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક ડો.જ્હોન વેનરએ ગિરનારના જંગલ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

ગિરનાર જંગલના ઝાડવે-ઝાડવે ફરી ૩૦૦ પાનાનું એક એવા 35 ચેપ્ટરો સાથેનો 105૦૦ પાનાનો દળદાર ગ્રંથ એક વૈજ્ઞાનિકે તૈયાર કર્યો છે. જૂનાગઢના અદભૂત તરંગો મને ગિરનાર તરફ ખેંચી લાવે છે, વન્ય સંપદાના અભ્યાસુ ડો.જહોન વેનરે જણાવ્યું હતુ. તેઓ વીસ વર્ષથી ગિરનાર આવે છે. ઓસ્ટ્રેલીયન વૈજ્ઞાનિક ડો.જ્હોન કહે છે કે અહિં બધુ જ વિશિષ્ટ લાગે છે અને ગિરનારના પ્રભાવક વાઈબ્રેશનોએ તેમને અહિં સંશોધન કરવા પ્રેરિત કર્યા હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-7:વિશ્વનું સૌથી મોટું પ્રવાસી વિમાન એરબસ A380નાં વળતાં પાણી, જાણો કારણ

યુરોપની વિમાન બનાવતી દિગ્ગજ કંપની એરબસે તેનાં જંબો જેટ A380નું પ્રોડક્શન બંધ કરવાની જાહેરાત કરતાં જર્મની અને ફ્રાન્સની હજારો નોકરીઓ પર તલવાર લટકી રહી છે. કંપની દ્વારા સત્તાવાર નિવેદનમાં કહેવાયું છે કે A380નાં પ્રોડક્શનમાં જંગી ખોટ થઈ રહી હોવાથી કંપનીએ આ વિમાન બનાવવાનું બંધ કરવાનો નિર્ણય લેવો પડયો છે. 2021ની સાલમાં આ વિમાનનું ઉત્પાદન બંધ થવાનું છે. A380 વિશ્વનું પહેલું ડબલ ડેકર પ્રવાસી વિમાન છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: શેર બજારની કમજોર શરૂઆત, સેન્સેક્સમાં 34 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 10750ના સ્તર પર

અઠવાડિયાના છેલ્લા કારોબારી સત્રમાં શુક્રવારે શેરબજારે કમજોર શરૂઆત કરી છે. દિવસના 9 કલાક અને 17 મિનિટ પર સેન્સેક્સમાં 34 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે અને 35,842ના સ્તર પર અને નિફ્ટીમાં 6 પોઈન્ટની તેજી સાથે 10,752 પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાં 22 લીલા નીશાન પર, 28 લાલા નીશાન પર કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએતો નિફ્ટી મિડકેપમાં 0.51 ટકાના ઘટાડા સાથે અને સ્મોલકેપ 0.26 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: હાર્દિક પંડ્યા પર એલી અવરામે કાઢી ભડાસ અને કહી દીધી એવી વાત કે…

એલી અવરામ અને હાર્દિક પંડ્યાની ખબરો મીડીયામાં સતત આવી રહી છે. આ બન્નેની ઘણી એવી ખબરો સામે આવી હતી જેનાથી હવે એલી અવરામ ખૂબ નારાજ થઇ ગઇ છે. હવે એલીએ પોતે આ દરેક ખબરો પર તેની ચુપ્પી તોડી છે અને કહ્યું છે કે આખરે આ સંબંધની સચ્ચાઇ શુ હતી.

વધુ વાંચવા ક્લિક કરો-10:સિનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સાઇનાએ મેચ રમવાનો કર્યો ઇનકાર, કારણ જાણી રહેશો દંગ

સિનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુરુવારે વર્તમાન ચેમ્પિયન સાઇના નેહવાલે કોર્ટને ખરાબ જોઈ પોતાની સિંગલ્સની મેચ રમવાનો ઇનકાર કરી દેતાં વિવાદ સર્જાયો હતો. સાઇનાની સાથે તેના પતિ પારુપલ્લી કશ્યપ અને બી. સાંઈ પ્રણિથે પણ આ કારણોસર પોતાની મેચ ન રમવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ વિવાદ બાદ બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા (BAI)ના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને તેઓએ સાઇના, પારુપલ્લી કશ્યપ અને સાઈ પ્રણિથને રમવા માટે મનાવી લીધા હતા. નેશનલ સિનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ આસામ બેડમિન્ટન એકેડમીના ત્રણ કોર્ટ પર રમાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન