અમદાવાદમાં ૧૯ વર્ષના યુવકે ૧૬ વર્ષની સગીરાને બાથરૂમમાં લઇ જઇ કર્યો ક્રૂરતા પૂર્વક રેપ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં ૧૯ વર્ષના યુવકે ૧૬ વર્ષની સગીરાને બાથરૂમમાં લઇ જઇ કર્યો ક્રૂરતા પૂર્વક રેપ

અમદાવાદમાં ૧૯ વર્ષના યુવકે ૧૬ વર્ષની સગીરાને બાથરૂમમાં લઇ જઇ કર્યો ક્રૂરતા પૂર્વક રેપ

 | 2:09 pm IST

અમદાવાદના આનંદનગર વિસ્તારમા આવેલા બિલ્ડીંગમાં લાકડા લેવા ગયેલી સગીરાને લાકડા બતાવવાની લાલચ આપી ચોથા માળે જઇ હવશખોર યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાને શારિરીક ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાઇ હતી અને બળાત્કાર કરનાર શખસને આસપાસના લોકોએ પકડી પાડયો હતો. આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે સરખેજ વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય મહિલા આનંદનગર પ્રહબાદનગર વિસ્તારમાં તેમની ૧૬ વર્ષીય સગીર પુત્રીને લઇને કામ અર્થે જતાં હતા. દરમિયાનમાં કામ કાજ બાદ સગીરા ર્ફિનચરના બચેલા લાકડાની શોધખોળ માટે નિકળી હતી. આ સમયે આનંદનગર પાશ્વનાથ બિઝનેશ પાર્ક બિલ્ડિંગ આગળ પહોચી હતી ત્યા ૧૯ વર્ષીય યુવકે તેને લાકડા અંગે પુછયુ હતુ.

યુવકે લાકડા બિલ્ડીંગના ચોથા માળે છે તેમ કહી સગીરાને લાકડા બતાવવાના બહારને ચોથા માળે લઇ ગયો હતો. ચોથા માળે પહોચી સગીરા કંઇ સમજે તે પહેલા તેનુ મો દબાવી બાથરુમમાં લઇ જઇ પાશ્વી બળાત્કાર ગુજાર્યો હતો. સગીર પર પાશ્વી બળાત્કાર કરતા તેને શારિરીક ઇજાઓ પહોચી હતી. સગીરા યુવકથી પોતાના બચાવ કરી ભાગને તેની માતા પાસે આવી ઘટનાની જાણ કરી હતી. સગીરાને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા હતા.

દરમિયાનમાં ૧૯ વર્ષીય આરોપી ભાગવા જતાં સગીરાએ તેની માતાને આ શખસે બળાત્કાર કર્યાની જાણ કરી હતી. માતાએ બુમાબુમ કરતા ૧૯ વર્ષીય આરોપીને આસપાસના લોકોએ પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો. આનંદનગર પોલીસે જણાવ્યું હતુ કે, સગીરા પર રેપ કરનાર અજય ઉર્ફે સીટ્ટુ કિશનચંદ યાદવ (રહે. રાજારામના મકાનમાં, ચાંદલોડીયા, મૂળ યુપી)ની ધરપકડ કરવામા આવી છે.