17th September 2019: Top Headline Till 12 PM
  • Home
  • Featured
  • [email protected]: PM મોદી માદરે વતનમાં મનાવ્યો જન્મદિવસ, ચંદ્રયાન-2ને લઇ આશા જીવંત

[email protected]: PM મોદી માદરે વતનમાં મનાવ્યો જન્મદિવસ, ચંદ્રયાન-2ને લઇ આશા જીવંત

 | 12:07 pm IST

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 69મો જન્મદિવસ છે. આજના દિવસે પીએમ મોદી નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમ ખાતે નર્મદાના નીરના વધામણાં કર્યા. જ્યાં પાણી પહેલીવાર સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. પીએમ મોદીના સ્વાગત માટે ડેમને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો. તો બીજીબાજુ ચંદ્રયાન-2ને લઇ આજે મોટા સમાચાર આવી શકે છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: ગુજરાતના લાડલા સપૂત PM મોદી સરદાર સરોવર ડેમની મુલાકાતે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ વિશે

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 69મો જન્મદિવસ છે. આજના દિવસે પીએમ મોદી નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમ ખાતે નર્મદાના નીરના વધામણાં કર્યા. જ્યાં પાણી પહેલીવાર સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. પીએમ મોદીના સ્વાગત માટે ડેમને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે. તો આવો જાણીએ પીએમ મોદીના સંપૂર્ણ કાર્યક્રમ વિશે….

વધુ વાંચવા કરો ક્લિક-2: વાહ રે અમદાવાદી…મસમોટા દંડ ભરવાથી બચવા લોકોએ આપ્યા અજીબો-ગરીબ કારણ, વાંચીને હસશો

રાજ્યમાં જ્યારથી નવા ટ્રાફિક નિયમોનું અમલીકરણ થયું છે. ત્યારથી દેશની જનતામાં મિશ્રિત પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો આ નવા નિયમોને આવકારી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો આ નિયમોનો વિરોધ કરી રહ્યા છે. જોકે આ વચ્ચે ટ્રાફિક નિયમોનું ભંગ કરવા બદલ ટ્રાફિક પોલીસ દ્વારા જોગવાઈ પ્રમાણે લોકો પાસેથી દંડ પેઠે મોટી રકમ વસૂલવામાં આવી રહી છે. ત્યારે હવે કેટલાક એવા કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં લોકો જ્યારે ટ્રાફિક નિયમ ભંગ કરતા પકડાય છે તો અજીબો ગરીબ બહાનું બતાવી દંડ ભરવાની બચતા નજરે આવી રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: ચંદ્રયાન-2ને લઇ આજે થશે મોટો ચમત્કાર, વિક્રમ લેન્ડરને લઇ ગમે તે ઘડીએ આવશે ખુશખબર!

ચંદ્રની સપાટી પર હાજર આપણું વિક્રમ લેન્ડર કંઇ સ્થિતિમાં છે, આજે તેને લઇ નવી માહિતી આવી શકે છે. જો કે અમેરિકન અંતરિક્ષ એજન્સી NASA આજે વિક્રમની તસવીરો લેવાની કોશિષ કરશે. તેનું ઑર્બિટર આજે ચંદ્ર પર ભારતના વિક્રમ લેન્ડરની ઉપરથી પસાર થશે. બીજીબાજુ બે ખગોળશાસ્ત્રીઓએ દાવો કર્યો છે કે ઑર્બિટરની ઊંચાઇ 100 કિલોમીટરથી 90 કિલોમીટર પર આવી ગયું છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: PM મોદીને 69મા જન્મદિવસ પર અઢળક શુભેચ્છાઓ, સોનિયા ગાંધીએ પણ ટ્વિટ કરી કહ્યું કે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 69મા જન્મદિવસની આજે દેશભરમાંથી શુભેચ્છા પાઠવવાનો સિલસિલો ચાલુ છે. સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો બર્થડે ટ્રેન્ડ કરી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી લઇને તમામ કેન્દ્રીય મંત્રી, ભાજપ નેતા-કાર્યકર્તા અને વિપક્ષી દળોના નેતાઓએ પીએમને અભિનંદન પાઠવ્યા છે. નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ અનોખી રીતે ત્રણ ભાષામાં તેમને શુભકામના પાઠવી છે. પીએમ મોદીના બર્થ ડેમાં કોણે શું કહ્યું આવો જણાવીએ….

વધુ વાંચવા કરો ક્લિક-5: આ દેશોએ પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું, કહ્યું- PM મોદી સાથે પ્રેમથી વર્તો નહીં તો…

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાથી અકળાયેલા પાકિસ્તાને વિશ્વભરના દેશોના દ્વ્રાર ખખડાવ્યા છતાં ચીન સિવાય તેને કોઇ દેશનો સાથ ન મળ્યો. વધુમાં હવે મુસ્લિમ દેશોએ તેને ભારત સાથે પાછલા બારણે બેઠક કરવા કોશિશ કરવાની સલાહ આપી દીધી. સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમિરાત (યુએઇ) જેવા પ્રભાવી મુસ્લિમ દેશોએ એક બાજુ પાકને ભારત સાથે બેકડોર ડિપ્લોમસી ચેનસ સક્રિય કરવાની સલાહ આપી ઉપરાંત પાક. વડાપ્રધાન ઇમરાન ખાનને કહ્યું કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કડક ભાષાના ઉપયોગ પર અંકુશ મુકે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજનિતી જીનવ વિશે આપણે બધાને કદાચ ખ્યાલ હશે. પરંતુ તેની ફિલ્મી લાઈફ વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે. મોદીએ પણ ફિલ્મો જોઈ છે અને ગીતો સાંભળ્યા છે. આ બધા ખુલાસાઓ મોદીએ અક્ષય કુમાર સાથેના ઈન્ટરવ્યૂમાં કર્યા હતા કે જ્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-7: PM મોદી કંઇ કંપનીનો સ્માર્ટફોન અને સિમ કાર્ડનો કરે છે ઉપયોગ? જાણો એક ક્લિક પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69મો જન્મદિવસ છે. પીએમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આ અવસર પર મોદીનો ચાહકવર્ગ તમામ કાર્યક્રમોનું આયોજન કરશે. તેમની સાથે જોડાયેલી દિલચસ્પ અને ખાસ વાતનો પણ ઉલ્લેખ કરશે. આ જ ખાસ વાતોમાંથી એક નરેન્દ્ર મોદીનો મોબાઇલ ફોન અને સિમ કાર્ડ. શું તમે જાણો છો કે વડાપ્રધાન કયો સ્માર્ટફોન અને સિમકાર્ડનો ઉપયોગ કરે છે. આવો અમે તમને તેમના જન્મદિવસ પણ આ અંગે જણાવીએ…

વધુ વાંચવા કરો ક્લિક-8: આખરે કોહલી પર ઠલવાયો ધોનીના સંન્યાસનો ટોપલો! વાત કહીને પૂર્વ કેપ્ટને બધાને ચોંકાવ્યા

જ્યારથી વર્લ્ડ કપ પૂરો થયો ત્યારથી જ ધોનીના ભવિષ્યને લઈ ચારેબાજુ ચર્ચાએ જોર પકડ્યું છે. ક્રિકેટની દુનિયામાં ધોનીના સંન્યાસ પર ગામ આખું વાત કરી રહ્યું છે પરંતુ ધોની ખુદ તો આ મામલે ચૂપ છે. અટકળોનો દોર પણ એટલી જ ગતિથી ચાલુ છે. બધા પોત પોતાની રીતે નિવેદનો આપી રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: આજથી કન્યા રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય દેવનો પ્રવેશ, આ રાશિઓની ચમકી જશે કિસ્મત

વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય તમામ ગ્રહોના રાજા છે. સુર્ય એક મહિનામાં પોતાની રાશિ બદલે છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્ય આત્મા, પિતા, માન-સન્માન, ઉચ્ચ સરકારી સેવાનો કારક ગ્રહ છે. આથી સૂર્યનું ગોચર બારેય રાશિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. 17 સપ્ટેમ્બર એટલે કે આજથી સૂર્ય પોતાની રાશિ સિંહમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તે 18 ઓક્ટોબર સુધી આ જ રાશિમાં રહેશે. જાણો સૂર્યદેવના આ ગોચરની તમારી રાશિ પર શુભ અસર પડશે કે અશુભ.

વધુ વાંચવા કરો ક્લિક-10: 70 વર્ષે જવાન દેખાતા PM મોદીનું આ રહ્યું ભોજન મેનુ, કોઈ હાઈફાઈ ડીશ નથી

ગુજરાતમાં માતા નર્મદા અને પ્રકૃત્તિના સાનિધ્યમાં PM તેમનો 69મો જન્મદિવસ મનાવી રહ્યા છે. મોદીની સાદગીની વાત કરીએતો તેઓ ખુબજ સાદગી પૂર્ણ જીવન જીવે છે. સાદુ ભોજન લે છે અને આજે પણ એટલા જ ફીટ અને તંદુરસ્ત છે. યોગ કરીને પોતાની જાતને ફીટ અને તંદુરસ્ત રાખે છે. આઓ જાણીએ તેમની તંદુરસ્તીનું શું છે રહસ્ય.

 આ વીડિયો પણ જુઓ – PM મોદીએ નર્મદાના નીરના કર્યા વધામણાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન