180 gujaratis were implicated in vaishnodevi from last 2 days
  • Home
  • Featured
  • વૈષ્ણોદેવીમાં ફસાયેલા ખેડા અને આણંદના 160 પ્રવાસીઓને લઈને મોટા સમાચાર, મક્રરસંકાતિએ પરિવારજનોમાં ખુશી

વૈષ્ણોદેવીમાં ફસાયેલા ખેડા અને આણંદના 160 પ્રવાસીઓને લઈને મોટા સમાચાર, મક્રરસંકાતિએ પરિવારજનોમાં ખુશી

 | 4:48 pm IST

જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા યાત્રીઓની મદદે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું. જેમાં સંદેશ ન્યૂઝના જમ્મુ કાશ્મીરના સંવાદદાતા રજનીશ પરિહારે તંત્રને જગાડ્યું હતું. ગુજરાતમાં ખેડા અને આણંદના 160 લોકોને ચોપરથી સુરક્ષિત ખસેડાયા હતા. જેમાં વૈષ્ણોદેવી યાત્રા કરવા ગયેલા ગુજરાતીઓ ફસાયા હતા. ત્યારે કાઝીગંડ અને જવાહર ટનલ વચ્ચે પ્રવાસીઓની બસ ફસાઈ હતી.

હાલ આ ઘટનામાં મોટા સમાચાર મળી રહ્યા છે. નડિયાદથી 1લી જાન્યુઆરીના રોજ વૈષ્ણોદેવી દર્શને ગયેલા સંઘના કેટલાક યાત્રાળુઓ શુક્રવારના રોજ શ્રીનગરથી 70 કિલોમીટર દુર કાઝીગંડ ખાતે ભારે બરફવર્ષાના કારણે ફસાઇ ગયાં હતાં. ત્યારબાદ આજે તમામ યાત્રિકો નડિયાદ ટ્રેન દ્વારા આવી પહોંચ્યા હતા અને પોતાના પરિવારજનોને રેલવેસ્ટેશન પર મળતા એક અલગ આનંદ અને ખુશી લાગણી જોવા મળી હતી, તમામ યાત્રિકોએ સંદેશ ન્યુઝની ટીમનો આભાર માન્યો હતો.

નડિયાદથી સંઘમાં વૈષ્ણોદેવી અને ત્યાંથી શ્રીનગર ગયેલા નડિયાદના યાત્રિકો ભૂસ્ખલન થતાં અંદાજીત 70 કિલોમીટર દુર કાઝીગંડમાં બે દિવસથી અટવાયા હતા. ત્યારબાદ સંદેશ ન્યુઝની ટીમને યાત્રાળુ ફસાયા છે તે સમાચાર મળતાની સાથે જ સંદેશ ન્યુઝ દ્વારા જમ્મુ કાશ્મીરના પ્રશાશનનો સંપર્ક કરવામાં આવ્યો અને સતત 3 કલાક સુધી આ તમામ યાત્રિકોને સુરક્ષતિ જગ્યા પાર લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સીઆરપીએફની ટીમ તાત્કાલિક બનિવાલ રેલવે સ્ટેશન પહોંચી તમામ યાત્રાળુઓને બસ મારફતે સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા હતા.

આ દરમિયાન ખેડા સાંસદ અને કલેક્ટરને જાણ કરતાં સ્થાનિક તંત્ર સ્થાને સંકલન કરવામાં આવ્યું હતું. હિલ્લર રેલવે સ્ટેશનથી બનિવાલ સુધી સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરી હતી. આ દરમિયાન જમ્મુ કાશ્મીરના સીઆરપીએફના જવાનોને સરાહનીય મદદ રહી હતી. ફસાયેલા યાત્રિકોમાં મહિલાઓ અને બાળકો વધુ હતાં. હાલ તમામ યાત્રાળુ નડિયાદ પહોંચી રાહતનો શ્વાસ લીધો છે અને તમામ લોકો એ સંદેશ ન્યુઝની સમગ્ર ટીમનો દિલથી આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન