વેલ્યૂ બાઇંગથી બજાર ૧૭૩ પોઇન્ટ બાઉન્સ બેક

87

મુંબઈ,તા.૧૦

પસંદગીના શેરોમાં રોકાણકારો દ્વારા વેલ્યુ બાઈંગને પગલે ગઈકાલે બજારમાં વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, કોર્પોરેટ સેક્ટરના પરિણામો પૂર્વે ઇન્વેસ્ટરોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે એની પણ બજાર પર અસર જોવા મળી રહી છે. નિફટી ૮,૨૫૦ના લેવલની ઉપર બંધ આવ્યો હતો. મુંબઈ શેરબજારના ૧૯ સેક્ટરલ ઇન્ડાઇસીસમાંથી ૧૮ વધ્યા હતા. ઓટો, કેપિટલ ગુડ્ઝ અને મેટલ ઇન્ડેક્સમાં મોટી વૃધ્ધિ જોવા મળી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સોમવારના ૨૬,૭૨૬.૫૫ના બંધ સામે ગઈકાલે ૨૬,૮૧૧.૬૩ ખુલ્યો હતો. દિવસ દરમિયાન વધીને ઊંચામાં ૨૬,૯૧૪.૯૫ અને ઘટીને નીચામાં ૨૬,૮૦૪.૧૭ ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ૧૭૩.૦૧ વધીને ૨૬,૮૯૯.૫૬ બંધ રહ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ ૯૮.૭૬ વધીને ૧૨,૪૪૮.૫૬ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ૮૭.૬૪ વધીને ૧૨,૫૮૩.૩૫ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી સોમવારના ૮,૨૩૬.૦૫ના બંધ સામે ગઈકાલે ૮,૨૬૨.૭૦ ખુલ્યો હતો. દિવસ દરમિયાન વધીને ઊંચામાં ૮,૨૯૩.૮૦ અને ઘટીને નીચામાં ૮,૨૬૧ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ૫૨.૫૫ વધીને ૮,૨૮૮.૬૦ બંધ રહ્યો હતો.

રિયલ્ટી સિવાયના તમામ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં

મુંબઈ શેરબજારના સેક્ટરલ ઇન્ડાઇસીસમાં ઓટો ઇન્ડેક્સ સૌથી વધુ ૨૬૪.૨૪ વધીને ૨૧,૨૬૩.૪૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિસ્ટ ૧૩ કંપનીમાંથી ૧૦ના ભાવ વધ્યા હતા. એમઆરએફનો ભાવ સૌથી વધુ ૩.૪૧ ટકા વધીને ૫૩,૦૦૧.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. તાતા મોટર્સનો ભાવ ૨.૯૯ ટકા, કમિન્સ ઇન્ડિયાનો ૨.૭૪ ટકા, ભારત ફોર્જનો ૨.૫૭ ટકા વધ્યો હતો. કેપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ૧૪૩.૯૦ વધીને ૧૪,૨૨૫.૫૨ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિસ્ટ ૨૬ કંપનીમાંથી ૧૮ના ભાવ વધ્યા હતા. એબીબીનો ભાવ સૌથી વધુ ૧૨.૮૭ ટકા વધીને ૧,૧૭૬ રૂપિયા બંધ રહ્યો હતો. ભારત ઇલેકટ્રોનિક્સનો ભાવ ૪.૦૨ ટકા, એનબીસીસીનો ૩.૯૩ ટકા વધ્યો હતો.મેટલ ઇન્ડેક્સ ૧૩૮.૫૩ વધીને ૧૦,૭૫૩.૧૬ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિસ્ટ ૧૦ માંથી ૯ કંપનીના ભાવમાં વૃધ્ધિ થઈ હતી. નાલ્કોનો ભાવ સૌથી વધુ ૪.૦૬ ટકા વધીને ૬૭.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. હિન્ડાલ્કોનો ભાવ ૩.૯૩ ટકા અને તાતા સ્ટીલનો ૨.૧૦ ટકા વધ્યો હતો.કન્ઝયુમર ડયુરેબલ્સ ઇન્ડેક્સ ૧૧૯.૩૦ વધીને ૧૧,૯૮૭.૯૭ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિસ્ટ ૧૦ કંપનીમાંથી પાંચના ભાવ વધ્યા હતા. ટાઇટનનો ભાવ સૌથી વધુ ૨.૧૭ ટકા વધીને ૩૬૧.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. રાજેશ એક્સપોર્ટ્સનો ભાવ ૧.૮૦ ટકા વધ્યો હતો. બેન્કેક્સ ૧૧૪.૩૬ વધીને ૨૧,૦૩૬.૪૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિસ્ટ ૧૦ બેન્કોમાંથી ૭ના ભાવમાં વૃધ્ધિ જોવા મળી હતી. ફેડરલ બેન્કનો ભાવ સૌથી વધુ ૨.૨૭ ટકા વધીને ૬૯.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. એચડીએફસી બેન્કનો ભાવ ૧.૪૬ ટકા વધ્યો હતો.