18 Died In Kerala Due To Heavy Rainfall And Landslide, Kochhin Airport Close
  • Home
  • India
  • કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી, 22 લોકોના મોત

કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી, 22 લોકોના મોત

 | 6:44 pm IST

કેરળના જુદા જુદા ભાગમાં ગુરુવારે સવારે ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે લગભગ 22 લોકોના મોત થયા છે. ઈમરજન્સી કંટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એ એડુક્કીમાં ભુસ્ખલનના કારને 10 લોકોના મોત, મલપ્પુરમમાં 5, કન્નૂરમાં 2 અને વાયનાડ જીલ્લામાં એકનું મોત થયું છે. વાયનાડ, પલક્કડ અને કોઝિકોડ જીલ્લામાં એક-એક વ્યક્તિ લાપતા હોવાનું કહેવાય છે.

ઈડુક્કીના અડીમાલી શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યાં છે. પોલીસ અને સ્થાનીય લોકોને કાટમાળમાં દબાયેલા બે લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. કહેવાય છે કે, વરસાદના કારણે ઈડુક્કી બંધનું પાણીનું સ્તર વધારે હતું જે 26 વર્ષ બાદ ખોલવામાં આવ્યો હતો. ગુરૂવારે સવારે લગભગ 600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું જેનાથી પાણીનું સ્તર 169.95 મીટર સુધી પહોંચી ગયું. ઈડુક્કી બંધમાં ગુરૂવારે સવારે આઠ વાગ્યા સુધી પાણીનું સતર 2,398 ફૂટ હતું, જે જળાશયના પૂર્ણ સ્તરની સરખામણીએ 50 ફૂટ વધારે હતું.

મુખ્યમંત્રી પિનારાઈ વિજયને જણાવ્યું હતું કે, અમે સેના, નેવી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફની મદદ માંગી છે. ત્રણ એનડીઆરએફની ટીમો રેસ્ક્યૂ માટે આવી પહોંચી છે. 2 ટીમ હજી આવનાર છે અને 6 ટીમોમાં કોલ કરવામાં આવ્યો છે. નેહરૂ રોફી બોટ રેસને પણ રદ્દ કરી દેવામાં આવી છે. કોચીન એરપોર્ટ બંધ કરવાની ફરજ પડી છે.

રેલવે ટ્રેકને પણ થયું નુંકશાન

ભારે વરસાદના કારને બુધવારે કોઝીકોડ અને વાલાયાર વચ્ચે રેલવે ટ્રેકને પણ નુંકશાન થયું છે. આ રૂટ પર રેલવે સેવાઓ ઠપ્પ કરી દેવામાં આવી છે. ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) અને અન્ય અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી છે. આ રૂટ પર પાટનું સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સત્વરે જ તેને શરૂ કરી દેવામાં આવશે.

એર્નાકૂલમના પથાલમમાં નિચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ભરાઈ ગયા છે જ્યાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કેરળ અગ્નિ અને રાહત વિભાગ મોટરબોટની મદદથી લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.