૧૮ વર્ષની ટિકટોક સ્ટાર સંધ્યા ચૌહાણે પોતાના ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ૧૮ વર્ષની ટિકટોક સ્ટાર સંધ્યા ચૌહાણે પોતાના ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું 

૧૮ વર્ષની ટિકટોક સ્ટાર સંધ્યા ચૌહાણે પોતાના ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું 

 | 1:35 am IST
  • Share

। નવી દિલ્હી ।

૧૮ વર્ષની ટિકટોક સ્ટાર સંધ્યા ચૌહાણે ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની સંધ્યા ચૌહાણ ટિકટોકની મોટી સ્ટાર હતી. એ પ્લેટફોર્મ પર તેના ઘણા ફોલોઅર્સ હતા. સંધ્યા લગભગ બે મહિનાથી ડિપ્રેશનમાં હતી અને ટિકટોક પર પ્રતિબંધ મુકાતા તે ડિપ્રેશનમાં હતી. પોલીસને સંધ્યાના રૂમમાંથી કોઇ સુસાઇડ નોટ મળી નથી. પોલીસ તમામ એન્ગલથી તપાસ કરી રહી છે.  પલ્લવપુરમ વિસ્તારની ગ્રીન પાર્ક કોલોનીમાં રહેતી સંધ્યા લોકડાઉનમાં ઘરે આવી હતી. તેના પિતા સંજય ચૌહાણ હાપૂડ જિલ્લાના ગુઢમુક્તેશ્વર પોલીસમથકમાં સબ ઇન્સ્પેક્ટર છે.

કોઇ સુસાઇડ નોટ મળી નથી…  

પોલીસ સંધ્યાને તત્કાળ એસડીએસ ગ્લોબલ હોસ્પિટલમાં લઇ ગઇ હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસને સંધ્યાના રૂમમાંથી કોઇ સુસાઇડ નોટ મળી નથી. આત્મહત્યા અંગે કોઇ નક્કર પુરાવા મળ્યા નથી. જો કે પોલીસ તમામ એન્ગલથી તપાસ કરી રહી છે. પોલીસે સંધ્યાનો ફેન જપ્ત કરી લીધો છે. ફેનની બારિકાઇથી તપાસ કરી રહી છે.

૧૬ વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કડે પણ આત્મહત્યા કરી હતી

૨૬ જૂને ૧૬ વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કડે પણ આત્મહત્યા કરી લીધી હતી. દિલ્હી પોલીસ તેની પણ તપાસ કરી રહી છે. સિયા પણ ડિપ્રેશનનો ભોગ બની હતી. આ પહેલાં ૨૮ જૂને હરિયાણાના સોનીપત જિલ્લાના મશહુર ટિકટોક સ્ટાર શિવાની ખોબિયાનનો મૃતદેહ બ્યૂટીપાર્લરમાંથી મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન