- Sandesh
1.6M
1M
1.7M
APPS

 | 3:04 am IST

મેડિકલ કૉલેજનાં ૧૪૦૦ વિદ્યાર્થીઓને લેબનો લાભ પ્રાપ્ત થશે

 

મેડિકલ કૉલેજમાં કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરાયું

લેબથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરશે

ા વડોદરા ા

મધ્યગુજરાતની મોટામાં મોટી સયાજી હોસ્પિટલને સંલગ્ન બરોડા મેડિકલ કોલેજની લાઈબ્રેરીમાં ડૉ. ટી.વી પટેલ ટ્રસ્ટના સહયોગથી અદ્યતન કોમ્પ્યુટર લેબનું કૉલેજના ડીન ડૉ. તનુજા જાવડેકરના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

જેની માહિતી આપતા એસએસજીના અધિક્ષક ડૉ. રંજન ઐયરે જણાવ્યુ કે, જેમના નામે ટી.વી. પટેલ ટ્રસ્ટ ચાલે છે તેવા સ્વ.ઠાકોરભાઈ પટેલ એક સમયના ગુજરાતના આરોગ્ય મંત્રી રહેલા છે. તેમનો એસ.એસ.જી. હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ સાથે પણ નાતો રહ્યો છે. તેઓ ગાયનેક વિભાગમાં પ્રાધ્યાપક અને વિભાગના વડા પણ રહી ચૂક્યા છે. ત્યારે આ ટ્રસ્ટના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ કોમ્પ્યુટર લેબથી ખાસ કરીને કોરોના મહામારીમાં જ્યારે અભ્યાસ જેવી પ્રવૃત્તિ ઓનલાઈન થઈ છે, ત્યારે વિધાર્થીઓને અભ્યાસ અર્થે કોમ્પ્યુટર લેબથી વધુ લાભ થશે.

બરોડા મેડિકલ કોલેજના ડીન ડૉ. તનુજા જાવડેકરે જણાવ્યું કે, ડૉ. ટી.વી. પટેલ લાઈબ્રેરી ડેવલપમેન્ટ ફંડમાંથી આશરે રૂ. ૩૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ ૫૦ કોમ્પ્યુટરથી સજ્જ કોમ્પ્યુટર લેબથી વિદ્યાર્થીઓને સંદર્ભ સાહિત્ય, જર્નલ, બુક વગેરે અભ્યાસ ખૂબ માટે ઉગયોગી નિવડશે. મેડિકલ કૉલેજના ૧૪૦૦ વિદ્યાર્થીઓને આ કોમ્પ્યુટર લેબનો લાભ મળશે. જેથી વિદ્યાર્થીઓને રિસર્ચ કરવામાં સરળતા રહેશે.

લેબના ઉદ્ઘાટનમાં ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. હેમંત માથુર, નોડલ ઓફિસર ડૉ. બેલીમ, ડૉ. શોયબ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ડૉ. સ્વ. ટી.વી. પટેલ ટ્રસ્ટના હોદ્દેદાર ડૉ. જીતેન્દ્ર પટેલ, હર્ષદ પટેલ, નીલ પટેલ, વંદના પટેલની ઉપસ્થિતિમાં કોમ્પ્યુટર લેબનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;