15th September Gujarati Top News Headlines Till 6 PM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected] 6PM: T20 વર્લ્ડ કપમાં ઈશાન કિશનને મળ્યો ચાન્સ, ગુજરાત ભાજપમાં આંતરિક ખેંચતાણ

[email protected] 6PM: T20 વર્લ્ડ કપમાં ઈશાન કિશનને મળ્યો ચાન્સ, ગુજરાત ભાજપમાં આંતરિક ખેંચતાણ

 | 5:47 pm IST
  • Share

 કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, એક તરફ ગુજરાતીઓ અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યાં છે, ત્યાં બીજી તરફ ભાજપના નેતાઓ સત્તા માટે ટાંટીયા ખેંચ કરી રહ્યાં છે. મંત્રી મંડળ માટે વિજય રૂપાણી, નીતિન પટેલ અને સીઆર પાટીલમાં અંદરોઅંદર ખેંચતાણ ચાલી રહી છે.

આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, મોરારીબાપુએ રામકથાના માધ્યમથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ અતિવૃષ્ટિની સહાય અંતર્ગત કુલ 25 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપેલ છે. જે બદલ તેમનો આભાર વ્યક્ત કરુ છુ. સહિત સાંજે 6 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: સૌરાષ્ટ્રના પૂરગ્રસ્તોની મદદ માટે મોરારીબાપુ આગળ આવ્યા, રૂ. 25 લાખનું દાન કર્યું

સૌરાષ્ટ્રમાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે, ત્યારે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે જ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરઅસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. હવે પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ પણ અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યા છે. મોરારી બાપુએ મુખ્યમંત્રી રાહતનિધિમાં 25 લાખ રૂપિયા અર્પણ કર્યાં છે.

વધુ વાંચવા કરો ક્લિક- 2: પ્રજા અતિવૃષ્ટિનો સામનો કરી રહી છે ને ભાજપના નેતાઓ સત્તા માટે ટાંટીયા ખેંચી રહ્યા છેઃ મનિષ દોશી

ગુજરાતમાં અચાનક મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું હતું. જે બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ ભાજપ સહિત કોંગ્રેસના નેતાઓ પણ ચોંકી ઉઠ્યા હતા. હજુ પણ નવા મંત્રી મંડળમાં કોને સામેલ કરવા? તેને લઈને ભાજપમાં મંથન ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીનું મોટું નિવેદન સામે આવ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: કેલિફોર્નિયાના ગવર્નરની ચૂંટણીમાં કેટલું છે ગુજરાતી મતોનું મહત્ત્વ?

ગુજરાતના મુખ્યમંત્રીપદમાં થયેલા બદલાવની જેમ જ હાલ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ગવર્નર પદ માટે પણ બદલાવની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યાં ડૅમોક્રેટિક પાર્ટીના વર્તમાન ગવર્નર ગૅવિન ન્યૂસોમને તેમના પદેથી ખસેડવા માટેની મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કેલિફોર્નિયા રાજ્યમાં વસેલા લગભગ 5 લાખ ભારતીય મતદાતાઓ અને તેમાંથી લગભગ બે લાખ જેટલાં ગુજરાતી મતદારો છે.

વધુ વાંચવા કરો ક્લિક-4:  કેબિનેટની બેઠકમાં ઓટો અને ડ્રોન સેક્ટરને મળ્યુ જીવતદાન, PLI યોજનાને મળી મંજૂરી

PM નરેન્દ્ર મોદીની (Prime Minister of India) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં (Cabinet Meeting Decision) મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલિકોમ સેક્ટર પેકેજ મંજૂર કરવા માટે રાહત પેકેજ મંજૂર (Telecom Sector Package Approved) કરવામાં આવ્યું છે. તેમજ ઓટો અને ઓટો કમ્પોનન્ટ સેક્ટર માટે પણ PLI સ્કીમને મંજૂરી આપવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: પ્રથમવાર દુનિયાની સામે આવી ISISના આતંકીની દુલ્હન, જણાવી ‘જેહાદ’ની હકીકત

જેહાદમાં સામેલ થવા માટે 15 વર્ષની ઉંમરમાં સીરિયા ગયેલી ISIS આતંકીની દુલ્હન શમીમા બેગમ હવે પોતાના દેશમાં પરથ ફરવા માંગે છે. તેનો દાવો છે કે જેહાદીયોએ તેને લલચાવી હતી. જેના કારણે તેને દેશ છોડવાનો ખોટો નિર્ણય કર્યો હતો. માટે હવે તેને પોતાના દેશમાં જવાની તક આપવી જોઇએ.

વધુ વાંચવા કરો ક્લિક-6:  તાલિબાનમાં નવી સરકાર બનતા જ આતંકીઓમાં ઘર્ષણ, મુલ્લા અબ્દુલ ગની બરાદર ભાગી ગયો

તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકાર બની છે. પરંતુ એક અઠવાડિયાની અંદર જ તેમના ટૉપના નેતાઓમાં વિવાદ થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તાલિબાનનો સહ-સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર અને એક કેબિનેટ સભ્ય વચ્ચે રાષ્ટ્રપતિ ભવનમાં જોરદાર ઘર્ષણ થયુ. જેના પછી બરાદરના ગાયબ થયાની ખબર સામે આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-7:  પેટ્રોલ-ડીઝલને GSTની અંદર સમાવતા આ ગણિતથી કિંમત અડધી થઇ જશે

શું સામાન્ય પ્રજાને પેટ્રોલ-ડીઝલની કિંમતને લઇ રાહત મળશે? આ સવાલ એટલા માટે કારણ કે જીએસટી કાઉન્સિલની બેઠક થવા જઇ રહી છે. જીએસટી કાઉન્સિલની બેઠક 17 સપ્ટેમ્બર 2021ના રોજ લખનઉમાં યોજાશે અને આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવવા અંગે ચર્ચા થઇ શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: T20 વર્લ્ડ કપમા ઈશાન કિશનને મળ્યો ચાન્સ, આ ખેલાડીનું કપાયું પત્તું

2021 સમાપ્ત થતાં જ UAEમાં T20 વર્લ્ડ કપ શરૂ થશે. વર્લ્ડ કપ 2021 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં 15 સભ્યોની ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ઈશાન કિશનનું પણ નામ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન