૧૬ એપિસોડ બનાવી કોમેડિયન સુનીલ ગ્રોવરનો શો કાનપુરવાલે ખુરાના બંધ થશે - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ૧૬ એપિસોડ બનાવી કોમેડિયન સુનીલ ગ્રોવરનો શો કાનપુરવાલે ખુરાના બંધ થશે

૧૬ એપિસોડ બનાવી કોમેડિયન સુનીલ ગ્રોવરનો શો કાનપુરવાલે ખુરાના બંધ થશે

 | 12:32 am IST

કોમેડિયન સુનીલ ગ્રોવરનો સ્ટાર પ્લસ પર આવતો શો કાનપુરવાલે ખુરાના બંધ થવાનો છે. ડિસેમ્બર ૨૦૧૮માં શરૂ થયેલો આ શો ખૂબ જ ઓછા સમયમાં બંધ થઈ જવાનો છે. આટલા ઓછા સમયમાં શો બંધ થઈ રહ્યો છે તે વિશે સવાલ પુછાતા સુનીલ ગ્રોવરે જણાવ્યું હતું કે આ શો મારા કારણે જ બંધ થઈ રહ્યો છે. મને આ શોના માત્ર આઠ સપ્તાહ માટે જ સાઇન કરાયો હતો. મેં ફિલ્મ ભારત માટે પહેલાથી જ ડેટ ફાળવી દીધી હતી. તેથી મારે ભારતના શૂટિંગ માટે આ શોમાંથી બહાર નીકળવં જ પડશે. સુનીલ ગ્રોવરનો આ શો માત્ર ૧૬ એપિસોડનો જ બનાવાયો હતો. સુનીલે ફિલ્મ ભારતનું આગામી શિડયૂલનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન