દે દે અલ્લાહ કે નામ પે દે દે, ગરીબ કા પેટ ભર દે, ચેન કી નિંદ સોને દે - Sandesh
  • Home
  • Featured
  •  દે દે અલ્લાહ કે નામ પે દે દે, ગરીબ કા પેટ ભર દે, ચેન કી નિંદ સોને દે

 દે દે અલ્લાહ કે નામ પે દે દે, ગરીબ કા પેટ ભર દે, ચેન કી નિંદ સોને દે

 | 3:13 pm IST

દેશની પહોંચ ભલે છેક મંગળ સુધીની થઈ ગઈ હોય, પણ ભૂખ્યાને પેટે હજુ પણ પાટા બાંધવા પડે છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (એફએઓ)એ આ અંગે જારી કરેલી અહેવાલમાં જણાવ્યું છે કે ભારતમાં દર વર્ષે રૂ. 244 કરોડનો ખોરાક ઉકરડે ફેંકી દેવાય છે. જેનો વાર્ષિક ખર્ચ રૂ. 88,800 કરોડ જેટલો ગણાય છે. બીજીબાજુ દેશમાં દરરોજ 19.40 કરોડ લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે.

દેશમાં 2.1 કરોડ ટન ઘઉં સંબંધિત ઉત્પાદનોનો પણ બગાડ થાય છે. જ્યારે પાક લેવાયા પછી થનાર નુકસાનનો આંક એક લાખ કરોડ રૂપિયા જેટલો હોય છે. દેશમાં જેટલા પ્રમાણમાં ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન થાય છે તેમાંથી દર વર્ષે 40 ટકાનો બગાડ થાય છે.

અહેવાલમાં ઉમેરવામાં આવ્યું હતું કે  ભારતની વસતિને દર વર્ષે પેટ ભરવા માટે 22.5થી 23 કરોડ ટન ખોરાકની જરૂર પડે છે. જ્યારે 2015-16માં 27 કરોડ ટનનું જ ઉત્પાદન થયું હતું. વૈશ્વિક ભૂખ સૂચકાંકમાં 119 દેશોમાંથી ભારતનો ક્રમ 100મો છે. અહેવાલ મુજબ બ્રિટનના લોકો ખાય છે તેટલું ભારતના લોકો ખોરાક બગાડે છે.