16th Oct 2021: Gujarat Top News Headlines Till 3 PM
  • Home
  • Featured
  • શિવાંશ કેસમાં ઘટસ્ફોટ સહિતના મહત્ત્વના સમાચાર

શિવાંશ કેસમાં ઘટસ્ફોટ સહિતના મહત્ત્વના સમાચાર

 | 2:58 pm IST
  • Share

ગાંધીનગરમાં પેથાપુર ગૌશાળામાં શિવાંશને ત્યજવાના કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. તો રૂપાલની પલ્લીમાં ગ્રામજનોએ ભારે આસ્થા અને ઉમંગ ભેર ભાગ લઇ ઉજવણી કરી હતી. રાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પોતાના જ પક્ષના નેતાઓને સણસણતો જવાબ આપ્યો સહિતના અત્યાર સુધીના મહત્ત્વના સમાચાર

વધુ વાંચો- શિવાંશ કેસમાં ગાંધીનગર FSLએ પોલીસને સોંપેલા રિપોર્ટમાં ઘટસ્ફોટ

ગાંધીનગરમાં પેથાપુર ગૌશાળામાં શિવાંશને ત્યજવાના કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે.

વધુ વાંચો- રૂપાલમાં વરદાયિની માતાની ધામધૂમથી પલ્લી નીકળી, ગામમાં ઘીની નદીઓ વહી

રૂપાલ વરદાયીની માતાજીની નોમની રાત્રે નીકળતી પલ્લી યાત્રા પુર્વે ગ્રામજનોએ વર્ષોથી ચાલી આવતી શિવશક્તિની ઉપાસના અને અંબાજી માતાજીની પાલખી યાત્રાની ધાર્મિક વિધી કરી હતી. રૂપાલની પલ્લીમાં ગ્રામજનોએ ભારે આસ્થા અને ઉમંગ ભેર ભાગ લઇ ઉજવણી કરી હતી.

વધુ વાંચો- CWCની બેઠકમાં કોંગ્રેસના અંસતુષ્ટ નેતાઓને સોનિયાનો જવાબ, કહ્યું કે …

દિલ્હીમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલય પર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે. આ બેઠક અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી કે સંગઠનની ચૂંટણી પર ચર્ચા થઈ શકે છે, કોંગ્રેસમાં નવા પ્રમુખ પદની શોધ થઈ શકે છે.

વધુ વાંચો- તાલિબાનને આ મામલે તૈયાર કરવા મથી રહ્યા મુસ્લિમ દેશ

અફઘાનિસ્તાનમાં કબ્જો જમાવ્યા બાદ તાલિબાને પત્રકાર પરિષદ યોજીને મોટા મોટા બણગાઓ ફૂંક્યા હતા. તેમાં લોકોની સલામતી, મહિલાઓ માટે પ્રતિષ્ઠિત જીવન, બહેતર અર્થતંત્ર અને આતંકવાદ સામેની લડાઈ જેવા ઘણા મહત્ત્વના વાયદાઓ હતો

વધુ વાંચો- શું ખરેખર ધોનીની પત્ની સાક્ષી છે પ્રેગ્નેન્ટ સોશિયલ મીડિયામાં ચર્ચા

‘કેપ્ટન કૂલ’ તરીકે જાણીતા સુકાની મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ શુક્રવારે રાત્રે ચોથી વખત આઈપીએલનો ખિતાબ જીતવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 27 રનથી હરાવ્યો હતો. ચેન્નઈની ટીમ 2010, 2011 અને 2018 માં આઈપીએલ વિજેતા પણ રહી હતી.

વધુ વાંચો- શું થઈ ગયા નુસરત જહાં અને યશ દાસગુપ્તાના લગ્ન? તસવીરમાં છુપાઈ હકીકત

નુસરત જહાં પોતાના અંગત જીવન માટે લાંબા સમયથી ચર્ચાઓમાં છે. થોડા સમય પહેલા જ નુસરતે તેના પહેલા બાળક Yishaanને જન્મ આપ્યો અને ત્યારથી જ અભિનેતા યશ દાસગુપ્તા સાથે તેના લગ્નની અફવાઓ સામે આવવા લાગી છે.

વધુ વાંચો- આ વખતની દિવાળી રહેશે ખાસ ચાર ગ્રહોની એક રાશિમાં યુતી

જ્યોતિષશાસ્ત્ર મુજબ ચાર ગ્રહો એક જ રાશિમાં છે, એટલે કે એક જ રાશિમાં આ ચાર ગ્રહોની યુતી થઇ રહી છે. જેના કારણે આ દિવાળી લોકો માટે ખૂબ જ શુભ રહેશે. મા લક્ષ્મી અને ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થશે અને લાભ થશે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો