- Sandesh

 | 5:35 am IST
  • Share

કે.કે.વી. ચોકના બ્રીજની ડિઝાઈન બદલે તો છ પિયર્સ તોડવા પડશે
લાખ્ખો રૂપિયાનો ખર્ચ પાણીમાં જશે. બ્રીજ ૨૦૨૪ સુધી પણ નહિ બને
આત્મિય સંકૂલના ગેટ સુધી બ્રીજ લંબાવાતા સંસ્થા દ્વારા વિરોધ
। રાજકોટ । રાજકોટમાં કાલાવાડ રોડ ઉપર કે.કે.વી. સર્કલે બની રહેલા ઓવરબ્રીજ ઉપરના બ્રીજની ડિઝાઈનમાં ફેરફાર માટે મનપા કે સરકાર દબાણમાં આવીને કોઈ નિર્ણય લેતો તેના કારણે લાખ્ખો રૂપિયાના ખર્ચે બનેલા ૬ પિયર્સ તોડી નાખવા પડશે અને ડિઝાઈન ફેરફારમાં ૨૦૨૩માં તૈયાર થનાર બ્રીજ ૨૦૨૪ સુધી લંબાઈ જવાની ધારણા છે.
મનપાના સુત્રોએ જણાવ્યું હતું કે, બ્રીજની ૨૨% કામગીરી થઈ છેતેમાં મુખ્યત્વે પિયર્સ બનાવાયા છે. આ પિયર્સ હાલની ડિઝાઈન પ્રમાણે બન્યા છે જોતેમાં ફેરફાર થશે તો અમારે એકડે એકથી કામગીરી કરવાની થશે અને તેના કારણે સમય અને ખર્ચ બને વધી જાય તેમ છે. વળી, બ્રીજની નવી ડિઝાઈન વધુ અકસ્માત સર્જે તેવી બની શકે છે. સાથે સાથે સત્યસાઈથી કાલાવા રોડને જોડતા રસ્તાનો પણ વિવાદ થાય તેમ છે. હાલ જે ડિઝાઈન પ્રમાણે બ્રીજ બની રહ્યો છે તેમાં બ્રીજનો કાલાવાડ રોડનો છેડો આત્મિય શૈક્ષણિક સંકુલના ગેટ પાસે ઉતરે છે અને આત્મિયની માંગણી પ્રમાણે બ્રીજનો છેડો પરિમલ સ્કૂલ પાસે જ ઉતરવો જોઈએ જેથી કોટેચા ચોક તરફે પણ બ્રીજ ૫૦૦ મિટર રહે અને આત્મિય તરફ પણ બ્રીજ ૫૦૦ મિટર રહે. હાલ આત્મિય તરફ બ્રીજ લંબાવાયેલો છે. જો કે, ટેકનીકલ જ્ઞાન ધરાવતા એક અધિકારીએ કહયું હતું કે, અત્યારે જે ડિઝાઈનથી બ્રીજ બની રહ્યો છે તે બેસ્ટ છે. અમે ઘણી કામગીરી પણ કરી નાખી છે. આવા સંજોગોમાં જો બ્રીજની ડિઝાઈનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો તેનાથી મુશ્કેલીઓ વધવાની છે. બ્રીજની કામગીરી ફેરફારને કારણે લંબાશે તો વધુ એક વર્ષ કદાચ લાખ્ખો લોકોને મુશ્કેલી સહન કરવી પડશે. આત્મિય સંકુલ પાસે ખુૃબ મોટો ફ્રન્ટ છે ત્યારે તેઓ ગેટને થોડો દુર પણ કરી શકે છે. વળી હાલ પણ તેમની પાસે કાલાવાડ રોડ ટચ બે ગેટ છે જેમાં બીજો ગેટ છે તે બ્રીજના ઢોળાવથી ઘણે દુર છે. સ્થાનિક નગરસેવકો દ્વારા પણ આ મામલે અધિકારીઓ પાસે વિગતો માંગવામાં આવી રહી છે. સત્યસાઈ હોસ્પિટલ રોડ ઉપરની સોસાયટીમાં વસવાટ કરનારાઓ પણ આ રસ્તો બંધ થશે કે કેમ? તેવી વિગતો મનપાના પદ્દાધિકારીઓ પાસે માંગી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો