Daily price revision of petrol has begun from 16th June this year.
  • Home
  • Business
  • સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, આ છે આજના મુખ્ય શહેરોના ભાવ

સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, આ છે આજના મુખ્ય શહેરોના ભાવ

 | 11:33 am IST

ઈન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ડ ક્રૂડ 60 ડૉલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચવાથી ડોમેસ્ટિડ બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ આશરે એક વર્ષના નિચલા સ્તર પર ગયા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે સતત છઠ્ઠા દિવસે ઇંધણની કિંમતોમાં વધારો થયો છે. દિલ્હીમાં પહેલા જ ઇંધણની કિંમતો 70 રૂપિયાના સ્તરને પાર કરી ગઈ હતી. મંગળવારે પેટ્રોલમાં પ્રતિ લીટર 28 પૈસાનો વધારો થયો છે.

50 ડૉલર સુધી પહોંચી ગયા હતા ભાવ

જાણકારોનું કહેવું છે કે, ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા ઇંધણની કિંમતોમાં વધારો થવાથી આગામી કેટલાક દિવસો સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોંઘવારી બની રહશે. 27 ડિસેમ્બરથી સતત કાચુ તેલ મોંઘુ થવાનો સિલસિલો ચાલી રહ્યો છે. અત્યારે બ્રેન્ટ ક્રૂડ 60 ડૉલર પ્રતિ બેરલની નજીક ચાલી રહ્યું છે. જો કાચા તેલની કિંમત આ સ્તરથી વધે તો પેટ્રોલ અને ડીઝલમાં એક-બે રૂપિયાનો વધારો થઈ શકે છે.કેટલાક દિવસોથી કાચા તેલની કિંમતોમાં 50 ડૉલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગઈ હતી.

આ છે ચાર મહાનગરોના ભાવ

દિલ્હીમાં મંગળવારે સવારે એક લીટર પેટ્રોલનો ભાવ 70.41 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. તો ડીઝલના ભાવમાં પણ 29 પૈસાના વધારા સાથે 64.47 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે પહોંચી ગયું છે. આ સિવાય કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલમાં ક્રમશઃ 72.52 રૂપિયા, 76.05 રૂપિયા અને 73.08 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું છે. તો ડીઝલમાં પણ 29 પૈસાથી લઈને 31 પૈસા સુધીનો વધારો થયો છે. કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલ ક્રમશઃ 66.24 રૂપિયા, 67.49 રૂપિયા અને 68.09 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે.

ગુજરાતના મુખ્ય શહેરોના આજના ભાવ

અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 68.01 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 67.51 રૂપિયા છે. અમરેલીમાં આજે પેટ્રોલની કિંમત 68.93 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 68.43 રૂપિયા છે. આણંદમાં આજે પેટ્રોલની કિંમત 67.92 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 67.42 રૂપિયા છે. અરવલ્લીમાં આજે પેટ્રોલની કિંમત 68.85 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 68.34 રૂપિયા છે. ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 67.95 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 67.45 રૂપિયા છે.

આવનારા દિવસોમાં હજુ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધે તેવી આશંકા છે. કાચા ઈંધણની કિંમત વધતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થશે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓયલની કિંમત 60 ડૉલરને પાર થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયમાં આ કિંમત 50 ડૉલર પ્રતિ લીટરે પોહંચી હતી. ત્યારબાદ ઈંધણની કંપનીઓએ ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. આ કાપ બાદ પેટ્રોલ એક વર્ષ અને ડીઝલ 9 મહીનામાં ન્યૂનતમ સ્તર પર પહોંચ્યો છે. ક્રૂડ ઓયલ મોંઘુ થતા તેલ કંપનીઓ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતોનું દબાણ વધી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.