17th February 2019 03 pm Headline
  • Home
  • Gujarat
  • News @03 PM: જે આગ તમારા દિલમાં છે તે જ મારા દિલમાં છે – PM મોદી સહિતનાં સમાચારો

News @03 PM: જે આગ તમારા દિલમાં છે તે જ મારા દિલમાં છે – PM મોદી સહિતનાં સમાચારો

 | 3:08 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના પુલવામાં હુમલામાં શહીદોને યાદ કર્યા તથા પુલવામા હુમલાને ધ્યાનમાં રાખીને જમ્મુ કાશ્મીર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો અને પુલવામાની ઘટનાથી સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો તેમજ ચોરીને અંજામ આપી રહેલ ત્રણ જેટલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા અને આવનારા સમયમાં બોલિવૂડ ફિલ્મ જગતમાં રાજકારણીઓની બાયોપિકનો દર્શકોના મગજ પર વરસાદ થવાનો છે સહિતનાં મહત્વનાં સમાચારો એક ક્લ્કિ પર.

વધુ વાંચવા ક્લિક કરો-1: પુલવામા હુમલો: જે આગ તમારા દિલમાં છે તે જ મારા દિલમાં છે – PM મોદી

બિહારના બરૌની જિલ્લામાં વિકાસ યોજનાઓનું શિલાન્યાસ કરવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના પુલવામાં હુમલામાં શહીદોને યાદ કર્યા. બરૌનીમાંથી એક સભાને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે હું પણ તમારા જેટલો જ દુઃખી છું. 

વધુ વાંચવા ક્લિક કરો-2:મોદી સરકાર આકરા પાણીએ, કશ્મીરી અલગાવવાદીઓને લઇ ભર્યુ આ પગલું

પુલવામા હુમલાને ધ્યાનમાં રાખીને જમ્મુ કાશ્મીર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે પાંચ મોટા અલગાવવાદી નેતાઓની સુરક્ષા છીનવી લેવાનો નિર્ણય કર્યો છે. ખાસ વાત છે કે આ અલગાવવાદી નેતાઓમાં મીરવાઇજ ઉમર ફારુક પણ સામેલ છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે આ પાંચ નેતાઓ અને અન્ય અલગાવવાદીઓને કોઇપણ રીતે સુરક્ષા આપવામાં આવશે નહીં.

વધુ વાંચવા ક્લિક કરો-3:સર્જિકલ સ્ટ્રાઇકથી ફફડ્યું પાકિસ્તાન, LOC પાસેથી ખાલી કરાવી આતંકી છાવણી!

પુલવામાં હુમલા બાદ ભારતમાં આક્રમક વલણથી પાકિસ્તાન ડરી ગયું છે. કદાચ તેનું જ પરિણાણ છે કે સર્જિકલ સ્ટ્રાઇકના ડરથી પાકિસ્તાને નિયંત્રણ રેખા પાસે હાજર લોન્ચ પેડ્સથી તેમના આતંકીઓને હટાવવાના શરૂ કરી દીધા છે. સુત્રો મુજબ આ આતંકીઓને પેડ્સની પાસે રહેલી સેનાના કેમ્પમાં લઇ જવામાં આવ્યા છે. 

વધુ વાંચવા ક્લિક કરો-4:જૂનાગઢ: આતંકી ઘટનાથી રોષે ભરાઇ યુવાન વેપારીએ લીધી અનોખી ટેક

પુલવામાની ઘટનાથી સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. આતંકીઓ તેમજ પાકિસ્તાન સામે કડકમાં કડક પગલાં ભરવા દેશવાસીઓની માંગણી છે. ત્યારે જૂનાગઢના વેપારી યુવાને પગમાં પગરખાં ન પહેરવાની માનતા રાખી છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: ગોધરા: બેંકના ATMમાંથી તસ્કરો લાખોની ચોરી કરી થયા ફરાર, ઘટના CCTVમાં કેદ

ગોધરા શહેરના નવા બજાર વિસ્તરામાં આવેલ પંચમહાલ ડિસ્ટ્રીક કોઓપરેટીવ બેન્કનું ATM કટર દ્વારા કાપી તસ્કરો ઉઠાવી ગયા હોવાની હકીકત સામે આવી છે. ચોરીને અંજામ આપી રહેલ ત્રણ જેટલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા છે. 

વધુ વાંચવા ક્લિક કરો-6: લંડનમાં ભારતીય નાગરિકોએ પાકિસ્તાન એમ્બેસી સામે પુલવામા હુમલાનો કર્યો વિરોધ

ગુરૂવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા છે. જેના કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આ હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: આ દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીએ કર્યો અધધધ નફો, પણ ટેક્સ ભરવામાં કરી રહી છે ગલ્લાં તલ્લાં

ઈ-કોમર્સ કંપનીઓએ માર્કેટમાં જાણેકે તહેલકો મચાવી દીધો હતો. ખુબજ નફો મેળવીને એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓ ખૂબજ ઓછા સમયમાં ક્યાંથી કયાં પહોંચી ગઈ છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: ભાજપના દિગ્ગજ કેન્દ્રિયમંત્રીના જીવન પર બનેલ ફિલ્મનું ટ્રેલર રિલીઝ

આવનારા સમયમાં બોલિવૂડ ફિલ્મ જગતમાં રાજકારણીઓની બાયોપિકનો દર્શકોના મગજ પર વરસાદ થવાનો છે. ચૂંટણી સમયે એક બાદ એક પ્રધાનોની બાયોપિક ફિલ્મોની જાહેરાત થઈ રહી છે.

વધુ વાંચવા ક્લિક કરો-9:J&K attack:ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાએ ઇમરાન ખાનની તસવીર ઢાંકી દીધી

ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાએ સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ દર્શાવતાં પાકિસ્તાના વડા પ્રધાન ઇમરાન ખાનના પોસ્ટરને ઢાંકી દીધું છે. બીસીસીઆઈની માન્યતા પ્રાપ્ત એકમ સીસીઆઈનું મુખ્યાલય બ્રેબોન સ્ટેડિયમ પર છે. સીસીઆઈના પરિસરમાં વિશ્વભરના મહાન ક્રિકેટર્સની તસવીર લગાવેલી છે.

વધુ વાંચવા ક્લિક કરો-10: Whats app પર ન કરો આ કામ, થઈ શકે છે જેલની સજા

આપણે સૌ કોઈ આજકાલ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહીએ છીએ અને કોઈને કોઈ રીતે આપણા ફોટાઓ, મેસેજ આપણે અપલોડ કરતા રહીએ છીએ. આપણે મોટાભાગે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ પણ એનથી જાણતા કે આપણા ફોરવર્ડ કરેલા મેસેજ ફેક ન્યૂઝ છે કે નહી આપણે જે ફોરવર્ડ કે શેર કરીએ છીએ તે કેટલી હદે યોગ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન