કચ્છઃ યુવકની હત્યા કરી લાશના કટકા કોથળામાં ભરી 80 ફૂટના બોરના ખાડામાં ફેંક્યા - Sandesh
  • Home
  • Bhuj
  • કચ્છઃ યુવકની હત્યા કરી લાશના કટકા કોથળામાં ભરી 80 ફૂટના બોરના ખાડામાં ફેંક્યા

કચ્છઃ યુવકની હત્યા કરી લાશના કટકા કોથળામાં ભરી 80 ફૂટના બોરના ખાડામાં ફેંક્યા

 | 3:32 pm IST

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોટા ભાડિયાના ૧૯ વર્ષીય યુવાનની કરપીણ હત્યા કર્યા બાદ તેની લાશના કટકા કરીને કોથળામાં ભરીને ૮૦ ફૂટ બોરના ઉંડા ખાડામાં નાખી દીધો હોવાની આરોપીએ કબૂલાત કરતાં પોલીસે લાશનો કબજો મેળવવા માટે ૮૦ ફૂટ ઉંડા બોરમાં ખોદકામ શરૃ કર્યું હતું.

બનાવ અંગે માંડવી પીઆઈ ગામેતીએ વાત કરતા જણાવ્યું હતું કે, યુવાનની લાશના કટકા કરીને બોરમાં નાખી દીધો હોવાની પોલીસ સમક્ષ આરોપી ખીમરાજે જણાવતા તેને કબજો લેવા માટે પાંચ જેટલા હિટાચી મશીનથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. પપ ફૂટ જેટલું ઊંડું ખોદકામ થઈ ચુકયું છે. હજુ ર૦થી રપ ફૂટ ખોદકામ બાકી હોવાનું તેમણે જણાવ્યું હતું. તે દરમિયાન બોરવેલની કામગીરીના સાધનો અને કેમેરા મારફતે ખાડામાં જોતાં ર૦થી રપ ફૂટ નીચે ખોદકામ કરવું પડશે તેવું તેમણે જણાવ્યું હતું.

મોટા ભાડિયાના યુવાન દેવાંગ માણેક ગઢવીની હત્યા કરી તેની લાશના કટકા કરી બોરમાં નાખી દેવામાં આવી હોવાની જાણ પોલીસને થઈ છે. છેલ્લા ૩ દિવસથી ખોદકામ અવિરત પણે ચાલુ છે. ઉંડાણ વધુ વધતા નીચે જમીન વધુ પથરાળ આવી રહી છે. જેથી સારો એવો સમય ખોદકામમાં નીકળી રહ્યો છે. એકાદ બે દિવસમાં ખોદકામ પૂર્ણ થાય અને અવશેષો મળી આવે તેવી સંભાવના પીઆઈ ગામેતીએ વ્યક્ત કરી હતી.