17th February 2019 12pm Headline
  • Home
  • Gujarat
  • News @12 PM: પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ હેક, ભારત પર આરોપ સહિતનાં સમાચારો

News @12 PM: પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ હેક, ભારત પર આરોપ સહિતનાં સમાચારો

 | 11:52 am IST

પાકિસ્તાન વિદેશ મંત્રાલયની અધિકારીક વેબસાઇટ હેક કરી લેવામાં આવી તથા મોદીએ કહ્યું હતું કે, મેં કાલે પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે, પુલવામાના શહીદોનું બલિદાન એળે નહીં જાય. તેમજ તમામ વિરોધપક્ષોએ આ સંકટના સમયમાં સરકારની સાથે હોવાનો જુસ્સો વ્યક્ત કર્યો અને ગુજરાત સરકાર એક્સ આર્મીમેનનું પણ ફિક્સવેતનથી શોષણ કરી રહી છે. સહિતનાં મહત્વનાં સમાચારો એક ક્લ્કિ પર.

વધુ વાંચવા ક્લિક કરો-1: પાક. વિદેશ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટ હેક, ભારત પર ચિંધાઇ આંગળી

પાકિસ્તાન વિદેશ મંત્રાલયની અધિકારીક વેબસાઇટ હેક કરી લેવામાં આવી હતી. પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જણાવ્યું કે ઘણા દેશોના યુઝર્સે સાઇટ ન ખુલવાની ફરિયાદ કરી છે. સુત્રોએ પાકિસ્તાન ન્યૂઝ પેપર ડોને જણાવ્યું કે એવુ માનવામાં આવી રહ્યું છે કે આ સાઇબર એટેક ભારતથી કરવામાં આવ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-2:ગમે ત્યાં છુપાઈ જાય, ગુનેગારોને સજા જરૂર મળશે : વડાપ્રધાન

મહારાષ્ટ્રનાં યવતમાલમાં કેટલાંક વિકાસકાર્યોની આધારશિલા મૂકવા યોજાયેલી રેલીમાં પીએમ મોદીએ શનિવારે ફરી એક વાર પુલવામા હુમલાના ગુનેગારોને સજા થઈને જ રહેશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, મેં કાલે પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે, પુલવામાના શહીદોનું બલિદાન એળે નહીં જાય.

વધુ વાંચવા ક્લિક કરો-3:આતંકવાદ સામે લડવા તમામ વિપક્ષો સરકારની સાથે: વિપક્ષોનો બુલંદ સૂર

પુલવામા જિલ્લાનાં અવંતીપોરા ખાતે ગુરુવારે સીઆરપીએફના કાફલા પર કરવામાં આવેલા આત્મઘાતી હુમલા પછી આતંકીઓ અને આતંકવાદ સામે કેવી રીતે લડવું તેની રણનીતિ ઘડવા શનિવારે સંસદભવનમાં સર્વપક્ષીય બેઠક મળી હતી. આ બેઠકમાં આક્રોશભર્યા સૂર સાથે તમામ વિરોધપક્ષોએ આ સંકટના સમયમાં સરકારની સાથે હોવાનો જુસ્સો વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચવા ક્લિક કરો-4: ભાજપના આ મંત્રીએ કહ્યું, ચૂંટણી પાછળ ઠેલાતી હોય તો ઠેલાય, પણ પાકિસ્તાનને સબક શીખવાડો

પુલવામામાં આંતકી હુમલાના વિરોધમાં દેશભરમાં આક્રોશ ભભૂકી રહ્યો છે. ત્યારે વનમંત્રી ગણપત વસાવાએ બણભાડુંગરને પ્રવાસન સ્થળ તરીકે ખુલ્લુ મુકતા લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. આ તકે વસાવાએ જણાવ્યું કે, ચૂંટણી પછીથી યોજાતી હોય તો કોઈને વાંધો નથી પરંતુ હવે પાકિસ્તાનને સબક શીખવવો જરૂરી છે.

વધુ વાંચવા ક્લિક કરો-5:Ex.આર્મીમેનને પણ ફિક્સવેતન આપી સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા શોષણ

ગુજરાત સરકાર એક્સ આર્મીમેનનું પણ ફિક્સવેતનથી શોષણ કરી રહી છે. સેવા નિવૃત સૈનિકોના ક્વોટા હેઠળ અન્ય ઉમેદવારોની જેમ ભરતી પરીક્ષા, ઈન્ટરવ્યુ આપીને રાજ્ય સરકારની સેવામાં જોડાતા સેંકડો એક્સ આર્મીમેનને ભારત સરકાર અને દેશના અન્ય રાજ્યો કરતા હળહળતો અન્યાય થઈ રહ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-6:19 IPSની બદલી, જાણો કયા અધિકારીઓની થઇ છે બદલી અને બઢતી

રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા શનિવારે મોડી રાતે રાજ્યમાં 19 આઈપીએસ અને 32 ડીવાયએસપીના બદલીના હુકમ તેમજ ત્રણ પ્રોબેશનર આઈપીએસને પોસ્ટીંગ આપ્યું છે. ગુજરાત એટીએસ એસપી હિમાંશુ શુકલા સહીત પાંચ આઈપીએસ અધિકારીની ડીઆઈજીનું પ્રમોશન આપવામાં આવ્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-7:ભારતને તેની આત્મરક્ષા કરવાનો અધિકાર, તેઓ કોઈપણ પગલાં ભરે તો અમે સાથે છીએ : અમેરિકા

પુલવામા આતંકી હુમલા પછી ભારત આ હુમલા માટે જવાબદાર પાકિસ્તાન અને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદને તેના કાયરતાભર્યાં કૃત્યનો જવાબ આપવા તૈયારી કરી રહ્યો છે ત્યારે અમેરિકા સહિત વિશ્વના તમામ દેશો ત્રાસવાદ સામે લડવા ભારતની સાથે અડીખમ ઊભા રહ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-8:J&K attack:ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાએ ઇમરાન ખાનની તસવીર ઢાંકી દીધી

ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાએ સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ દર્શાવતાં પાકિસ્તાના વડા પ્રધાન ઇમરાન ખાનના પોસ્ટરને ઢાંકી દીધું છે. બીસીસીઆઈની માન્યતા પ્રાપ્ત એકમ સીસીઆઈનું મુખ્યાલય બ્રેબોન સ્ટેડિયમ પર છે. સીસીઆઈના પરિસરમાં વિશ્વભરના મહાન ક્રિકેટર્સની તસવીર લગાવેલી છે.

વધુ વાંચવા ક્લિક કરો-9:ભારતીય યુવા વિકેટકીપર ઋષભ પંતે એડિલેડમાં કરેલા શાનદાર પ્રદર્શન અંગે જણાવ્યુ કે…

વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતે જણાવ્યુ કે પૂર્વ ખેલાડી કિરણ મોરેની દેખરેખમાં વિકેટ પર મહેનત કરવાથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન તેમની મહેનત ફળી હતી. ઇગ્લેન્ડમાં પડકાર રૂપ હાલત સામે ખરાબ પ્રદર્શનના કારણે ટીકાનો ભોગ બનેલ પંતે ઓસ્ટ્રેલિયામાં ખુબજ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

વધુ વાંચવા ક્લિક કરો-10:પહેલીવાર બ્રાન્ડ એમ્બેસેડર બની સારા અલી ખાન, આ પ્રોડક્ટની કરશે જાહેરાત

બોલીવુડ એકટ્રેસ સારા અલી ખાન ગયા વર્ષે લૉન્ચ થયેલ બોલીવુડની સૌથી સફળ સ્ટારકિડ્ઝ માની એક છે. અમૃતા સિંહ અને સૈફ અલીખાનની આ પુત્રી ગળથુથીમાંજ એકિટંગના કસબને લઈને આવી છે દાદી, પિતા માતા તેની ફોઈ ફુઆ આ તમામ બોલીવુડમાં સફળ કારકીર્દી ઘડી પોતાનું નામ સ્થાપિત કરી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન