18 Year Old Boy Dead After He Shot Gun On His Head While Making TikTok
  • Home
  • Featured
  • ટિકટૉક પર બંદૂકથી વિડીયો બનાવવો ભારે પડ્યો, 18 વર્ષનાં છોકરાએ ગુમાવ્યો જીવ

ટિકટૉક પર બંદૂકથી વિડીયો બનાવવો ભારે પડ્યો, 18 વર્ષનાં છોકરાએ ગુમાવ્યો જીવ

 | 6:39 pm IST

બરેલીનાં હાફિઝગંજમાં મુદિયા ભીકમપુર ગામમાં 18 વર્ષનાં એક છોકરાએ ટિકટોક વિડીયો બનાવતા પિસ્તોલથી ખુદને શૂટ કરી દીધો. પોલીસે આ ઘટનાની જાણકારી આપી છે. ઘટના સોમવારનાં સાંજે 5 વાગ્યાની છે. 12માં ધોરણનો વિદ્યાર્થી કેશવ કુમાર સોમવારનાં સાંજે ઘરે પરત ફર્યો અને પોતાની માતા સાવિત્રી દેવી પાસે લાયસન્સ્ડ પિસ્તોલ માંગી. છોકરાની માતાએ જણાવ્યું કે, “મે પહેલા ઘણીવાર ના કહ્યું, પરંતુ જ્યારે તેણે વધારે જોર કર્યું તો મે પિસ્તોલ આપી દીધી.”

મહિલાએ કહ્યું કે, “જ્યારે હું કિચનમાં હતી તો અચાનક બંદૂકનો અવાજ આવ્યો. હું દોડતી આવી અને દરવાજો ખોલ્યો. મારો દીકરો ખૂનથી લથપથ જમીન પર પડ્યો હતો.” મહિલાએ જણાવ્યું કે, “એ જ સ્થિતિમાં છોકરાને હોસ્પિટલ લઇને ગઈ જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.” મૃતક છોકરાનાં પિતા સેનામાં છે. મહિલાએ કહ્યું કે, “તે પોતાના ખભા પર પિસ્તોલ રાખીને સૈનિકનાં જેવો પોઝ બનાવી રહ્યો હતો ત્યારે બંદૂક ચાલી અને ગોળી તેની જમણી કાનપટ્ટી પર લાગી.”

છોકરાનાં પિતા વિરેન્દ્રનું પોસ્ટિંગ રૂડકીમાં છે. કુમાર સતત નવા નવા વિડીયો બનાવતો હતો અને પ્રોફાઇલ પિક્ચર બદલતો રહેતો હતો. ત્યારબાદ આ વિડીયો ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરતો હતો. છોકરાની એક બહેન પણ છે. છોકરાની માતાએ જણાવ્યું કે તેને જરા પણ અંદાજો નહોતો કે બંદૂકમાં ગોળી છે નહીં તો તે દીકરાને બંદૂક ના આપતી. નવાબગંજનાં સર્કલ ઑફિસરે જણાવ્યું કે છોકરાનાં પરિવારે પોસ્ટમોર્ટમ કરાવાથી ના કહી દીધું. તેમણે કહ્યું કે, “અમને જણાવવામાં આવ્યું કે પિસ્તોલનું લાયસન્સ સાવિત્રી દેવીનાં નામે છે અને એ બેડરૂમમાં રહે છે.” તેમણે કહ્યું કે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

આ વિડીયો પણ જુઓ: તામિલનાડુમાં જલિકટ્ટુ સ્પર્ધાનો પારંભ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન