15th February 2020: News Brief in 9 AM
  • Home
  • Featured
  • ન્યૂઝ ઇન બ્રિફ @ 9 AM : ટૂંકમાં જાણો આજના મહત્વના સમાચારો

ન્યૂઝ ઇન બ્રિફ @ 9 AM : ટૂંકમાં જાણો આજના મહત્વના સમાચારો

 | 8:55 am IST

અમદાવાદમાં હાલ ચારેયકોર ટ્રમ્પ આવવાના છે તેને લઇને જ ચર્ચાઓ ચાલી રહી છે. તો એમ પણ કહેવાય છે કે ગણતરીની મિનિટો માટે આવી રહેલા ટ્રમ્પ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસ પોતાના ભરડામાં લઇ રહ્યો છે. દરેક મિનિટે કોરોના કાળ બનીને ત્રાટકી રહ્યો છે. તો વુહાનથી ભારતીયોને પરત લઇને આવેલા એરઇન્ડિયાના કેપ્ટન અમિતાભ સિંહે ભયંકર અનુભવ શેર કર્યો સહિતના અગત્યના સમાચાર

રાજ્યના સમાચાર

અમદાવાદ: ટ્રમ્પની ગણતરીના કલાકોની ઈવેન્ટ માટે 130 કરોડનો ધુમાડો

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવે છે, થોડા જ કલાકો માટે. આઘાતજનક બાબત એ છે કે આ બધું જ મોટેરામાં સુધરી રહ્યું છે પણ શહેરમાં બીજે ઠેર ઠેર ગંદકી, પીવાના પાણીના પ્રશ્નો, સલામતીની ચિંતા, ખરબચડા રસ્તા યથાવત્ છે.

અનામત મુદ્દે 17મી ફેબ્રુઆરીથી કોંગ્રેસ ધરણા, વિરોધ પ્રદર્શન, પદયાત્રા કરશે  

ભાજપ સરકાર-આરએસએસની વિચારધારા અનામત ખતમ કરી નાંખવાની છે, ભાજપ સરકાર ગાંધીનગરમાં ૬૬ દિવસથી ચાલી રહેલા આંદોલનનું નિરાકરણ કરતી નથી, વર્ગ વિગ્રહનો માહોલ ઊભો થાય તેવું સરકારનું ષડ્યંત્ર.

રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીનથી ભારતીયોને એરલિફ્ટ કરાવનાર પાયલટે વુહાનનો ભયાનક અનુભવ કર્યો શેર

ચારેયબાજુ સન્નાટો પ્રસરી ગયો હતો. ચમકીલા રસ્તા પર માયૂસી છવાયેલી હતી. એરપોર્ટને પ્લેનની સાથે બંધ કરી દેવાયા હતા. 

ચીનમાં દર મિનિટે કોરોના વાયરસ કાળ બની ત્રાટકયો, 24 કલાકમાં મોતનો આંકડો જાણી લાગશે ધ્રાસકો

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસ પોતાના ભરડામાં લઇ રહ્યો છે. 

બિઝનેસ સમાચાર

ટ્રમ્પની અમદાવાદની મુલાકાત ઇન્ડિયન ઇકોનોમીને બૂસ્ટર ડોઝ આપી શકે છે

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફર્સ્ટ લેડી મિલેનિયા સાથે ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ ઇન્ડિયા આવી રહ્યાં છે.

સ્પોર્ટ્સ સમાચાર

ક્રિકેટના ભગવાન સચિને કર્યો મોટો ખુલાસો, તેનો પહેલો પ્રેમ પત્ની અંજલિ નથી પરંતુ…

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરે ફેન્સને જણાવ્યું કે તેની લાઇફમાં પહેલો પ્રેમ કોન છે. તમને જણાવી દઇએ કે સચિને અંજલિ તેંદુલકરથી લગ્ન કર્યા છે. જોકે, તે તેનો પહેલો પ્રેમ નથી અને શુક્રવારે સચિને જણાવ્યું કે તેનો પહેલો પ્રેમ કોણ છે.

જ્યોતિષ ધર્મના સમાચાર

સૌથી મોટું ગ્રહ પરિવર્તન, ગુરુ કરશે મકર રાશિમાં ગોચર, આ 7 રાશિ પર થશે અસર

ગુરુના ગોચરનો પ્રભાવ 12 રાશિ પર શુભ અસર થશે. તો આવો જોઇએ ગુરુના ગોચરનો તમારી રાશિ પર શુ અસર પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન