19 changed the IPS, including Himanshu Shukla promoted at Gujarat
  • Home
  • Gandhinagar
  • 19 IPSની બદલી, જાણો કયા અધિકારીઓની થઇ છે બદલી અને બઢતી

19 IPSની બદલી, જાણો કયા અધિકારીઓની થઇ છે બદલી અને બઢતી

 | 9:42 am IST

રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા શનિવારે મોડી રાતે રાજ્યમાં 19 આઈપીએસ અને 32 ડીવાયએસપીના બદલીના હુકમ તેમજ ત્રણ પ્રોબેશનર આઈપીએસને પોસ્ટીંગ આપ્યું છે. ગુજરાત એટીએસ એસપી હિમાંશુ શુકલા સહીત પાંચ આઈપીએસ અધિકારીની ડીઆઈજીનું પ્રમોશન આપવામાં આવ્યું છે.

હિમાંશુ શુકલાને પ્રમોશન સાથે એસપી પોસ્ટને અપગ્રેડ કરીને એટીએસના ડીઆઈજી(ઓપરેશન) તરીકે મૂક્યા છે. આ સિવાય શહેરમાંથી ચાર આઈપીએસની ખસેડી ચારને મૂકવામાં આવ્યા છે. ત્રણ પ્રોબેશનર આઈપીએસ પ્રેમસુખ ડેબૂને એએસપી અમરેલી,અમિત વસાવાને એએસપી ગીરસોમનાથ અને પ્રવિણકુમારને એએસપી વિરમગામ તરીકે મૂક્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બદલી કરાયેલા અધિકારીઓમાં પહેલા આઇપીએસ અધિકારીઓની વાત કરીએ તો એન એન કોમર રેંજ આઇજી ભાવનગરની બદલી આઇજીપી લો એન્ડ ઓર્ડર, ખુરશીદ અહેમદ, એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, જીએસઆરટીસીની બદલી ગાંધીનગર આઇજીપી, આર જે સવાણી, આઇજીપી, ઇન્ટેલીજન્સની બદલી પોલીસ ટ્રેનીંગ સ્કુલ, વડોદરા, વબાંગ ઝામીર,આઇજીપીની બદલી આઇજીપી, ઇન્ટેલીજન્સ, અશોકકુમાર યાદવ, એડીશનલ કમીશનર, સેક્ટર-2 અમદાવાદની બદલી ભાવનગર રેંજ આઇજીમાં સુરેન્દ્રનગર એસપી, મનીન્દરસિંગ પવારને આઇજીપીના પ્રમોશન સાથે સીઆઇડી ક્રાઇમમાં પોસ્ટીંગ કરવામાં આવ્યું છે.

તો અન્ય આઇપીએસ અધિકારીઓમાં એટીએસના એસપી હિમાશું શુક્લાની પોસ્ટ એટીએસમાંથી અપગ્રેડ કરીને આઇજીપીનું પ્રમોશન, પ્રેમવીંરસિંગ ગાંધીનગર ગવર્નર સિક્યુરીટીથી આઇજીપીના પ્રમોશન સાથે અમદાવાદ સ્પેશીયલ બ્રાંચમાં પોસ્ટીંગ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન