NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • કાશ્મીરમાં facebook બંધ થયું તો 16 વર્ષના જેયાને બનાવી નાંખ્યું Kashbook

કાશ્મીરમાં facebook બંધ થયું તો 16 વર્ષના જેયાને બનાવી નાંખ્યું Kashbook

 | 9:27 pm IST

 

કાશ્મીરના 16 વર્ષના વિદ્યાર્થી જેયાન શફીકે કાશ્મીર માટે સોશ્યિલ મીડિયા વેબસાઈટ બનાવ્યા બાદ સમાચારમાં છવાઈ ગયો છે. મૂળરૂપે અનંતનાગમાં રહેનાર જેયાન 11માં ધોરણમાં ભણે છે અને રાજોરીની એક હોસ્ટેલમાં રહે છે.

કાશ્મીરમાં તણાવના માહોલમાં સરકારે ઘણી બધી સોશ્યિલ મીડિયા વેબસાઈટો પર પ્રતિબંધ લગાવ્યો છે. આજ પ્રતિબંધ જેયાન માટે કંઈક કરવા માટેની તક બની ગઈ હતી.

જેયાને વેબસાઈટને ઈન્ટરવ્યું આપતા કહ્યું કે, મે અને મારા મિત્ર ઉઝૈરે 2013માં સોશ્યિલ નેટવર્કિંગ વેબસાઈટ બનાવવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યારે અમે તેને આગળ વધારી શક્યા નહતા.

તેમને જણાવ્યું કે, “હાલમાં જ કાશ્મીરમાં અફવાઓ હતી કે, સોશ્યિલ મીડિયા પર પ્રતિબંધ લાગી જશે. તેવામાં મે અને ઉજ્જેરે ફરીથી પોતાની જુની આઈડિયા પર કામ કરવાનું વિચાર્યું અને ટૂંક સમયમાં જ કાશબુક વેબસાઈટ તૈયાર કરી દીધી”

અત્યાર સુધીમાં Kashbookkb.com સાથે ત્રણ હજાર રૂપિયાથી કાશ્મીરી જોડાઈ ચૂક્યા છે. આ વેબસાઈટ હાલમાં ખુબ જ ધીમી ચાલી રહી છે અને જેયાન આને સ્પીડ આપવા પાછળ કામ કરી રહ્યો છે.

જેયાન કહે છે કે, “સોશ્યિલ મીડિયા પર પ્રતિબંધ દરમિયાન કાશ્મીરમાં એકબીજા સાથે વાતચીત વાત કરવી ખુબ જ મુશ્કિલઓ આવે છે, એવામાં લોકો અમારી વેબસાઈટનો ઉપયોગ કરી રહ્યાં છે.”

વેબસાઈટ અને એપ્લિકેશન બનાવવા માટે કોડિંગ કરવાનું શિખવું પડે છે.16 વર્ષના જેયાને કોડિંગ ક્યાંથી શિખ્યું તે વિશે તેમને જણાવતા કહ્યું કે, મે યૂટ્યુબ વીડિયો જોઈને અને ઈન્ટરનેટ પર લેખ વાંચીને કોડિંગ શિખી લીધું હતું. હુ હંમેશા કાશ્મીર માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ ઉભું કરવા માંગતો હતો.