TopHeadline: 18 april 2019 til 12 pm National Gujarat
  • Home
  • Gujarat
  • [email protected] PM: મેં કોઇને નીચું દેખાડવા માટે સરદાર સાહેબનું સ્ટેચ્યૂ નથી બનાવ્યું: મોદી, સહિતના સમાચાર

[email protected] PM: મેં કોઇને નીચું દેખાડવા માટે સરદાર સાહેબનું સ્ટેચ્યૂ નથી બનાવ્યું: મોદી, સહિતના સમાચાર

 | 11:51 am IST

પીએમ મોદીએ અમરેલીની જનતાને કેમ છો કરીને સ્વાગત કર્યું હતું. પીએમે જનતાને પુછ્યું કે, શું બધા હનુમાન જ્યંતિની તૈયારીમાં છો. તેમજ લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન શરૂ તથા ત્રિપુરા (પૂર્વ)ની લોકસભા બેઠક પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ હોવાના કારણે મતદાન મોકૂફ રાખવામાં આવ્યું અને હાલ દેશના પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, જ્યારે રાહુલ ગાંધી આજથી ગુજરાતને ધમરોળવવાની તૈયારી છે તથા જેટ એરવેઝ બંધ થયા પછી લખનૌથી દિલ્હી-મુંબઈ સહિતના ઘણા શહેરોના વિમાન ભાડા વધી શકે છે, સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: Live: મેં કોઇને નીચું દેખાડવા માટે સરદાર સાહેબનું સ્ટેચ્યૂ નથી બનાવ્યું: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે 11 કલાકે અમરેલી શહેરમાં ભાજપની ચૂંટણી સભા સંબોધવા જઇ રહ્યા છે. હાલ પીએમ મોદી અમરેલી સભા સ્થળે પહોંચી ગયા છે અને સ્ટેજ પરથી ભાજપના આગેવાનો અને નેતાઓએ પાઘડી પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ સ્ટેજ પરથી ભાષણની શરૂઆત કરી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-2: બીજા તબક્કાનું વોટિંગ: આ કદાવર મહિલા નેતાનું આજે ‘સર્વસ્વ’ લાગ્યું દાવ પર!

લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલુ છે. યુપીની 8 સીટો પર મતદાન થઇ રહ્યું છે અને તેમાંથી 6 સીટો ગઠબંધનની દ્રષ્ટિથી બસપા માટે ખૂબ અગત્યની છે. ખાસ કરીને બ્રજ ક્ષેત્રમાં ગઠબંધન માટે ‘મુસ્લિમ-દલિત’ મતદારોના ગઠબંધનની પણ પરીક્ષા થશે. સપા-બસપા સાથે આવવાથી ગઠબંધનને આ વોટ બેન્ક (મુસ્લિમ-દલિત)ને સાથે રાખવાની આશા છે. બસપા અહીં 8માંથી 6 સીટ પર ચૂંટણી લડી રહ્યું છે. એવામાં સૌથી મોટો પડકાર તેની સામે છે. ગઠબંધનની સહયોગી સપા હાથરસ સીટ પરથી જ્યારે મથુરાની સીટ પરથી આરએલડી ચૂંટણી લડી રહ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: લોકસભા ચૂંટણી: આજે બીજા તબક્કાનું મતદાન, આ નેતાઓનું ભાવિ EVMમાં સીલ થશે

2019ની લોકસભાની ચૂંટણી અંતર્ગત ગુરુવારે બીજા તબક્કામાં 12 રાજ્યોની 95 બેઠકો પર મતદાન યોજાશે. તે ઉપરાંત ઓરિસ્સાની 35 વિધાનસભા બેઠકો પર પણ મતદાન યોજાશે. બીજા તબક્કામાં 13 રાજ્યોની 97 બેઠકો પર મતદાન યોજાવાનું હતું પરંતુ ત્રિપુરા (પૂર્વ)ની લોકસભા બેઠક પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ હોવાના કારણે મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે. તે ઉપરાંત તામિલનાડુની વેલ્લૂર લોકસભા બેઠક પર એક ઉમેદવારના કાર્યાલયમાંથી મોટી કેશ જપ્ત થતાં ચૂંટણી પંચે મતદાન મોકૂફ રાખ્યું છે. આ બંને બેઠક પર 23 એપ્રિલે મતદાન યોજાશે.

વધુ વાંચવા કરો ક્લિક-4: મહિસાગરમાં હાર્દિકની સભા પહેલા મોટો વિવાદ, હેલિપેડ બનાવવા મામલે જમીન માલિક રીસે ભરાયો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતની જનતાને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હાલ દેશના પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, જ્યારે રાહુલ ગાંધી આજથી ગુજરાતને ધમરોળવવાની તૈયારી છે. ત્યારે એવી કેટલીયે ઘટનાઓ સામે આવતી હોય છે. જેને સાંભળીને આપણને આશ્ચર્ય થાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: વડોદરા: ધાબા પર સુતેલા માતા-પુત્રીની કરપીણ હત્યા, હત્યારાએ બેઝબોલના ફટકા માર્યા

રાજ્યમાં વધી રહેલા હત્યાના બનાવોમાં વધુ એક કિસ્સો આજે વડોદરામાં નોંધાયો હતો. આ ઘટનામાં ધાબા પર સુતેલા માતા- પુત્રીની હત્યા કરી દેતા સનસનાટી મચી જવા પામી છે. ઘટનાને પગલે વડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને બન્ને મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં માતા-પુત્રીની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: નિર્ભયા ભંડોળમાંથી મહિલાઓ માટે અલગ સાયબર ક્રાઇમ પોર્ટલ બનાવાયું 

નિર્ભયા ફંડનો ઉપયોગ કરી કેન્દ્ર સરકારે માત્ર મહિલાઓની સુરક્ષા માટે સાઈબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલ શરૂ કર્યું છે. જે અંતર્ગત સાઈબર ક્રાઈમનો ભોગ બનેલી પીડિત મહિલા ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. આ પોર્ટલનો ઉપયોગ ચાઈલ્ડ પોનોગ્રાફી, બાળકોના જાતિય શોષણ, બળાત્કાર કે ગેંગ રેપની ફરિયાદ કરવા કરી શકાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: મસૂદ અઝહર અંગે  અમેરિકા અમને દબાણ ના કરે : ચીન

પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠન જૈશ -એ – મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાને મુદ્દે ચીન હજીપણ પોતાના વલણ પર કાયમ છે. ચીને બુધવારે કહ્યું હતું કે તે આ મુદ્દાને યોગ્ય રીતે સમજૂતી તરફ લઈ જઈ રહ્યું છે અને ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા તેના પર આ મુદ્દે કોઈ દબાણ ના બનાવે. ચીને કહ્યું કે મસૂદ મુદ્દે ત્રણેય દેશો મસૂદ મુદ્દે પોતાના મંતવ્યો મૂકી શકે છે, પરંતુ કોઈપણ પ્રકારનું દબાણ ના કરી શકે. ચીને આ હેતુસર કોઇ આખરી તારીખનું પાલન નથી કરવાનું અને ચીન ૧૨૬૭ કમિટીના નિયમો હેઠળ જ આ મુદ્દાનેં સમાધાન શોધવા પ્રયાસશીલ છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: દિલ્હી-મુંબઈ સહિતના ઘણા શહેરોના વિમાન ભાડા વધશે, જાણો શું છે કારણ

જેટ એરવેઝ બંધ થયા પછી લખનૌથી દિલ્હી-મુંબઈ સહિતના ઘણા શહેરોના વિમાન ભાડા વધી શકે છે. આશરે 20 વર્ષથી અમૌસી એરપોર્ટ પર જેટ એરવેઝ એરલાઇન સંચાલીત થતી હતી. આ સમય દરમિયાન જેટ એરવેઝે અનેક એરલાઇન્સને ટક્કર આપી હતી. જેનાથી અહીંથી ઘણાં શહેરોના હવાઇ ભાડાં ઘટાડ્યાં હતા.

વધુ વાંચવા કરો ક્લિક-9: How to Vote:મતદાર યાદીમાં નામ છે કે નહિં, આ રીત કરો ચેક

ભારતમાં લોકસભાની ચૂંટણી યોજાઇ રહી છે. 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થઇ ગયું છે. તેમજ આજે બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે તો તમે પણ મતદાન કરી શકો છો. પરંતુ તેના માટે તમારું નામ વોટિંગ લિસ્ટમાં હોવું જરૂરી છે. જ્યાં તમારું કાયમી સરનામું હોય, ત્યાંની મતદાર યાદીમાં તમારું નોંધાયેલ હોવું જોઇએ.

વધુ વાંચવા કરો ક્લિક-10: IPL-12નો ‘ચેમ્પિયન’ કોણ, આ 5 બોલર્સની આગળ ધુંઆધર બેટસમેન ઘૂંટણિયે

ટી20 ક્રિકેટનો ઉલ્લેખ થતાં જ ક્રિકેટપ્રેમીઓના મોઢે જે વાત સૌથી પહેલાં આવે છે તે ચોગ્ગા-સિક્સરનો વરસાદ છે. ઇન્ડિયન ટી20 લીગ (આઇપીએલ) પણ તેનાથી અલગ નથી. લીગની હાલની સીઝન (આઇપીએલ-2)માં લગભગ દરેક ઇનિંગ્સમાં સરેરાશ 162 એટલે કે દરેક મેચમાં 324 રન બનાવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન