17th October 2021: Gujarati Top News Headlines Till 3 PM
  • Home
  • Featured
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી પાંચ દિવસ બંધ રહેશે સહિતના અગત્યના સમાચાર

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાંચ દિવસ બંધ રહેશે સહિતના અગત્યના સમાચાર

 | 2:55 pm IST
  • Share

31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં હાજર રહેવાના હોવાથી પાંચ દિવસ પ્રવાસન સ્થળ બંધ રહેશે. તો કપડવંજ તાલુકાના વણઝારિયા ગામના વતની અને ભારતીય સેનામાં ફરજ બજાવતા 25 વર્ષના જવાને જમ્મુ-કાશ્મીરમાં શહાદત વ્હોરી લેતા નાનકડા ગામમાં શોકનો માહોલ છવાયો છે. ફરી એક વખત નેપાળના વિમાનો ભારતીય સરહદમાં પ્રવેશ્યાનો કિસ્સો સામે આવ્યો છે સહિતના અત્યાર સુધીના મહત્ત્વના સમાચાર

વધુ વાંચો- સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું પ્લાનિંગ કરતાં પહેલાં ખાસ વાંચજો, 5 દિવસ બંધ

28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યુ ઓફ યુનિટીના તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે

વધુ વાંચો- 11 પાકિસ્તાની હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, કલેકટરે પ્રમાણપત્ર આપ્યું

અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે દ્વારા લઘુમતી ધરાવતા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા. 

વધુ વાંચો-  જમ્મુ-કાશ્મીરમાં આતંકી અથડામણમાં ગુજરાતનો 25 વર્ષનો જવાન શહીદ

વધુ વાંચો- વણઝારિયાના વતની અને ભારતીય સેનામાં ફરજ બજાવતા 25 વર્ષના જવાને જમ્મુ-કાશ્મીરમાં શહાદત વ્હોરી લેતા નાનકડા ગામમાં શોકનો માહોલ

વધુ વાંચો-  ભારતીય સીમામાં 400 મીટર ઘુસ્યુ નેપાળી વિમાન, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ફરી એક વખત નેપાળના વિમાનો ભારતીય સરહદમાં પ્રવેશ્યાનો કિસ્સો સામે આવ્યો છે. સશસ્ત્ર સીમા બળ સહિત ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.

વધુ વાંચો-  ખેડૂતોને મળી શકે છે મોટી સહાય! વાવાઝોડાથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ

ગુજરાતમાં આવેલા અતિક્રમી એવા તૌક્તે વાવાઝોડા અને ત્યારબાદ અતિવૃષ્ટિ જેવા વરસાદે રાજ્યના કેટલાય ખેડૂતોના ઉભા પાકને ધોઈ નાખ્યો પરિણામે ખેડૂત સરકાર સામે કોઈ મોટી રાહત/સહાય જાહેર થાય તે આશાએ બેઠો છે.

વધુ વાંચો-  જ્યારે સ્મિતા પાટીલે કરી હતી આડા પાડીને મેકઅપ કરાવવાની જીદ

બોલિવૂડ અભિનેત્રી સ્મિતા પાટિલ તેમના અભિનય અને સાદગી માટે જાણીતી હતી. સ્મિતાનો જન્મ વર્ષ 1955માં 17 ઓક્ટોબરના રોજ થયો હતો. 

વધુ વાંચો-  T-20 વર્લ્ડકપનો પ્રારંભ : 16 ટીમો, 45 મેચ અને એક ટ્રોફી, કોણ મારશે બાજી ?

ભારત દ્વારા સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં આજથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો-  બે મોટા ગ્રહો એક જ દિવસે થશે માર્ગી, આ રાશિના જાતકોની વધશે મુશ્કેલી

ગુરુ બૃહસ્પતિ 18 ઓક્ટોબર, 2021ના ​​રોજ સવારે 11:39 વાગ્યે મકર રાશિમાં માર્ગી થશે અને 20 નવેમ્બર, 2021 સુધી કુંભ રાશિમાં આ સ્થિતિમાં રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો