19 September 2019 12 pm top headline News
  • Home
  • Featured
  • [email protected]: સરકારની જાહેરાત બાદ શેરબજારમાં ‘દિવાળી’, પીધેલી હાલતમાં પોલીસવાળા પકડાયા

[email protected]: સરકારની જાહેરાત બાદ શેરબજારમાં ‘દિવાળી’, પીધેલી હાલતમાં પોલીસવાળા પકડાયા

 | 11:48 am IST

ગોવામાં યોજાનારી GST કાઉન્સિલની બેઠક પહેલા નાણામંત્રી નિર્મલા સિતારમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારામણે મસ મોટી જાહેરાતો કરતાં શેર બજારમાં જંગી ઉછાળો. રાજકોટના ક્રિષ્ણા પાર્ક ખાતે પોલીસકર્મીઓ દ્વારા દારૂની મહેફિલ મામલે હવે વધુ એક સમાચાર સામે આવ્યા છે.  આ મહિનાની શરૂઆતથી દેશભરમાં નવા વ્હીકલ એક્ટ હેઠળ નવા ટ્રાફિક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. ચંદ્રયાન-2નો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થવાની આશા આખા દેશને હતી પરંતુ વૈજ્ઞાનિકોની ટીમને શરૂઆતમાં જ ફરીથી સંપર્ક નહીં થવાની માહિતી મળી ગઇ છે. રાજ્યની સત્તામાં વાપસી માટે મુખ્યમંત્રી રઘુબર દાસ અને ભારતીય જનતા પાર્ટી પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે.સંયુકત રાષ્ટ્ર (UN)માં ભારતના સ્થાનિક પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ઈશારા-ઇશારામાં જ કહ્યું કે, UNના ઉચ્ચ સ્તરીય મહાસભા સત્રમાં પાકિસ્તાન ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવી શકે છે. સહિતના મહત્વનાં સમાચાર માત્ર એક ક્લિકે…

વધુ વાંચવા ક્લિક કરો-1: નિર્મલા સિતારમણે કરી મસમોટી જાહેરાતો, શેર બજારમાં તેજીનો આખલો ભૂરાટો થયો

ગોવામાં યોજાનારી GST કાઉન્સિલની બેઠક પહેલા નાણામંત્રી નિર્મલા સિતારમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કંપની અને વેપારીઓને થોડી રાહત આપતા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની ખુબજ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. નિર્મલા સિતારમણે ટેક્સ ઘટાડવાના અધ્યાદેશને મંજુરી આપી દીધી છે.

વધુ વાંચવા ક્લિક કરો-2: મોદી સરકારે મોટુ પગલું ભરતા જ શેર બજારમાં ‘દિવાળી’, સેન્સેક્સ નિફ્ટીમાં જંગી ઉછાળો

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારામણે મસ મોટી જાહેરાતો કરતાં શેર બજારમાં જંગી ઉછાળો. સેન્સેક્સ 11 વાગ્યે 929 પોઈન્ટના જંગી ઉછાળા સાથે 37,022ના ઉછાળા સાથે જ્યારે નિફ્ટી 258 અંકના ઉછાળા સાથે 10952 પર ટ્રેન્ડ થઈ રહી છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: દારૂ મહેફિલ કાંડ: નશામાં ઝડપાયેલા લોકોના નામ આવ્યા સામે, પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા સવાલ

રાજકોટના ક્રિષ્ણા પાર્ક ખાતે પોલીસકર્મીઓ દ્વારા દારૂની મહેફિલ મામલે હવે વધુ એક સમાચાર સામે આવ્યા છે. આ ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની બર્થ-ડે પાર્ટીમાં પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો નશાની હાલતમાં હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા ગુરૂવારે રાત્રે 9 વાગ્યે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુ વાંચવા ક્લિક કરો-4: નવો ટ્રાફિક કાયદો કેટલો અસરદાર? ગુજરાતીઓ અને સરકારીકર્મીઓ હજૂય કરે છે આ મસમોટી ભૂલ

આ મહિનાની શરૂઆતથી દેશભરમાં નવા વ્હીકલ એક્ટ હેઠળ નવા ટ્રાફિક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. દેશના કેટલાક રાજ્યોમાં આ નવા નિયમોનો વિરોધ કરવામાં આવ્યો છે જ્યારે કેટલાક રાજ્યના લોકોએ આ નિયમોને આવકારા છે. પરંતુ ગુજરાતમાં મિશ્રિત પ્રતિક્રિયા જોવા મળી છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: ચંદ્રયાન-2: ઇસરોના વૈજ્ઞાનિકનો મોટો દાવો- વિક્રમ લેન્ડરનો મને પડછાયો દેખાયો, હું ચોક્કસ પણ કહી શકું છે કે…

ચંદ્રયાન-2નો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થવાની આશા આખા દેશને હતી પરંતુ વૈજ્ઞાનિકોની ટીમને શરૂઆતમાં જ ફરીથી સંપર્ક નહીં થવાની માહિતી મળી ગઇ છે. ઇસરોના વૈજ્ઞાનિકોએ 7મી સપ્ટેમ્બરના રોજ શરૂઆતની પળોમાં જ ખબર પડી ગઇ હતી કે લૂનર ક્રાફ્ટ ક્રેશ શરૂઆતના સમયમાં જ નષ્ટ થઇ ચૂકયું છે. 

વધુ વાંચવા ક્લિક કરો-6: ધોનીની પત્ની સાક્ષીએ સરકારના દાવાની પોલંપોલ ખોલી દીધી

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજ્યની સત્તામાં વાપસી માટે મુખ્યમંત્રી રઘુબર દાસ અને ભારતીય જનતા પાર્ટી પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે. ત્યાં સૌથી બદતર સ્થિતિ વીજળી વ્યવસ્થા હવે સત્તા પક્ષ માટે ગળાના હાડકા જેવું બનતી દેખાય રહી છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: પાકિસ્તાનની બુઠ્ઠી બુદ્ધિ પર વાર, USમાં પડઘા પડ્યા ‘ભારતને જેટલું નીચું પાડશો એટલું જ ઉંચુ જશે’

સંયુકત રાષ્ટ્ર (UN)માં ભારતના સ્થાનિક પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ઈશારા-ઇશારામાં જ કહ્યું કે, UNના ઉચ્ચ સ્તરીય મહાસભા સત્રમાં પાકિસ્તાન ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવી શકે છે. પરંતુ આવું કરવાથી ભારતનું પડખું ઊંચું રહેશે. પાકિસ્તાન વડાપ્રધાન ઈમરાન ખાને ગત મહિને જ કહ્યું હતું કે, તેઓ કાશ્મીર મુદ્દાને UN મહાસભામાં ઉઠાવશે.

વધુ વાંચવા ક્લિક કરો-8: સુનીલ ગાવસ્કરે ધોનીના રિટાયરમેન્ટને લઈને આપ્યું મોટુ નિવેદન, કહ્યું કે…

જૂનાગઢના બાયપાસ રોડ સ્થિત એક હોટલમાં આયોજિત ખાનગી કાર્યક્રમમાં નિવૃત કોન્સ્ટેબલને હાર્ટ એટેક આવતાં તેમનું મોત નિપજ્યું હતું. કાર્યક્રમ વખતે નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ રતિભાઈ પરમાર ‘જનની ની જોડ શકી નહીં જડે રે લોલ’ ગીત ગાઈ રહ્યા હતા. અને અચાનક તેમને હાર્ટ એટેક આવતાં તે સીધા નીચે ઢળી પડ્યા હતા.

વધુ વાંચવા ક્લિક કરો-9: રામલીલામાં રામનો વિયોગ ના જીરવી શક્યા દશરથ, સ્ટેજ પર જ ત્યજી દીધા પ્રાણ

રામલીલામાં એવું જોવા મળતુ હોય છે કે વાસ્તવિક પાત્રો જેવા દેખાવા માટે લોકો અલગ અલગ પ્રકારનાં પરિધાન પહેરે છે અને જબરદસ્ત સંવાદો બોલે છે. આવું કરવાથી તેઓ એ પાત્રને અભિનયથી જીવંત કરી દે છે, પરંતુ એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક વ્યક્તિ રાજા દશરથનાં પાત્રમાં એ હદ સુધી ડૂબી ગયો કે રામ વિયોગનો અભિનય કરતા કરતા તેનું ખરેખર મોત થયું.

વધુ વાંચવા ક્લિક કરો-10: Google India: ગૂગલે લોન્ચ કરી નવી સર્વિસિસ, નોકરી અપાવવામાં કરશે મદદ

ગૂગલ ઈન્ડિયાએ ગુરુવારે દેશની રાજધાની દિલ્હીમાં પાંચમી ‘ગૂગલ ફોર ઈન્ડિયા’ ઇવેન્ટનું આયોજન કર્યું. આ ઇવેન્ટમાં કંપનીએ ડિજિટલ પેમેન્ટ, વોઇસ અસિસ્ટેન્ટ, ઉદ્યોગપતિઓ માટેનાં સાધનો, નોકરી શોધવામાં મદદ કરવાનાં સાધનો જેવી ઘણી મોટી ઘોષણાઓ કરી હતી. ગૂગલ ભારતની શોધ માટે સાત નવી સ્થાનિક ભાષાઓ લાવ્યું છે. 

વધુ વાંચવા ક્લિક કરો-11:  OMG! એવોર્ડ ફક્શનમાં એવી તો શું બબાલ થઈ કે અભિનેત્રીએ બધાની સામે સેન્ડલ છુટ્ટુ ફેક્યું!

IIFA Awards 2019માં દરેક સેલેબ્સ પોતાનો લૂક અને સ્ટાઈલ કઈ રીતે મીડિયા સામે સારો દેખાઈ એનો પુરો પ્રયત્ન કરતા જોવા મળે છે. બોલિવૂડનાં સેલેબ્સ તૈયાર થવા પાછળ કોઈ લાખોમાં તો કોઈ કરોડોમાં પણ ખર્ચ કરી નાખે છે. બસ પોતાનો બેસ્ટ અવતાર મીડિયા સામે આવે એની સૌ કોઈની ઈચ્છા રહેતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન