16th-september-2019-top-headline-till-06-pm/
  • Home
  • Featured
  • [email protected] PM: આ સર્ટિફીકેટ અચૂક સાથે રાખજો, PM મોદીને લઈને પાક.ને આકરી શિખામણ

[email protected] PM: આ સર્ટિફીકેટ અચૂક સાથે રાખજો, PM મોદીને લઈને પાક.ને આકરી શિખામણ

 | 5:49 pm IST

હવે જરૂરી સર્ટિફિટકેટ સાથે રાખજો, નહીંતર સુરતના આ ભાઈની જેમ થશે તમારી હાલત. ચીનના ઉઈગર મુસલમાનોની વાત આવતા જ ઈમરાન ખાન ગેં ગે… ફેં ફેં, બરાબરના ભેરવાયા. મોદી સરકાર માટે વધુ એક માઠા સમાચાર, ભારતીય પરિવાર દેવાદાર, આંકડા જાણી આંખો ફાટી જશે. મુસ્લિમ દેશો પણ ભારતની સાથે, PM મોદીને લઇને પાકિસ્તાનને આપી મહત્વની શિખામણ. હદ થઇ ગઇ! બળદ ગાડાનો મેમો ફાડતા ખળભળાટ, પોલીસને મોંઢું સંતાડવાનો આવ્યો વારો! પાણી પી પી ને PM મોદીને કોસનારા મમતા બેનરજી આખરે ઘુંટણીયે પડ્યાં! BCCI દિનેશ કાર્તિકનો વાળ પણ વાંકો નહીં કરે, જે પણ ડખો હતો એમાં કોઈની પરમિશન નહોતી. 9 મહિને કાંડ ખૂલ્યો, પ્રિયંકા-નિકના લગ્નમાં એવી બબાલ થઈ’તી કે પોલીસને ધક્કો થયો હતો. PHOTOS: રાજમા ચાવલમાં ધડાધડ KISS સિન આપનારી અભિનેત્રી ‘પ્રસ્થાનમ’ વિશે બોલી કે…. સહિતના અગત્યના સમાચાર

 વધુ વાંચવા કરો ક્લિક-1: હવે જરૂરી સર્ટિફિટકેટ સાથે રાખજો, નહીંતર સુરતના આ ભાઈની જેમ થશે તમારી હાલતગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમોનું અમલીકરણ શરૂ થઈ ગયું છે. ત્યારે ગુજરાતભરમાં આજે ફક્ત લોકચર્ચાએ એક જ વાત છે અને તે છે ટ્રાફિક મેમો અને ટ્રાફિક નિયમોની. ત્યારે સુરતમાં એક ટેમ્પાચાલક પાસેથી 5000 રૂપિયાનો મેમો ફાડવાની ઘટના સામે આવી છે. 

પાકિસ્તાનનો વડાપ્રધાન ઈમરાન ખાન એક તરફ કાશ્મીરના મુસલમાનો  પર અત્યાચાર થઈ રહ્યા હોવાના પાયાવિહોણી વાતો ફેલાવી રહ્યું છે  જ્યારે બીજી બાજુ પોતાના જીગરી મિત્ર ચીનમાં ઉઈગર મુસલમાનોની દયનિય સ્થિતિને લઈને જડબાભીંસ મૌન સેવી રહ્યાં છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: મોદી સરકાર માટે વધુ એક માઠા સમાચાર, ભારતીય પરિવાર દેવાદાર, આંકડા જાણી આંખો ફાટી જશે

ભારતીય અર્થવ્યવસ્થાનું હાર્દ કહેવાતા ઘરેલુ બચતની સ્થિતિ ખરાબ ગઈ છે. પાંચ વર્ષમાં કુલ દેવાદારી 58 ટકા વધીને 7.4 લાખ કરોડ રૂપિયા રહી ગઈ છે. જ્યારે વર્ષમાં એટલે કે 2017માં વધારો માત્ર 22 ટકા રહી ગયો છે. આ આંકડો દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની રિસર્ચ વિંગનો છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: મુસ્લિમ દેશો પણ ભારતની સાથે, PM મોદીને લઇને પાકિસ્તાનને આપી મહત્વની શિખામણ

દુનિયાનાં પ્રભાવી મુસ્લિમ દેશોએ પાકિસ્તાનને સમજાવી દીધું છે કે તે આડેધડ નિવેદનો કરવાનું છોડીને ભારતની સાથે બેકડૉર ડિપ્લોમેસી પહેલ શરૂ કરે. આ સાથે જ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનને પણ આ જ શિખામણ આપી છે કે તે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ ઉગ્ર નિવેદનો કરવાની જગ્યાએ વાતચીતનાં ટોનને નીચો રાખે… 

વધુ વાંચવા કરો ક્લિક-5: હદ થઇ ગઇ! બળદ ગાડાનો મેમો ફાડતા ખળભળાટ, પોલીસને મોંઢું સંતાડવાનો આવ્યો વારો!

નવો મોટર વ્હિકલ એકટ લાગૂ થયા બાદ તાબડતોડ મેમો કપાઇ રહ્યા છે. તેમાં કેટલાંય અજીબોગરીબ કિસ્સા પણ સામે આવી રહ્યા છે. યુપીના બિજનૌર જિલ્લાના સાહસપુરમાં એક બળદગાડાવાળાનો મેમો ફાટ્યો. પોલીસે શનિવારના રોજ બળદગાડાના માલિકનો મેમો ફાડ્યો. 

વધુ વાંચવા કરો ક્લિક-6: અમિત શાહ પર પ્રહાર કરતા કમલ હાસને કહ્યું – કોઈ શાહ કે સુલતાન ના તોડી શકે વાયદો

અભિનેતાથી નેતા બનેલા કમલ હાસને સોમવારનાં કેન્દ્ર સરકારને ‘એક દેશ, એક ભાષા’ને પ્રોત્સાહન આપવા વિરુદ્ધ ચેતવણી આપી છે. એક વિડીયો જાહેર કરીને કમલે અપ્રત્યક્ષ રીતે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યા છે, કે ભારત 1950માં ‘અનેકતામાં એકતા’નાં વાયદા સાથે ગણતંત્ર બન્યું હતુ. 

વધુ વાંચવા કરો ક્લિક-7: પાણી પી પી ને PM મોદીને કોસનારા મમતા બેનરજી આખરે ઘુંટણીયે પડ્યાં!

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે લાંબા સમયથી ટકરાવ ચાલી રહ્યો છે. મમતા બેનરજી મોદી સરકારની અનેક મહત્વની યોજનાઓ પણ પોતાના રાજ્યમાં લાગુ કરતા નથી અને કેન્દ્ર સરકારની ટીકા કરવાની એક પણ તક જતી કરતા નથી.

વધુ વાંચવા કરો ક્લિક-8: BCCI દિનેશ કાર્તિકનો વાળ પણ વાંકો નહીં કરે, જે પણ ડખો હતો એમાં કોઈની પરમિશન નહોતી

BCCIએ કેન્દ્રીય કરારનું ઉલ્લંઘન કરવાના મામલામાં ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલા વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિકની બિનશરતી માફીનો સ્વિકાર કરી લીધો છે. જેથી આ મામલામાં હવે સમાધાન થઈ ગયું છે. તમને જણાવી દઇએ કે, દિનેશ કાર્તિકે અભિનેતા શાહરૂખ ખાનની ત્રિનબાગો નાઇટ રાઇડર્સના ડ્રેસિંગ રૂમથી કેરેબિયન પ્રીમિયર લીગની મેચ જોઈને બીસીસીઆઈના એક કરારનું ઉલ્લંઘન કર્યું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-9: 9 મહિને કાંડ ખૂલ્યો, પ્રિયંકા-નિકના લગ્નમાં એવી બબાલ થઈ’તી કે પોલીસને ધક્કો થયો હતો

લગભગ 2018ના ડિસેમ્બર મહિનામાં પ્રિયંકા અને નિકના લગ્ન થયા. બધા જાણે છે એમ પ્રિયંકા અને નિકના લગ્ન ખાનગી રાખવા માટે ઉંધા માથે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. લગ્નનો એક પણ ફોટો બહાર ન જાય એ માટે પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં સોશિયલ મીડિયામાં લગ્નની ઘણી તસવીરો વાયરલ થઈ હતી.

વધુ વાંચવા કરો ક્લિક-10: ઓનલાઇન ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટ મળવું થઈ જશે બંધ! મોદી સરકારને કરી માંગ

કેટલીક વખત ઘણા લોકો ઓનલાઇન ખરીદી વધારે પ્રમાણમાં કરતા હોય છે. ત્યારે ઓનલાઇન ઇ-કોમર્સ વેબસાઇટ પર દિવાળી સેલની રાહ જોઇ રહેલા લોકોને હવે ઝાટકો લાગે એવા સમાચાર સામે આવ્યા છે. 

વધુ વાંચવા કરો ક્લિક-11: PHOTOS: રાજમા ચાવલમાં ધડાધડ KISS સિન આપનારી અભિનેત્રી ‘પ્રસ્થાનમ’ વિશે બોલી કે….

કાલાકાંડી, રાજમા ચાવલ અને જજમેન્ટલ હે ક્યા જેવી ઘણી ફિલ્મોમાં કામ કરીને અમાયરા દસ્તુર હવે જલ્દી જ પ્રસ્થાનમમાં જોવા મળવાની છે. પરંતુ પ્રસ્થાનમ રિલીઝ થતાની પહેલા જ અમાયરાએ ફિલ્મને લઈ એક મોટી વાત કરી છે અને બીજા ઘણા ખુલાસા કર્યા છે. સાથે સાથે અમાયરાનાં નવા ફોટોઝ પણ વાયરલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન