16th September 2019: Top Headline Till 3 PM
  • Home
  • Featured
  • [email protected]: ગુજરાતમાં મેમો ફાડ્યા બાદ પૈસા નથીનું બ્હાનું નહીં ચાલે, સરકાર વસૂલશે આ રીતે દંડ

[email protected]: ગુજરાતમાં મેમો ફાડ્યા બાદ પૈસા નથીનું બ્હાનું નહીં ચાલે, સરકાર વસૂલશે આ રીતે દંડ

 | 2:51 pm IST

કેન્દ્ર સરકારના આજથી નવા મોટર વાહન વ્હીકલનો અમલ આજથી શરૂ થયો છે. ગુજરાતમાં ભારે વિરોધ બાદ સીએમ વિજય રૂપાણીએ કેટલાક નિયમોમાં છૂટછાટ પણ આપી છે. પરંતુ તેમ છતાં અમદાવાદીઓ સહિત ગુજરાતના નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો બીજીબાજુ આજે કલમ 370થી સંબંધિત એક અરજીની સુનવણી કરતાં ચીફ જસ્ટિસે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે રાજ્યમાં લોકો હાઇકોર્ટમાં અપીલ કરી શકયા નથી આ તો ગંભીર મુદ્દો છે. ચીફ જસ્ટિસે કહ્યું કે તેઓ ખુદ હાઇકોર્ટના જજથી ફોન પર વાત કરીશું અને સંતુષ્ટ નહીં થાય તો હું રૂબરૂ જઇ રાજ્યની મુલાકાત લઇશ તેમ કહ્યું સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: હવે મેમો ફાટશે ત્યારે ‘પૈસા નથીનું બહાનું નહીં ચાલે’, સરકાર આ રીતે વસૂલશે દંડ, જેમાં તમે બચી નહી શકો

આજથી ટ્રાફિક નિયમ ભંગ બદલ રાજ્યના લોકોમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ જ્યારે કોઇ અમદાવાદી કે કોઇને પણ પકડે તો આપણને હસાવીને લોથપોથ કરી નાખે તેવા બહાના કાઢતા હોય છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: આમ જનતા જ નહીં, આજે સરકાર બાબુઓનો પણ પડી ગયો વારો, જોઈ લો કયા કેવી રીતે ચઢ્યા અડફેટે

ટ્રાફિકના નયા નિયમોને લઇને રાજ્યની ટ્રાફિક પોલીસ એક્શનમાં દેખાઇ રહી છે. બીજી બાજુ આજે એવી કેટલીક ઘટનાઓ સામે આવી છે, જેણે લોકોમાં દ્દષ્ટાંત પુરું પાડવા માટે દેખાઇ રહ્યું છે. આજે રાજ્યમાં ટ્રાફિક પોલીસે સવારથી અનેક લોકોને દંડવાનો શરૂ કર્યું હતું. વડોદરા ટ્રાફિક પોલીસે સવારથી નિયમોનો ભંગ કરતા લોકોને દંડવાના શરૂ કરતા લોકોને નહીં પરંતુ પોલીસકર્મીઓને દંડ ફટકાર્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-3: ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની જબરદસ્ત મોટી ટિપ્પણી…તો હું જાતે જ જઇશ કાશ્મીર

કલમ 370થી સંબંધિત એક અરજીની સુનવણી કરતાં ચીફ જસ્ટિસે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે રાજ્યમાં લોકો હાઇકોર્ટમાં અપીલ કરી શકયા નથી આ તો ગંભીર મુદ્દો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-4: ચીનની વધુ એક અવળચંડાઈ, ભારતીય સમુદ્રી સરહદે ખડક્યા 2 જંગી યુદ્ધ જહાજ

ડોકલામમાં ભારતના હાથે બરાબરની થપાટ ખાધા બાદ હવે ચીન હિંદ મહાસાગરમાં અવળચંડાઈ પર ઉતરી આવ્યું છે. અહીં ચીન વ્યવહાર અને પ્રભાવ વધારવા તરફડીયા મારી રહ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ચંદ્રયાન-2ને લઇ ખુશખબર, NASAએ કહ્યું- ઑર્બિટર પહોંચ્યું વિક્રમ લેન્ડરની નજીક

7મી સપ્ટેમ્બરના રોજ શરૂઆતના કલાકોમાં ચંદ્રની સપાટી પરથી 2.1 કિલોમીટરના અંતર પર વિક્રમ લેન્ડરનો ઇસરોના કંટ્રોલ રૂમથી સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ ચંદ્રયાન-2ના ઑર્બિટરની મદદથી ચંદ્ર પર હાલ વિક્રમના લોકેશનની ખબર પડી ગઇ હતી. હવે સૌથી મોટો પડકાર એ છે કે વિક્રમ લેન્ડર સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરવાનો છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: INDvsSA: બીજી T20 મેચ પણ વરસાદમાં ધોવાશે! મોહલીની મોસમને લઈ આવ્યા આ સમાચાર

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટી-20 મેચ સિરીઝની પહેલી મેચ ગઈકાલે વરસાદનો ભોગ બની હતી. મેચમાં નિર્ઘારિત સમય પર ટોસ થવાનો હતો પરંતુ લગભગ સાંજે 7 વાગ્યાથી ધોધમાર વરસાદ થશું થયો જેના કારણે મેચને એક પણ બોલ રમ્યા વગર રદ કરવામાં આવી. જ્યારે હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટી-20 મેચ મોહાલી ખાતે રમાશે.

વધુ વાંચવા કરો ક્લિક-7: હવે દેવાદાર એર ઇન્ડિયાની એર હોસ્ટેસ બનશે સુપર હોટ, કંપનીએ ઘડ્યો આ પ્લાન

‘મહારાજા’ તરીકે જાણીતી એરલાઇન કંપની એર ઇન્ડિયા હાલ ભલે પૈસાના અભાવે સંઘર્ષ કરી રહી છે અને તેની નાણાકીય સ્થિતિ લથડી છે. પરંતુ તેમ છતા કંપની તેના ક્રૂ મેમ્બર્સની ફિટનેસ પર સંપૂણ ધ્યાન આપી રહી છે. એરલાઇન્સે તેની એરહોસ્ટેસ અને કેબિન ક્રૂ મેમ્બર્સ માટે ભોજનની ખાસ વ્યવસ્થા કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: અજય દેવગણના પિતા બાદ વધુ એક મશહુર ફિલ્મ એડિટરનું મોત, બોલિવૂડ ડૂબ્યું શોકમાં!

બોલિવૂડનાં દિગ્ગજ ફિલ્મ એડિટર સંજીવ કુમાર દત્તાનું રવિવારે લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેણે દૌર, મર્દાની, ઈકબાલ અને એક હસીના જેવી ઘણી ફિલ્મો માટે કામ કર્યું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-9: ડ્રોનની મદદથી પ્રથમ વખત ભારતનો ડિજિટલ નકશો બનશે, મળશે સચોટ જાણકારી

સર્વે ઓફ ઇન્ડિયા લેટેસ્ટ તકનીકની મદદથી ભારતનો ડિજિટલ નકશો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ કામ ડ્રોનની મદદથી કરવામાં આવશે. આમાં, આકાશમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાની સંખ્યા પણ જમીન પર એકત્રિત કરવામાં આવશે. 

વધુ વાંચવા કરો ક્લિક-10: મહાનાયક અમિતાભ જ કરી બેઠા ગંભીર ભૂલ, બન્યા ગંભીર બિમારીનો ભોગ

બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને સ્વાસ્થ્યને લઇને જાગૃતતા ફેલાવવામાં હંમેસા આગળ રહે છે. એટલું જ નહીં તે તેમના સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યાઓ અને બીમારીઓ અંગે લોકોને બિન્દાસ્ત જણાવે છે જેથી લોકો તેમના સ્વાસ્થ્યને લઇને બેદરકાર ન રહે. બિગ બીએ તેમની સૌથી બે મોટી બીમારીઓ અંગે વાત કરી.

વધુ વાંચવા કરો ક્લિક-11: રાશિ અનુસાર જાણો હાથમાં અંગૂઠી કે કડું પહેરવાથી ફાયદો થશે કે નુકસાન

કેટલાક લોકોને આભૂષણ પહેરવાનો ખુબજ શોખ હોય છે. સોનાના ચાંદીના તેમજ અલગ અલગ ધાતુઓની બનાવટના આભૂષણ પહેરવામાં આવે છે. શોભાની અભિવૃદ્ધિ કરતા આ આભૂષણ ખુબજ આકર્ષક લાગે છે સાથે સાથે તમારા વર્તન પર તેની અસર પાડે છે આવા આભૂષણ કેવી અસર પાડે છે તમારા પર જાણીએ વિસ્તારથી.

વધુ વાંચવા માટે કરો ક્લિક- PM મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન