15th season of the IPL will take place in India : Jay Shah
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટ પ્રેમીઓને જલસા, BCCI સેક્રેટરી જય શાહે કરી મોટી ઘોષણા

ક્રિકેટ પ્રેમીઓને જલસા, BCCI સેક્રેટરી જય શાહે કરી મોટી ઘોષણા

 | 7:48 pm IST
  • Share

  • IPLની 15મી સિઝન ભારતમાં રમાશે
  • BCCI સેક્રેટરી જય શાહે આપી માહિતી
  • નવી ટીમોના સામેલ થવાથી મુકાબલો વધુ રસપ્રદ બનશે: જય શાહ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દેખનારા લોકો માટે ખુશખબર છે. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે શનિવારે ઘોષણા કરી છે કે, આઇપીએલની 15મી સિઝન ભારતમાં રમાશે. જય શાહે કહ્યું કે, નવી ટીમોના સામેલ થવાથી મુકાબલો વધુ રસપ્રદ બની જશે. આ માટે એક મેગા ઓક્શન પણ થવાનું છે, જેમા જાણકારી મળશે કે નવી ટીમ કેવી દેખાશે.

તમને જણાવી દઇએ કે, IPLની આગામી સિઝનમાં બે નવી જોડાશે અમદાવાદ અને લખનઉ. અમદાવાદ ટીમની ફ્રેંચાઇઝી આંતરરાષ્ટ્રીય ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ કંપની CVC કેપિટલ પાર્ટનર્સ ગ્રુપને મળી છે. અમદાવાદની ટીમને ખરીદવા માટે CVC ગ્રુપે 5625 કરોડમાં ખરીદી છે. ત્યાં જ લખનઉ માટે સંજીવ ગોયનકા ગ્રુપ તરફથી 7090 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.

અમદાવાદ અને લખનઉની ટીમને IPLમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેથી IPL 2022માં કુલ 10 ટીમો ભાગ લેશે. જેથી ક્રિકેટ પ્રેમીઓને મજા પડી જશે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો