16th October Gujarati Top News Headlines Till 6 PM
  • Home
  • Featured
  • અમદાવાદમાં કોરોના બાદ નવો ખતરો, એન્કાઉન્ટરમાં લશ્કરનો ટૉપ કમાન્ડર ઠાર

અમદાવાદમાં કોરોના બાદ નવો ખતરો, એન્કાઉન્ટરમાં લશ્કરનો ટૉપ કમાન્ડર ઠાર

 | 5:54 pm IST
  • Share

જમ્મુ-કાશ્મીરમાં સેનાને હાથ મોટી સફળતા લાગી છે. જેમાં તેમણે લશ્કરના ટૉપ કમાન્ડરને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. લશ્કરનો આતંકવાદી ઉંમર ખાંડેએ જ કાશ્મીર પોલીસના બે જવાનો મોહમ્મદ યૂસુફ અને સુહૈલની આ વર્ષે શ્રીનગરના બઘાટમાં હત્યા કરી હતી. જેને પંપોર એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. પોલીસ જવાનો પર એ સમયે હુમલો થયો હતો, જ્યારે તેઓ ચા પી રહ્યા હતા.

તાપી જિલ્લાના બાજીપુરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જશુબેન ગામિત અને ન્યાય સમિતિના અધ્યક્ષ ઈશ્વરભાઈ ગામિત, દીવ્યાબેન ગામિત, દયાબેન ગામિત અને શર્મિલાબેન ગામિત સહિત 5 સભ્ય ભાજપમાં જોડાયા હતા.

આમ 20 બેઠકો વાળી વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 5 સભ્યોએ કેસરિયો ધારણ કરતાં ભાજપનું સંખ્યાબળ 11 પર પહોંચી ગયું છે. જેથી ભાજપે કોંગ્રેસ પાસેથી વ્યારા તાલુકા પંચાયત આંચકી લીધી છે. અગાઉ વ્યારા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો હતો. સહિત સાંજે 6 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર પર એક નજર

વધુ વાંચવા કરો ક્લિક-1:    આજે દિલ્હીમાં CWCની બેઠક, શું ગુજરાત કોંગ્રેસને મળશે નવા સુકાની?

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભામાં વિપક્ષના નેતાના નામોની જાહેરાત કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બાદ કરવામાં આવી શકે છે. તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનેલા ડૉ રઘુ શર્મા પ્રથમ વખત CWCની બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની મંજૂરી મળ્યા બાદ ડૉ રઘુ શર્મા નવા અધ્યક્ષ અને વિપક્ષ નેતાના નામોની જાહેરાત કરી શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-2:  કોરોના બાદ નવો ખતરો, અમદાવાદમાં ગુલિયન બેરી સિન્ડ્રોમના દર્દીઓ વધ્યા

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS)નામની બીમારીના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 45 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં GBSના 35 કેસ નોંધાયા છે. જે પૈકી 2 દર્દીઓના મોત થયા છે.

જણાવી દઈએ કે, દર 1 હજારે 4 વ્યક્તિઓમાં ગુલિયન બેરી સિન્ડ્રોમ નામની બીમારી જોવા મળે છે. મોટાભાગે ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયા જેવા વાયરલ ઈન્ફેક્શન બાદ આ બીમારી થતી હોય છે.

વધુ વાંચવા કરો ક્લિક-3:  વ્યારા કોંગ્રેસમાં ગાબડું, પ્રમુખ સહિત 5 સભ્યો ભાજપમાં જોડાયા

તાપી જિલ્લા કોંગ્રેસ માટે આજનો દિવસ ખૂબજ કપરો કહી શકાય, કારણ કે વ્યારા તાલુકા પંચાયતના કોંગ્રેસી પ્રમુખ સહિત 5 સભ્યો આજે પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં કેસરિયો ધારણ કરી લેતા આઝાદી બાદ સૌ પ્રથમ વાર વ્યારા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી સારી જવા પામી છે.

વધુ વાંચવા કરો ક્લિક-4:  સુરત: 7 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત, ક્લાસીસ 14 દિવસ માટે બંધ

નવરાત્રિ પર્વે ગરબાની રમઝટ વચ્ચે લોકોમાં ફરી કોરોનાને લઈ ગભરાટ અને ઉચાટ છવાયો છે. છેલ્લા 5 દિવસમાં 7 વિદ્યાથી કોરોનાથી સંક્રમિત થતાં વહીવટી તંત્ર સહિત હવે વાલીઓ ચિંતામાં મૂકાયા છે. બીજી તરફ બાળકો કોરોનાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સંચાલકોમાં દોડધામ મચી છે.

વધુ વાંચવા કરો ક્લિક-5:   કાશ્મીરમાં સુરક્ષાદળોએ લીધો બદલો, એન્કાઉન્ટરમાં લશ્કરનો ટોપ કમાન્ડર ઠાર

કાશ્મીરમાં ઘણા સમયથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, તો બીજી તરફ આજે પુલવામાં જિલ્લાના દગ્રબલ વિસ્તારમાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.

ભારતીય સેનાના જવાનો દ્વારા મોસ્ટ વોન્ટેડ લશ્કરના કમાન્ડ ઉંમર મુશ્તાક ખાંડે સહિત 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. મુશ્તાક ખાંડેએ આ જ વર્ષે બે પોલીસકર્મીઓની હત્યા કરી હતી, ત્યારથી જ તે પોલીસના હિટલિસ્ટમાં હતો.

વધુ વાંચવા કરો ક્લિક-6:   બાંગ્લાદેશમાં હિંદુ મંદિરના હુમલા બાદ ઈસ્કોન મંદિરમાં તોડફોડ, અનેક ભક્તો ઘાયલ

નોઆખલી વિસ્તારમાં ભીડે ઈસ્કોન મંદિર પર અચાનકથી હુમલો કર્યો. આ સમયે મંદિર પરિસરમાં ખૂબ જ તોડફોડ કરવામાં આવી. પરંતુ આટલું કર્યા પછી પણ હુમલાવરો રોકાયા નથી અને તેઓએ ભક્તો સાથે મારપીટ કરવાનું શરૂ કર્યું. આ સિવાય મંદિરના પરિસરમાં પણ આગ લગાવીને મંદિરની સંપત્તિને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-7:   બિટકોઇનમાં ફાટફાટ તેજી પાછળ કારણ શું? જાણો અહીં

દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનના ભાવમાં શનિવારના રોજ 62000 ડોલરની નજીક પહોંચી ગયા છે. અંદાજે 6 મહિનામાં પહેલી વખત તેના ભાવમાં ફાટફાટ તેજી જોવા મળી રહી છે. કહેવાય છે કે અમેરિકન રેગ્યુલેટર્સ આવનારા થોડાંક દિવસમાં દેશના પહેલાં બિટકોઇન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)ને મંજૂરી આપી શકે છે. તેની પાછળ બિટકોઇનના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે અને તે પોતાના રેકોર્ડ હાઇની નજીક પહોંચી ગયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો