News @03 PM: વાયબ્રન્ટ ગુજરાતમાં PM મોદીનું સંબોધન સહિતનાં મહત્વનાં સમાચાર - Sandesh
  • Home
  • Gujarat
  • News @03 PM: વાયબ્રન્ટ ગુજરાતમાં PM મોદીનું સંબોધન સહિતનાં મહત્વનાં સમાચાર

News @03 PM: વાયબ્રન્ટ ગુજરાતમાં PM મોદીનું સંબોધન સહિતનાં મહત્વનાં સમાચાર

 | 2:52 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 10 કલાકે 9મી વાઈબ્રન્ટ સમિટને ખુલ્લું મુક્યું, મુકેશ અંબાણી સહિત દિગ્ગજ બિઝનેસમેને ગ્લોબલ સમિટમાં સંબોધન આપ્યુ, શું વડાપ્રધાન મોદી પોતાની માતાને મળવા ગાંધીનગર જશે?, કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર માટે એક RSSનો કટાક્ષ, ભર બજારે રોમિયોની ધોલાઇ સહિતનાં મહત્વનાં સમાચાર એક ક્લિકે…

વધુ વાંચવા ક્લિક કરો-1: વાયબ્રન્ટ ગુજરાત 2019 Live: વાયબ્રન્ટ સમિટ સાચા અર્થમાં ગ્લોબલ બન્યુ -PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 10 કલાકે 9મી વાઈબ્રન્ટ સમિટને ખુલ્લું મુક્યું હતું. આનાં ઉદ્ઘાટન સમારોહમાં વિશ્વના અનેક નામાંકિત ઉદ્યોગપતિઓથી લઇને 20થી વધુ દેશોના રાષ્ટ્રપ્રમુખો, મંત્રીઓ અને રાજદ્વારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

વધુ વાંચવા ક્લિક કરો-2: PM મોદી ગમે તે ઘડીએ પહોંચી શકે છે માતાની મુલાકાતે, પૂર્વ તૈયારીઓ તેજ

PM મોદી ગત 17મી જાન્યુઆરીથી હાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. મોદી જ્યારે પણ ગુજરાત આવે છે, ત્યારે તેમના માતા હિરાબાને મળવા અચૂક જતા હોય છે. પીએમ મોદીના માતા હિરાબા હાલ ગાંધીનગરમાં રહે છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: અ’વાદમાં નીતિ આયોગના ચેરમેનને નડ્યો મોટો અકસ્માત, 12થી વધુ કારો અથડાઇ

ગુજરાતના આંગણે આવા રૂડા પ્રસંગમાં હાલ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વાયબ્રન્ટ સમિટની વચ્ચે હાલ નીતિ આયોગના ચેરમેનના કાફલાને અમદાવાદ ખાતે મોટો અકસ્માત નડ્યો છે. તેમના કાફલામાં આશરે 12 જેટલી કારો એક બીજા સાથે ટકરાઇ છે. પરંતુ સદ્દનસીબે કોઇ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

વધુ વાંચવા ક્લિક કરો-4: શું વાયબ્રન્ટ સમિટ 2019માં મોદીનો પ્રચાર થઇ રહ્યો છે? સામે આવી મોટી ‘વાસ્તવિકતા’

ગુજરાતમાં 17મી જાન્યુઆરીથી નવમો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નું રંગેચગે પ્રારંભ થયો છે. પરંતુ આ વખતે વાયબ્રન્ટ સમિટમાં ઠેરઠેર નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રચાર થઇ રહ્યો હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આ વખતે મૂડીરોકાણકારોના બદલે નરેન્દ્ર મોદીના સ્ટોલ લાગેલા છે. 

વધુ વાંચવા ક્લિક કરો-5: યબ્રન્ટમાં મુકેશ અંબાણીએ ગુજરાતીઓના દિલ જીત્યા, કહ્યું- ‘Jio નેટવર્ક 5G માટે તૈયાર’

ગુજરાતમાં 18મી જાન્યુઆરીથી નવમો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નું રંગેચગે પ્રારંભ થયો છે. જેમાં દેશ-વિદેશના મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. આજે વાયબ્રન્ટના પહેલા દિવસે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ઉપસ્થિત રહ્યા હતા

વધુ વાંચવા ક્લિક કરો-6: ‘દશેરાએ જ વરઘોડો નીકળ્યો’, ડેલિગેટ્સ- ઉદ્યોગપતિઓના આગમન ટાણે શહેરમાં પ્રદૂષણનો ગ્રાઉ ઉંચો

એક સરકારી આંકડા પ્રમાણે વાઇબ્રન્ટમાં 115થી વધારે દેશોના ડેલિગેટ્સ ગુજરાતના પ્રવાસે છે. દેશ-વિદેશના 2700થી વધારે નેતાઓ અને ઉદ્યોગપતિઓ 3 દિવસ સુધી વાયબ્રન્ટમાં ભાગ લેવા અમદાવાદ અને ગાંધીનગરમાં રોકાયા છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: રામ મંદિર માટે હજુ વધુ રાહ જોવી પડશે, RSSએ આપ્યો જબરદસ્ત મોટો સંકેત

પ્રયાગરાજમાં ચાલી રહેલ કુંભમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મોદી સરકારને અયોધ્યામાં રામ મંદિર પર નવો સંદેશ મોકલ્યો છે. સંઘના સહ-સરકાર્યવાહ ભૈયાજી જોશીએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ 2025મા થશે. આને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર માટે એક કટાક્ષ ભર્યો સિગ્નલ માનવામાં આવી રહ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: પાકિસ્તાનમાં સાનિયા મિર્ઝા હિઝાબ પહેરી નીકળી, હકીકત જાણી નવાઇ લાગશે

ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ 2010મા પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા અને ત્યારથી તે ટ્રોલર્સના નિશાન પર છે. ઇન્સટન્ટ મેસેજિંગ એપ વોટ્સેએપ પર સાનિયા મિર્ઝાની એક તસવીર શેર થઇ રહી છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: વાઈબ્રન્ટ ગુજરાત ઘરેબેઠા મેળવો 50% સસ્તા ફળ, કંપની લાવી અનોખુ બિઝનેસ મોડલ

આજકાલ કોઈને ટાઇમ નથી રહ્યો કે માર્કેટ જાય અને 2થી 3 કલાક બગાડી ખરીદી કરે. આપણી રોજબરોજની જીવન શૈલી ખુબજ જલ્દીથી બદલાઈ રહી છે. આ સમયે રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ આપણને સરળતાથી મળી જાય તો કેવુ? જો તમે અમદાવાદમાં રહો છો અને તાજા ફળો ખાવા માંગો છો તો સસ્તા ભાવમાં ટૂંક સમયમાં તમને આ લાભ મળશે.

વધુ વાંચવા ક્લિક કરો-10: ક્રિકેટ જગતમાં પણ જોવા મળી #10yearchallenegeની અસર, ખેલાડીઓએ કર્યા ફોટો શેર

સોશ્યલ મીડિયા પર જ્યારે પણ કોઇ ટ્રેન્ડ ચાલું થાય એટેલ તે આખી દુનિયામાં છવાઇ જાય છે. જ્યારે એવો જ એક ટ્રેન્ડ #10yearchallenege હાલ સોશ્યલ મીડિયા પર ચાલી રહ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-11: ભારતીય ખેલ પ્રાધિકરણ પર CBIની રેડ, ડાયરેક્ટર સહિત 6ની ધરપકડ

દેશમાં રમતને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવેલી મહત્વપૂર્ણ સંસ્થા ભારતીય ખેલ પ્રાધિકરણ (SAI)ની ઓફિસ પર CBI દ્વારા રેડ પાડીને 6 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. CBI દ્વારા દિલ્હીના લોધી રોડ સ્થિત SAIની ઓફિસમાં ગુરવારે સાંજે રેડ કરવામાં આવી હતી.

વધુ વાંચવા ક્લિક કરો-12: હનુમાનજીની પૂજા પહેલા આ મંત્રો બોલવાથી મળે છે અદભૂત ફળ

જ્યારે ભક્તોની વાત આવે ત્યારે હનુમાનજીથી પરમ મોટાં કોઈ ભક્ત નથી. તેમના રુંએ રુંએ શ્રીરામ છે તેમ કહેવું સહેજ પણ ખોટું નથી. ભક્તોને અનેક પ્રકારે સહાય કરતા હનુમાનજી કળિયુગમાં વિશેષ રૂપે પૂજાય છે. તેમના દર શનિવારે દર્શન કરવા જવા વાળા ભક્તોની સંખ્યા ઘણી મોટી હોય છે.

વધુ વાંચવા ક્લિક કરો-13: સુરતમાં લોફરને મહિલા પાસે બિભત્સ માંગણી કરવી પડી ભારે, જુઓ Video

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક બોગસ પત્રકારને જાહેરમાં ફટકાર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મહિલા દ્વારા એક બોગસ પત્રકારને માર મારવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન