15th February 2020 Top Headline news Till The 12 PM
  • Home
  • Gujarat
  • [email protected]: અમદાવાદ એરપોર્ટ 6 કલાક માટે થશે બંધ, તુર્કીને ભારતનો જડબાતોડ જવાબ

[email protected]: અમદાવાદ એરપોર્ટ 6 કલાક માટે થશે બંધ, તુર્કીને ભારતનો જડબાતોડ જવાબ

 | 11:32 am IST

ટ્રમ્પના આગમનનાં કારણે 24 ફેબ્રુઆરીએ અમદાવાદની અનેક ફ્લાઈટ ડાયવર્ટ કરી દેવામાં આવશે, અમદાવાદ એરપોર્ટને 6 કલાક માટે નો ફ્લાઇટ ઝોન જાહેર કરાશે, જાણો ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદ પ્રવાસનો કાર્યક્રમ, શિવસેનાએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, AAPનાં નેતાએ અનુપમ ખેરની ઈજ્જતના લીરેલીરા ઉડાડ્યાં, ટ્રમ્પે કહ્યું કે તેઓ પોતાના ભારત પ્રવાસને લઇ ખૂબ ઉત્સુક છે, અનિલ અંબાણીએ પોતાને કંગાળ ગણાવતા કર્મચારીઓમાં નિરાશા, મહિલાને 80 હજારમાં વેચી મરાયા બાદ વૃદ્ધ દ્વારા બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, સૈફ અલી કાનની પત્નીને બાથ ભરીને આમિરે કહ્યું- મારે તારી સાથે હજુ વધારે રોમાન્સ કરવો છે સહિતના મહત્વના સમાચાર એક ક્લિકે…

વધુ વાંચવા ક્લિક કરો-1: ડોનાલ્ડ ટ્રમ્પ ઇફેક્ટ! અમદાવાદ એરપોર્ટ 6 કલાક માટે થઇ જશે બંધ

ટ્રમ્પના આગમનનાં કારણે 24 ફેબ્રુઆરીએ અમદાવાદની અનેક ફ્લાઈટ ડાયવર્ટ કરી દેવામાં આવી છે. ટ્રમ્પના આગમનના દિવસે અમદાવાદની ફ્લાઈટને અસર થશે.

વધુ વાંચવા ક્લિક કરો-2: તુર્કીએ પાકિસ્તાનનું ઉપરાણું લઇ કાશ્મીર મુદ્દો છંછેડતા ભારતે જડબાતોડ જવાબ આપ્યો, કહી દીધું કે…

કાશ્મીરને લઇ તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એર્દોગાને આપેલા નિવેદનનો ભારે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે તુર્કીને અમારા આંતરિક મામલામાં દખલ ના કરવાનું કહી દીધું. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે તુર્કીના નેતૃત્વથી ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ના કરવા અને તથ્યોની યોગ્ય સમજ વિકસિત કરવાની અપીલ કરીએ છીએ, જેમાં પાકિસ્તાનથી ભારત અને ક્ષેત્રમાં આતંકવાદથી ફેલાવનારા ગંભીર ખતરા પણ સામેલ છે. ભારત જમ્મુ અને કાશ્મીરના તમામ સંદર્ભોનો અસ્વીકાર કરે છે, જે ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: શિવસેનાએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, ટ્રમ્પે ભારત આવતા પહેલાં કડવા કારેલા મોકલાવ્યા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવવાના છે. તેઓ 24મી ફેબ્રુઆરીના રોજ ભારત આવી રહ્યા છે આ દરમ્યાન અમદાવાદ અને નવી દિલ્હીમાં રહેશે. ટ્રમ્પની આ યાત્રા પર શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કેન્દ્ર સરકાર બરાબર આડા હાથ લીધી છે.

વધુ વાંચવા ક્લિક કરો-4: “ભારત જવાનો છું” એમ કહી ડોનાલ્ડ ટ્રમ્પે ઝકબરબર્ગને યાદ કરતા મોદી અંગે શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસને લઇ કેટલાં ઉત્સાહિત છે. એક ટ્વીટ પરથી તેનો અંદાજો લગાવી શકો છો. જ્યારે તેમને ખબર પડી કે ફેસબુક પર લોકપ્રિયતાના મામલામાં તેઓ પોતાને નંબર વન જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નંબર બે છે તો તેને પણ પોતાની યાત્રા સાથે જોડી દીધું. ટ્રમ્પે કહ્યું કે તેઓ પોતાના ભારત પ્રવાસને લઇ ખૂબ ઉત્સુક છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: AAPનાં નેતાએ અનુપમ ખેરની ઈજ્જતના લીરેલીરા ઉડાડ્યાં, એવી વિવાદિત ટિપ્પણી કરી કે…

અભિનેતા અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સામાજીક અને રાજનીતિના મુદ્દા પર તેનાથી બોલ્યા વગર ન રહેવાનું એવું કહેવું જરાય ખોટું પડે એમ નથી. તે પોતાના વિચારો અવાર નવાર સોશિયલ મીડિયા પર મુકતા રહે છે. પરંતુ હાલમાં જ તેણે બ્રિટનના નવા નાણા મંત્રી ઋષિ સુનકને લઈ એક ટ્વીટ કરી, જેના પછી આમ આદમી પાર્ટીના એક નેતાએ તેના પર વિવાદીત ટિપ્પણી કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદ પ્રવાસ, જાણો સમગ્ર કાર્યક્રમ

ડોનાલ્ટ ટ્રમ્પ એરપોર્ટથી સીધા જ સાબરમતી આશ્રમે જવાના છે. બાદમાં મોટેરા સ્ટેડિયમના ઉદ્દઘાટન પ્રસંગમાં સચિન તેડુંલકર, રવિ શાસ્ત્રી, કપિલ દવે સહિત ભારતના તમામ ક્રિકેટરોને આમંત્રણો મોકલાયા છે. ક્રિકેટરો ઉપરાંત ઓલમ્પિક, એશિયાડ જેવી રમતોમાં વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરનારા મેરીકોમ સહિતના અનેક સ્પોર્ટ્સ પર્સનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: ક્રિકેટના ભગવાન સચિને કર્યો મોટો ખુલાસો, તેનો પહેલો પ્રેમ પત્ની અંજલિ નથી પણ…

વેલેન્ટાઇન ડે નિમિત્તે, તમામ ખેલાડીઓએ તેમની ગર્લફ્રેન્ડ્સ અને પત્નીઓ સાથેની તસવીર શેર કરી હતી અને ચાહકોને આ ખાસ દિવસે પણ ખાસ શુભેચ્છા આપી. આ દિવસે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરે ફેન્સને જણાવ્યું કે તેની લાઇફમાં પહેલો પ્રેમ કોણ છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: મહિલાને 80 હજારમાં વેચી મરાયા બાદ વૃદ્ધ દ્વારા બે વર્ષ સુધી દુષ્કર્મ

ઉત્તરપ્રદેશથી અપહૃત સગીરાને દમણ લઈ આવી દેહવેપારના ધંધામાં ધકેલનાર મહિલાને પોલીસે ઝડપી પાડી હતી. આ સાથે યુપીથી અપહૃત સગીરાને શોધી કાઢી પોલીસે તેની પૂછપરછ કરી હતી. જેમાં તેનું અપહરણ થયા બાદ મહિલાએ સગીરાને જબરદસ્તી વૃદ્ધ સાથે પરણાવી દેવા ઉપરાંત સગીરાને બાદમાં દમણ લઈ આવી દેહવેપારના ધંધામાં ધકેલી હોવાનું બહાર આવ્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: અનિલ અંબાણીએ પોતાને કંગાળ ગણાવતા કર્મચારીઓમાં નિરાશા, શોધી રહ્યા છે નોકરી!

અનિલ અંબાણીએ તાજેતરમાં લંડનની કોર્ટમાં જણાવ્યું હતું કે તેમની કુલ સંપત્તિ શૂન્ય છે. એટલે કે, તેમની પાસે જેટલી સંપત્તિ છે, એટલી તેમની પાસે પણ દેવુ વધારે છે. તેના બંને પુત્રો રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડથી બહાર થઇ ગયા છે. આ અહેવાલોથી અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (ADAG) ના કર્મચારીઓ હતાશ થઈ ગયા છે અને મોટી સંખ્યામાં લોકો અન્ય નોકરીની શોધમાં છે.

વધુ વાંચવા ક્લિક કરો-10: OMG! સૈફની પત્નીને બાથ ભરીને આમિરે કહ્યું- મારે તારી સાથે હજુ વધારે રોમાન્સ કરવો છે

14 ફેબ્રુઆરી એટલે કે પ્રેમના એકરાર કરવાનો દિવસ. ત્યારે બોલિવૂડમાં આમિર ખાને પણ બધાને એક સરપ્રાઈઝ આપી છે. આમિર ખાને તેની અને કરિના કપૂરની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું બીજું પોસ્ટર રીલિઝ કર્યું છે. પરંતુ આ પોસ્ટર પોસ્ટ કરીને જે કેપ્શનમાં લખ્યું એ ચર્ચામાં છે. આ ફોટોમાં કરિનાએ આમિરને ગળે લગાવ્યો છે. દર્શકોને પણ આ લૂક ખુબ પસંદ આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન