પાક.નાં દરગાહ સંકુલમાં પાપ ધોવા જતાં 20ના જીવન ધોવાઈ ગયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • પાક.નાં દરગાહ સંકુલમાં પાપ ધોવા જતાં 20ના જીવન ધોવાઈ ગયા

પાક.નાં દરગાહ સંકુલમાં પાપ ધોવા જતાં 20ના જીવન ધોવાઈ ગયા

 | 11:26 am IST
  • Share

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં દરગાહ એટલે કે મજાર સંકુલમાં એક જ પરિવારના છ સભ્યો સહિત 20 જણાંના મોત થયા છે. આ ઘટનાના કારણ અંગે જૂદા જૂદા અધિકારીઓએ અલગ અલગ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. નાયબ પોલીસ કમિશનર લિયાકતઅલી ચાઠાના જણાવ્યા અનુસાર લાહોરથી 200 કિલોમીટર દૂર સરગોધા જિલ્લાના ચક-95 ગામમાં મોહમ્મદઅલી ગુજ્જરની દરગાહના મજાર સંકુલમાં આડધી રાતે આ ઘટના બની હતી.

ચાઠાએ જણાવ્યું હતું કે દરગાહની સારસંભાળ રાખતાં મુજાવર-ખાદીમોએ આ લોકોને પ્રથમ નશીલી દવા પીવડાવી હતી અને ત્યારપછી છરી મારી લાકડીઓથી મારપીટ કરી હોય તેમ જણાય છે. ખાદીમ વહીદ અને યુસુફ સહિત પાંચ જણાંને અટકાયતમાં લેવાયા છે. ચાર ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાયું છે.

ચાઠાએ જણાવ્યું હતું કે આ દરગાહમાં લોકો પાપ ધોવા માટે આવે છે અને ખાદીમોને તેમની મારપીટ કરવાની મંજૂરી તેઓ આપે છે. જોકે આ ઘટનામાં પાપ ધોવા માટે આવેલા લોકોને ખાદીમોએ પ્રથમ નશીલી દવા આપી હતી, ત્યારપછી તેમને છરીના ઘા મારવામાં આવ્યા હતા અને મારપીટ કરાઈ હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારી બિલાલ ઈફતેખારે જણાવ્યું હતું કે આ ઘટનામાં એક જ પરિવારના છ સભ્યો સહિત બંને જૂથોના 20 જણાં મૃત્યુ પામ્યા છે. અમે આ ઘટનાના બધા પાસાની તપાસનો આરંભ કર્યો છે. ઘટના પછી તુરત મજારમાં મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવાઈ છે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી દેવાઈ છે. આ સાથે સરગોધાની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન