18th October 2021: Gujarati Top News Headlines Till 3 PM
  • Home
  • Featured
  • બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત હુમલા સહિતના અત્યાર સુધીના અગત્યના સમાચાર

બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત હુમલા સહિતના અત્યાર સુધીના અગત્યના સમાચાર

 | 2:58 pm IST
  • Share

આજે અચાનક જ સોમનાથ મંદિરની ઉપરથી હેલિકોપ્ટર ફરતા દેખાતા આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઇ હતી. માળિયા હાટિના તાલુકાના જલંધર ગામની સીમમાં એક દસ વર્ષના બાળક ખેતરમાં રમતો હતો. ત્યારે અચાનક જ અજગરે તેનો પગ પકડીને તેનો શિકાર કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકે હિંમભેર અજગરના મો પર મુક્કો મારી પોતાનો પગ તેના મોઢામાંથી છોડાવી લીધો હતો. બાંગ્લાદેશમાં ફરી હિન્દુના ઘર પર હુમલો થયાની માહિતી સામે આવી રહી છે સહિતના અત્યાર સુધીના મહત્ત્વના સમાચાર

વધુ વાંચો: સોમનાથ મંદિર પરથી બે હેલિકોપ્ટર રાઉન્ડ મારતા સ્થાનિક લોકોમાં ફફડાટ!

તાજેતરની ઘટનાઓ બાદ દરિયાઇ સુરક્ષાને ધ્યાનમાં રાખતા Z+ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરની સુરક્ષા સાથે જ અરબી સમુદ્રની સુરક્ષા માટે સુરક્ષા તંત્રના ભાગરૂપે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો: 10 વર્ષના બાળકે અજગરના મોંમાંથી કેવી રીતે પગ છોડાવ્યો?

બાળકને ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં વનતંત્રએ અજગરનું તાકીદે રેસ્ક્યુ કર્યું હતું.

વધુ વાંચો: બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત હુમલા, ઉપદ્રવીઓએ ફરી 20 ઘર ફૂંક્યા

બાંગ્લાદેશમાં કોમી હિંસા અટકવાનું નામ નથી લઇ રહી. હિંદુઓના મુખ્ય તહેવાર દુર્ગા પૂજા પર 13 ઓક્ટોબરથી શરૂ થયેલી હિંસા સતત ચાલુ છે.

વધુ વાંચો: કોરોના પોઝિટિવ આવ્યો..પણ પૂજા બેદી નથી લેવા માંગતી વેક્સિન

ગત વર્ષે સામાન્ય લોકોની સાથે ઘણા બોલિવૂડ સ્ટાર્સ આ રોગનો ભોગ બન્યા છે. જોકે, હવે તેનો કહેર ઘણો ઓછો થઈ ગયો છે. અભિનેત્રી પૂજા બેદીએ માહિતી આપી છે કે તે અને તેના મંગેતર કોરોના સંક્રમિત છે. આ સાથે, તેણે કહ્યું કે તેમને હજી સુધી રસી કેમ નથી લીધી.

વધુ વાંચો: Microsoft નું Linkedin ચીનમાં બંધ થશે, કંપનીએ આપ્યું આ કારણ

માઈક્રોસોફ્ટ કંપનીનું લિંક્ડઈન સોશિયલ પ્લેટફોર્મ ભારત સહિત દુનિયાભરમાં લોકપ્રિય છે. પણ હવે ચીનમાં તે બંધ થવા જઈ રહ્યું છે.

વધુ વાંચો:  ભારતને આ વખતે T20 World Cup જીતવો કેમ જરૂરી છે ? રૈનાએ જણાવ્યું કારણ

દરેક ભારતીય ક્રિકેટ ચાહક આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન સુરેશ રૈનાએ ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીને લઈને ઈમોશનલ મેસેજ શેર કર્યો છે.

વધુ વાંચો: ધનતેરસ-દિવાળીના 6 દિવસ પહેલા કરો ખરીદી, ગુરુ પુષ્ય નક્ષત્ર ફળશે

આ વખતે તમે ધનતેરસ અને દિવાળી પહેલા ખરીદી કરી શકો છો, તે પણ મહાશુભ મુહૂર્તમાં. આ મહામુહૂર્ત 28 ઓક્ટોબરે આવશે. તે નક્ષત્રના રાજા ગુરુ પુષ્ય નક્ષત્ર છે

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો