16th Lok Sabha Election Results on 16 may 2014 an analysis
  • Home
  • Featured
  • આ તારીખે નરેન્દ્ર મોદીએ રચ્યો હતો ઈતિહાસ, દુનિયા આખી રહી ગઈ હતી જોતી

આ તારીખે નરેન્દ્ર મોદીએ રચ્યો હતો ઈતિહાસ, દુનિયા આખી રહી ગઈ હતી જોતી

 | 3:24 pm IST

આ ચૂંટણી મોસમમાં દેશ 23 મે નીએ ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે. પણ ગત ભૂતકાળ પર નજર કરવામાં આવે તો 5 વર્ષ પહેલા આ તારીખ 16મી મે હતી. પાંચ વર્ષ પહેલા 16 મે, 2014ની સવારે 11 વાગ્યે જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું કે, સત્તાની ધુરી લુટિયંસ દિલ્હીના રંગ બદલવા જઈ રહી છે.

તે દિવસે 16મે પરિણામો જાહેર થયા ત્યારે ભાજપને ઐતિહાસિક સફળતા મળી હતી. પાર્ટી પહેલીવાર પોતાના બળે સ્પષ્ટ બહુમતિ હાંસલ કરી સત્તાના સિંહાસન પર સિરમોર બનવા જઈ રહી હતી. પાર્ટીને પહેલી જ વાર 282 બેઠકો મળી હતી. આ અગાઉ અટલ યુગમાં પણ ભાજપ સત્તાના સિંહાનસ સુધી પહોંચી હતી પણ પોતાના બળે 200થી વધારે બેઠકો ક્યારેય મેળવી શકી નહોતી.

2004થી સત્તાથી બહાર રહેલી ભાજપે 2013માં અટલ-અડવાણી યુગ બાદ નવા નેતાના રૂપમાં નરેન્દ્ર મોદીને પાર્ટીનો ચહેરો બનાવ્યા હતાં. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ના માત્ર પોતાના બળે બહુમત હાંસલ કરવામાં સફળ રહી પણ સાથે જ પાર્ટી ત્રણ દાયકામાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતનો સ્પષ્ટ જનાદેશ મળ્યો હતો. આ અગાઉ આ નસીબ માત્ર કોંગ્રેસને જ મળ્યું હતું.

જ્યારે એક સત્તા પર રહેલી કોંગ્રેસ 2014માં હારીને માત્ર 44 બેઠકો પર જ સમેટાઈ ગઈ હતી. એક સમયે અપરાજીત જણાતી અને રાજીવ ગાંધીના સમયકાળમાં 543માંથી 414 બેઠકો જીતી આઝાદ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી કોંગ્રેસની હાલત એવી થઈ ગઈ હતી કે તે એકલા હાથે નેતા-વિપક્ષનું પદ પણ હાંસલ કરી નહોતી શકી. વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર સંસદમાં પ્રવેશ્યા ત્યારે તેમણે સંસદના દ્વારે શિશ નમાવીને વંદન કર્યા હતાં. આ વાતની દુનિયા આખીએ નોંધ લીધી હતી.

2014ની ચૂંટણી

ભાજપે 16મી લોકસભાની ચૂંટણીમાં 428 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતાં. જેમાંથી 282 ઉમેદવારો જીતવામાં સફળ થયા હતાં. એટલે કે ભાજપની જીતનો રેસીયો લગભગ 66 ટકા રહ્યો હતો. ભાજપને લગભગ 31 ટકા વોટ મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, 1991 બાદ બાદ કોઈ પણ પક્ષને લોકસભાની ચૂંટણીમાં 30 ટકા મત નહોતા મળ્યા.

મોદીનો ઉદય

2014 સુધી સત્તામાંથી બહાર રહેલી ભાજપે 2009ની લોકસભાની ચૂંટણી એલ કે અડવાણીના નેતૃત્વમાં લડી હતી. પરંતુ તેમને સફળતા નહોતી મળી અને કોંગ્રેસના નેતૃત્વમાં યૂપીએ-2ની વાપસી થઈ હતી. મનમોહન સિંહ સતત બીજી વાર વડાપ્રધાન બન્યા હતાં. ત્યાર બાદ ભાજપમાં નવા નેતૃત્વની કવાયત હાથ ધરાઈ હતી. 2013માં ભાજપની ગોવા રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક સુધી નરેન્દ્ર મોદી ભાજપમાં સર્વોચ્ચ નેતાના રૂપમાં સ્થાપિત થયા હતાં. તેમના નજીકના નેતા અમિત શાહને ઉત્તર પ્રદેશની કમાન સોંપવામાં આવી. ઉત્તર પ્રદેશમાં 1990ના દાયકાથી ભાજપ કંઈ ખાસ ઉકાળી શક્યો નહોતો. 2014ની ચૂંટણી બ્રાંડ મોદીની છબી અને અમિત શાહની ચૂંટણી રણનીતિ સાથે લડવામાં આવી. ભાજપે ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા બેઠકોમાંથી 71 પર જ્વલંત સફળતા મેળવી હતી. નરેન્દ્ર મોદી સત્તાના શિખરે પહોંચ્યા અને 26 મે, 2014 ના રોજ દેશના વડાપ્રધાન બન્યા.

આ વીડિયો પણ જુઓ

સોમનાથ ભાવનગર ફોરટેક હાઈ – વે ફરી વિવાદમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન